સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 13.54 કરોડ કરતાં વધારે નોંધાયો

છેલ્લા 24 કલાક દરમિયાન રસીના 31 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી લગભગ 60% દર્દીઓ 5 રાજ્યોમાં છે

છેલ્લા 24 કલાકમાં 1.93 લાખ કરતાં વધારે દર્દીઓ સાજા થયા

Posted On: 23 APR 2021 10:29AM by PIB Ahmedabad

 

ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત હેઠળ દેશમાં આજદિન સુધીમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 13.54 કરોડથી વધારે થઇ ગયો છે

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 19,38,184 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 13,54,78,420 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. પ્રથમ ડોઝ લેનારા 92,42,364 HCWs અને બીજો ડોઝ લેનારા 59,04,739 HCWs આમાં સામેલ છે. આ ઉપરાંત, પ્રથમ ડોઝ લેનારા 1,17,31,959 FLWs અને બીજો ડોઝ લેનારા 60,77,260 FLWs છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,85,34,810, બીજો ડોઝ લેનારા 65,21,662 અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં પ્રથમ ડોઝ લેનારા 4,55,64,330 અને બીજો ડોઝ લેનારા 19,01,296 લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

92,42,364

59,04,739

1,17,31,959

60,77,260

4,55,64,330

19,01,296

4,85,34,810

65,21,662

13,54,78,420

 

 

દેશભરમાં આજદિન સુધીમાં અપાયેલા રસીના કુલ ડોઝમાંથી 59.08% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QE6A.jpg

 

નીચે આપેલો આલેખ ટોચના 8 રાજ્યોમાં આપવામાં આવેલા રસીના ડોઝનો ચિતાર આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002C928.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 31 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 97મા દિવસે (22 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 31,47,782 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 28,683 સત્રોનું આયોજન કરીને 19,25,873 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 12,21,909 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

 

તારીખ: 22 એપ્રિલ, 2021 (દિવસ-97)

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

22,820

52,668

99,915

1,40,730

11,35,446

2,67,180

6,67,692

7,61,331

19,25,873

12,21,909

 

 

છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 3,32,730 નોંધાઇ છે.

દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલામાંથી 75.01% દર્દીઓ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન આ દસ રાજ્યોમાંથી છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે નવા દર્દીઓ નોંધાયા છે જ્યાં એક દિવસમાં વધુ 67,013 લોકો સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં નવા 34,254 જ્યારે કેરળમાં 26,995 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00333Y3.jpg

 

નીચે આપેલા આલેખ અનુસાર બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004BQDA.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005HKFP.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0060WC4.jpg

 

નીચે આપેલો આલેખ ભારતમાં દૈનિક ધોરણે પોઝિટીવિટી દર અને દૈનિક પરીક્ષણોની સંખ્યામાં વધારાનું વલણ જળવાઇ રહ્યું હોવાનું દર્શાવે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00728Y1.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 24,28,616 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 14.93% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,37,188 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 59.12% દર્દીઓ માત્ર પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળમાં છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008XGGK.jpg

 

ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,36,48,159 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 83.92% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 1,93,279 દર્દીઓ સાજા થયા છે.

રાષ્ટ્રીય મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને હાલમાં 1.15% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,263 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 81.79% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (568) નોંધાયો છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં એક દિવસમાં વધુ 306 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0099LR1.jpg

 

સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશ છે.

 

***********************

 

SD/GP/PC(Release ID: 1713529) Visitor Counter : 151