પ્રધાનમંત્રીનું કાર્યાલય

આબોહવા સંદર્ભે નેતાઓની શિખર મંત્રણા (22-23 એપ્રિલ, 2021)

Posted On: 21 APR 2021 5:10PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આબોહવા સંદર્ભે નેતાઓની શિખર મંત્રણામાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જોસેફ આર. બાઇડેનના આમંત્રણ પર 22-23 એપ્રિલ 2021ના રોજ વર્ચ્યુઅલ માધ્યમથી આ શિખર મંત્રણાનું આયોજન થઇ રહ્યું છે. પ્રધાનમંત્રી 22 એપ્રિલ 2021ના રોજ ભારતીય સમયાનુસર સાંજે 5.30થી 7.30 કલાક દરમિયાન નેતાઓના સત્ર-1 દરમિયાન 2030 તરફ આગેકૂચમાં આપણા સહિયારા જુસ્સા પર ટિપ્પણી આપશે.


દુનિયાભરમાંથી અંદાજે 40 અન્ય નેતાઓ આ શિખર મંત્રણામાં ભાગ લઇ રહ્યાં છે. તેઓ એવા દેશોનું પ્રતિનિધિત્વ કરશે જેઓ મુખ્ય આર્થિક મંચના સભ્ય છે (ભારત પણ તેમાં સભ્ય છે) અને જેઓ આબોહવા પરિવર્તન બાબતે વધુ સંવેદનશીલ છે, તેમજ અન્ય પણ તેમાં સામેલ રહેશે. આ નેતાઓ આબોહવા પરિવર્તન, આબોહવા સંદર્ભે ઉન્નત પગલાં, આબોહવાની સમસ્યાના શમન અને અનુકૂલન માટે નાણાંનો ઉપયોગ, પ્રકૃતિ આધારિત ઉકેલો, આબોહવા સુરક્ષા તેમજ સ્વચ્છ ઉર્જા માટે ટેકનોલોજીકલ આવિષ્કારો સંદર્ભે પોતાના અભિપ્રાયોનું આદાનપ્રદાન કરશે.


આ નેતાઓ કેવી રીતે દુનિયા સહિયારા અને મક્કમ આર્થિક વિકાસ સાથે આબોહવા સંબંધિત ક્રિયાઓને અનુરૂપ થઇ શકે અને સાથે સાથે રાષ્ટ્રીય સંજોગો અને દીર્ધકાલિન વિકાસની પ્રાથમિકતાઓને આદર આપી શકે તે બાબતે પણ ચર્ચા હાથ ધરશે.


આ શિખર મંત્રણા આબોહવા સંબંધિત સમસ્યાઓ પર કેન્દ્રિત વૈશ્વિક બેઠકોની શ્રેણીના ભાગરૂપે યોજાઇ રહી છે, જે નવેમ્બર 2021માં COP26ની દિશામાં આગળ વધવા માટે યોજાઇ રહી છે.


તમામ સત્રોનું લાઇવ સ્ટ્રીમિંગ કરવામાં આવશે અને મીડિયા તેમજ જાહેર જનતા માટે પણ તે ખુલ્લા છે.

SD/GP/JD(Release ID: 1713282) Visitor Counter : 178