સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કુલ રસીકરણનો આંકડો 12.38 કરોડથી વધારે થઇ ગયો
નવા નોંધાયેલા 79% પોઝિટીવ કેસો 10 રાજ્યોમાંથી
રાષ્ટ્રીય મૃત્યુદર વધુ ઘટીને 1.91% થયો
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) વીમા પોલિસીના કોવિડ યોદ્ધાઓના દાવાઓ 24 એપ્રિલ 2021 સુધી ચુકવવામાં આવશે, તે પછી કોવિડ યોદ્ધાઓ માટે નવી વીમા પોલિસી અમલમાં આવશે
Posted On:
19 APR 2021 10:53AM by PIB Ahmedabad
ભારતમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી રસીકરણ કવાયતના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં આપવામાં આવેલા કોવિડ-19 વિરોધી રસીના કુલ ડોઝનો આંકડો આજે 12.38 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 18,37,373 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 12,38,52,566રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 91,36,134 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 57,20,048 HCWsએ બીજો ડોઝ લીધો છે, 1,12,63,909 FLWsએ પ્રથમ ડોઝઅને 55,32,396 FLWsએ બીજો ડોઝ લીધો છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,59,05,265 એ પ્રથમ ડોઝ, 40,90,388 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 4,10,66,462 પ્રથમ ડોઝ અને 11,37,964 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.
HCWs
|
FLWs
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
91,36,134
|
57,20,048
|
1,12,63,909
|
55,32,396
|
4,10,66,462
|
11,37,964
|
4,59,05,265
|
40,90,388
|
12,38,52,566
|
દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 59.42% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીના 12લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 93મા દિવસે (18એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 12,30,007ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 21,905સત્રોનું આયોજન કરીને 9,40,725લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 2,89,282લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 18 એપ્રિલ,2021 (દિવસ-93)
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
8,000
|
11,825
|
30,513
|
22,158
|
5,91,469
|
56,205
|
3,10,743
|
1,99,094
|
9,40,725
|
2,89,282
|
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 2,73,810નોંધાઇ છે.
દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલામાંથી 78.58%દર્દીઓ દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, કેરળ, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
દૈનિક ધોરણે સર્વાધિક નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં 68,631 દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં નવા 30,566 જ્યારે દિલ્હીમાં 25,462 નવા કેસ નોંધાયા છે.

નીચે આપેલા આલેખ અનુસાર વીસ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.





ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 19,29,329સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 12.81%થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,28,013દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
નીચે આપેલો આલેખ ભારતમાં સક્રિય કેસોની સંખ્યામાં થઇ રહેલા ફેરફારનો ચિતાર આપે છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળ આ પાંચ રાજ્યોમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 63.18%દર્દીઓ છે.

ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,29,53,821સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 86.00%નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 1,44,178દર્દીઓ સાજા થયા છે.
રાષ્ટ્રીય મૃત્યુદર સતત ઘટી રહ્યો છે અને હાલમાં 1.91% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,619 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાં 85.11%દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (503) નોંધાયો છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં 170 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.આમાં, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ, નાગાલેન્ડ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.
માર્ચ 2020માં જાહેર કરવામાં આવેલા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP)ની મુદત 24 એપ્રિલ 2021 સુધી લંબાવવામાં આવી છે. કોવિડ-19 સામે લડી રહેલા આરોગ્ય સંભાળકર્મચારીઓને સલામતી પૂરી પાડવાના ઉદ્દેશથી તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેથી કોવિડ-19ના કારણે કોઇપણ ઉભી થતી કોઇપણ વિપરિત સ્થિતિમાં તેમના પરિવારની કાળજી લઇ શકાય. PMGKP અંતર્ગત રૂપિયા 50 લાખનું વીમા કવચ આપવામાં આવે છે. કોવિડના કારણે પોતાનો જીવ ગુમાવનારા કોરોના યોદ્ધાઓના પરિવારજનોને આ યોજનાથી આર્થિક સલામતી ઉપલબ્ધ થઇ શકી છે.
આજદિન સુધીમાં વીમા કંપની દ્વારા આ યોજના અંતર્ગત 287 દાવા માટે ચુકવણી કરવામાં આવી છે. આ યોજનાએ કોવિડ-19 સામે જંગ લડી રહેલા આરોગ્ય કર્મચારીઓનું મનોબળ વધારવામાં ખૂબ જ મહત્વની મનોવૈજ્ઞાનિક ભૂમિકા નિભાવી છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ (PMGKP) વીમા પોલિસી અંતર્ગત કોવિડ યોદ્ધાઓના દાવાઓની ચુકવણી 24 એપ્રિલ 2021 સુધી ચાલુ રાખવામાં આવશે અને ત્યારબાદ કોવિડ યોદ્ધાઓ માટે નવી વીમા પોલિસી અમલમાં આવશે.
****
SD/GP/JD/PC
(Release ID: 1712623)
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam