સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં રસીકરણ કવરેજનો કુલ આંકડો 13 કરોડના સીમાચિહ્નને પાર કરી ગયો

છેલ્લા 24 કલાકમાં રસીના 29 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા

નવા નોંધાયેલા 76% કેસો 10 રાજ્યોમાં

Posted On: 21 APR 2021 12:23PM by PIB Ahmedabad

ભારતમાં ચાલી રહેલી આવેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં દેશમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 13 કરોડના સીમાચિહ્રને પાર કરી ગયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 19,01,413 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 13,01,19,310 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 92,01,728 HCWs પ્રથમ ડોઝ લીધો છે, 58,17,262 HCWs બીજો ડોઝ લીધો છે, 1,15,62,535 FLWs પ્રથમ ડોઝ અને 58,55,821 FLWs બીજો ડોઝ લીધો છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,73,55,942 પ્રથમ ડોઝ, 53,04,679 બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 4,35,25,687 પ્રથમ ડોઝ અને 14,95,656 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

92,01,728

58,17,262

1,15,62,535

58,55,821

4,35,25,687

14,95,656

4,73,55,942

53,04,679

13,01,19,310

 

 

દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 59.25% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00149K8.jpg

 

નીચે આપેલો આલેખ ટોચના 8 રાજ્યોમાં આપવામાં આવેલી રસીની સ્થિતિ પર પ્રકાશ પાડે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0027OOS.jpg

દેશમાં છેલ્લા 24 કલાકમાં 29 લાખથી વધારે લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 95મા દિવસે (20 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 29,90,197 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 42,384 સત્રોનું આયોજન કરીને 19,86,711 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 10,03,486 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 20 એપ્રિલ, 2021 (દિવસ-95)

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

31,011

49,605

1,29,803

1,69,213

11,52,918

1,84,590

6,72,979

6,00,078

19,86,711

10,03,486

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા પોઝિટીવ નોંધાયેલા દર્દીઓની સંખ્યા 2,95,041 છે.

દેશમાં એક દિવસમાં નવા નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 76.32% દર્દીઓ મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાન દસ રાજ્યોમાં રાજ્યોમાંથી છે.

સમગ્ર દેશમાં એક દિવસમાં સૌથી વધુ 62,097 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં નવા 29,574 કેસ જ્યારે દિલ્હીમાં નવા 28,395 કેસ પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0035S9H.jpg

 

નીચેના આલેખમાં દર્શાવ્યા અનુસાર બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0042WVX.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005QV19.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006GLZD.jpg

 

ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ 21,57,538 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 13.82% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,25,561 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળ પાંચ રાજ્યોમાં ભારતના કુલ સક્રિય કેસોમાંથી 60.86% દર્દીઓ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007B108.jpg

 

 

 

ભારતમાં કુલ સાજા થઇ ગયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,32,76,039 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 85.01% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 1,67,457 દર્દીઓ સાજા થયા છે.

 

રાષ્ટ્રીય મૃત્યુદરમાં સતત ઘટાડો થઇ રહ્યો છે અને હાલમાં તે 1.17% સુધી ઘટી ગયો છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કુલ 2,023 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 82.6% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે 519 દર્દીના મૃત્યુ થયા છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં દૈનિક મૃત્યુઆંક 277 નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008ZUQK.jpg

 

નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD/PC

 (Release ID: 1713204) Visitor Counter : 136