સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 12 કરોડની નજીક પહોંચ્યો; છેલ્લા 24 કલાકમાં રસીના 30 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા
નવા નોંધાયેલામાંથી 79% પોઝિટીવ કેસ માત્ર 10 રાજ્યોમાં
Posted On:
17 APR 2021 11:36AM by PIB Ahmedabad
દેશમાં ચાલી રહેલી દુનિયાની સૌથી મોટી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા આજે 12 કરોડની નજીક પહોંચી ગઇ છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 17,37,539 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 11,99,37,641 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 91,05,429 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 56,70,818 HCWsએ બીજો ડોઝ લીધો છે, 1,11,44,069 FLWsએ પ્રથમ ડોઝ અને 54,08,572 FLWsએ બીજો ડોઝ લીધો છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 4,49,35,011 એ પ્રથમ ડોઝ, 34,88,257 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 3,92,23,975 પ્રથમ ડોઝ અને 9,61,510 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.
HCWs
|
FLWs
|
45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
91,05,429
|
56,70,818
|
1,11,44,069
|
54,08,572
|
3,92,23,975
|
9,61,510
|
4,49,35,011
|
34,88,257
|
11,99,37,641
|
દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 59.56% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીના 30 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.
કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 91મા દિવસે (16 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 30,04,544 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 37,817 સત્રોનું આયોજન કરીને 22,96,008 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 7,08,536 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 16 એપ્રિલ, 2021 (દિવસ-91)
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
22,432
|
36,184
|
8,50,545
|
2,55,681
|
7,18,862
|
26,375
|
7,04,169
|
3,90,296
|
22,96,008
|
7,08,536
|
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 2,34,692 નોંધાઇ છે.
દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, મધ્યપ્રદેશ, કેરળ, ગુજરાત, તમિલનાડુ અને રાજસ્થાનમાં દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલામાંથી 79.32% દર્દીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
દેશમાં દૈનિક ધોરણે સર્વાધિક નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં 63,729 દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે, ઉત્તરપ્રદેશમાં એક દિવસમાં નવા 27,360 જ્યારે દિલ્હીમાં 19,486 નવા કેસ નોંધાયા છે.
નીચે આપેલા આલેખ અનુસાર સોળ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વૃદ્ધિ થઇ રહી છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ વધીને 16,79,740 સુધી પહોંચી ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 11.56% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 1,09,997 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને કેરળ આ પાંચ રાજ્યોમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 65.02% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના 38.09% સક્રિય કેસોનું ભારણ છે.
ભારતમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 1,26,71,220 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 87.23% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 1,23,354 દર્દીઓ સાજા થયા છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,341 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
દૈનિક ધોરણે નોંધાયેલા મૃત્યુઆંકમાં 85.83% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુઆંક (398) નોંધાયો છે. તે પછીના ક્રમે, દિલ્હીમાં 141 દર્દી એક જ દિવસમાં મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.
નવ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, સિક્કિમ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1712400)
Visitor Counter : 251