પ્રધાનમંત્રીનું કાર્યાલય

રાયસીના મંત્રણા 2021ના ઉદ્ઘાટન સત્રમાં પ્રધાનમંત્રીનું સંબોધન

Posted On: 13 APR 2021 8:33PM by PIB Ahmedabad

મહામહિમ
મિત્રો નમસ્કાર

માનવ ઇતિહાસની એક પરિવર્તનકારી ક્ષણે રાયસીના મંત્રણાના આ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. એક વૈશ્વિક મહામારી ગયા એક વર્ષથી સમગ્ર વિશ્વને પરેશાન કરી રહી છે. આવી છેલ્લી વૈશ્વિક મહામારી એક સદી અગાઉ આવી હતી. માનવતાએ ત્યારથી અત્યાર સુધીમાં ભલે ઘણી સંક્રમક બિમારીનો સામનો કર્યો છે પરંતુ કોવિડ-19 મહામારીનો સામનો કરવા માટે આજે વિશ્વ સંપૂર્ણ રીતે સજ્જ નથી.
આપણા વૈજ્ઞાનિકો, સંશોધકો અને ઉદ્યોગે કેટલાક સવાલોના જવાબ આપ્યા છે.

વાયરસ શું છે?

તે કેવી રીતે ફેલાય છે ?

આપણે તેને ફેલાતા કેવી રીતે અટકાવી શકીએ છીએ ?

આપણે રસી કેવી રીતે બનાવીએ છીએ ?

આપણે એક જ સ્તરે તથા સ્ફૂર્તિ સાથે કેવી રીતે રસી મુકાવીએ ?

આ અને આવા અન્ય સવાલોના ઘણા જવાબો સામે આવ્યા છે અને તેમાં કોઈ શંકા નથી કે ઘણા અન્ય ઉત્તરો પણ હજી આવવાના બાકી છે પરંતુ વૈશ્વિક વિચારકો અને નેતાઓના રૂપમાં આપણે ચોક્કસપણે પોતાની જાતને જ કેટલાક વધુ પ્રશ્નો કરવા જોઇએ.

છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી આપણા સમાજના સૌથી શ્રેષ્ઠ ચિંતકો આ મહામારી સામે લડવા માટે વ્યસ્ત છે. વિશ્વની તમામ સરકારો તમામ કક્ષાએ આ મહામારીને અંકુશમાં લાવવા તથા રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ વાયરસ કેમ આવ્યો ? શું કદાચ આમ એટલા માટે બન્યું કે આર્થિક વિકાસની દોટમાં માનવતાના કલ્યાણ અંગેની ફીકર ઘણી પાછળ રહી ગઈ છે.

શું કદાચ આમ એટલા માટે બન્યું છે કેમ કે હરિફાઈના આ યુગમાં સહયોગ, સહકારની ભાવનાને ભુલાવી દેવામાં આવી છે. આવા સવાલોના જવાબ આપણા વર્તમાન ઇતિહાસમાં શોધી શકાય છે. મિત્રો, પ્રથમ અને દ્વિતિય વિશ્વયુદ્ધની વિનાશકતાએ એક નવી વિશ્વ વ્યવસ્થા બનાવવાની જરૂરિયાત પેદા કરી હતી. દ્વિતિય વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ આગામી કેટલાક દાયકામાં ઘણી વ્યવસ્થાઓ અને સંસ્થાઓની રચના થઈ પરંતુ બે વિશ્વયુદ્ધના પડછાયામાં તેનો ઉદ્દેશ્ય માત્ર એક જ પ્રશ્વનો જવાબ શોધવા સુધી મર્યાદિત રહ્યો છે કે ત્રીજા વિશ્વયુદ્ધને કેવી રીતે રોકી શકાય?

આજે હું તમને કહું છું આ સવાલ જ ખોટો હતો જેને કારણે રોગનુ કારણ સમજ્યા વિના જ એક રોગીના લક્ષણોનો ઇલાજ કરવા માટે તમામ પગલા ભરવામાં આવ્યા અથવા તો તેને અલગ રીતે કહીએ તો તમામ પગલા અગાઉના યુદ્ધને ફરીથી થતું અટકાવવા માટે ભરવામાં આવ્યા હતા. હકીકતમાં ભલે માનવતાએ ત્રીજા વિશ્વ યુદ્ધનો સામનો કર્યો નથી પરંતુ લોકોના જીવનમાં હિંસાનું જોખમ ઘટયું નથી. કેટલાય છદ્મ યુદ્ધો અને અનંત આતંકી હુમલાઓ સાથે હિંસાની દહેશત હંમેશાં રહેતી હોય છે.

તો યોગ્ય સવાલ શું હશે ?

તેમાં સામેલ થઈ શકીએ છીએ.

આપણે પાસે દુકાળ અને ભૂખમરો શા માટે છે ?

આપણી પાસે ગરીબી શા માટે છે ?

અથવા તો વધુ પાયાના સ્તરે....

આપણે આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સહયોગ કેમ કરી શકતા નથી જેનાથી માનવતા સામે જોખમ હોય ?
મને ભરોસો છે કે જો આપણા વિચારો આ મુદ્દા  મુજબ હોત તો ઘણા વિવિધ ઉકેલો મળી આવ્યા હોત.

મિત્રો
હજી પણ મોડું થયું નથી. છેલ્લા સાત દાયકાઓની શરતચૂક અને ભૂલોને ભવિષ્ય અંગે આપણા વિચાર-પ્રક્રિયાઓમાં અવરોધ બનવા દેવાની જરૂર નથી. કોવીડ19 મહામારીએ આપણને વિશ્વ વ્યવસ્થાને નવા સ્વરૂપમાં ઢાળવા, આપણા વિચારોને નવી  રીતે વ્યવસ્થિત કરવાની તક આપી છે. આપણે એવી જોગવાઈ કરવી જોઇએ જે આજની સમસ્યાઓ અને ભવિષ્યના પડકારોનો ઉકેલ લાવે અને આપણને સમગ્ર માનવતા અંગે વિચાર કરવો જોઇએ નહીં કે માત્ર એ લોકો વિશે જેઓ આપણી સરહદોમાં વસે છે. માનવતા સમગ્ર રૂપથી આપણા વિચારો અને પ્રવૃત્તિઓના કેન્દ્રમાં હોવી જોઇએ.

મિત્રો,
આ મહામારી દરમિયાન આપણા પોતાના નમ્ર ઉપાયો આપણા પોતાના મર્યાદિત સાધનોની અંદર રહીને અમે ભારતમાં ઘણા પગલા ભરવાનો પ્રયાસ કર્યો છે. અમે અમારા 1.3 અબજ નાગરિકોને આ મહામારીમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત આ મહામારીનો સામનો કરવા માટે અન્ય લોકોના પ્રયાસોમાં પણ સહકાર આપવાનો પ્રયાસ કર્યો છે. આપણા પડોશીઓને પણ આ સંકટનો સામનો કરવા માટે સમન્વિત ક્ષેત્રીય પ્રતિક્રિયાને પણ પ્રોત્સાહિત કરી છે. ગયા વર્ષે અમે 150થી વધારે દેશોને દવાઓ અને સુરક્ષાત્મક સાધનો પૂરા પાડ્યા છે. અમે સારી રીતે સમજીએ છીએ કે માનવ જાતિ આ મહામારીને ત્યાં સુધી હરાવી શકશે નહીં જ્યાં સુધી આપણે તેના માટે તમામ સ્થાને, તમામ પ્રકારના મતભેદો ભૂલીને સામે આવીશું નહીં. આ જ કારણ છે કે આ વર્ષે તમામ અવરોધો હોવા છતાં આપણે 80થી વધુ દેશોને વેક્સિન પૂરી પાડી છે. અમે જાણીએ છીએ કે પુરવઠો ઘણો ઓછો છે. અમે જાણીએ છીએ કે માંગ ઘણી વધારે છે. અમે એ પણ જાણીએ છીએ કે સમગ્ર માનવ જાતિનું રસીકરણ થવામાં લાંબો સમય નીકળી જશે. પરંતુ તેની સાથે સાથે અમે એ પણ જાણીએ છીએ કે આશા-અપેક્ષાનું મહત્વ છે. આ સૌથી અમીર દેશોના નાગરિકો માટે પણ જેટલું મહત્વ ધરાવે છે તેટલું જ મહત્વ નબળા દેશોના નાગરિકો માટે પણ મહત્વ ધરાવે છે. અને તેથી જ આ મહામારી સામેની લડતમાં સમગ્ર માનવજાત માટે અમારા અનુભવો, વિશેષજ્ઞતા અને અમારા સાધનો ઉપલબ્ધ કરાવવાનુ જારી રાખીશું.

મિત્રો
જેવી રીતે આ વર્ષે રાયસીના મંત્રણામાં આપણે વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા જોડાયા છીએ તે રીતે હું તમને માનવ કેન્દ્રિત દૃષ્ટિકોણ માટે એક મજબૂત અવાજના રૂપમાં આગળ આવવાની અપીલ કરું છું. જેવી રીતે અન્ય મુદ્દામાં આપણે પ્લાન-એ અને પ્લાન-બી રાખવાની આદત હોઈ શકે છે પરંતુ અહીં અન્ય પૃથ્વી-બી નથી માત્ર એક જ પૃથ્વી છે અને તેથી જ આપણે એ યાદ રાખવું જોઇએ કે આપણે આપણી ભાવિ પેઢી માટે આ ગ્રહના માત્ર ટ્રસ્ટી છીએ.

હું તમને એ વિચાર સાથે છોડીને જઇશ અને આગામી કેટલાક દિવસોમાં અત્યંત ઉપયોગી ચર્ચા માટે તમને શુભેચ્છા પાઠવું છું. મારી વાત પૂરી કરતાં પહેલાં, હું એ તમામ આદરણીય વ્યક્તિઓનો આભાર માનું છું જે આ ચર્ચા-વિચારણામાં ભાગ લઈ રહ્યા છે. હું મંત્રણાના આ સત્રમાં વિશેષ ઉપસ્થિતિ માટે મહામહીમ, રવાન્ડાના રાષ્ટ્રપતિ અને ડેનમાર્કના પ્રધાનમંત્રીનો ખાસ આભાર માનું છું.  હું મારા મિત્ર ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને યુરોપિયન યુનિયનના ચેરમેનનો આભાર માનવા માગું છું જેઓ આ મંત્રણામાં પાછળથી સામેલ થનારા છે.
અંતમાં અન્ય તમામ લોકોની માફક મહત્વપૂર્ણ... તમામ આયોજકો પ્રત્યે હું આભાર પ્રગટ કરું છું અને હાર્દિક શુભકામના પાઠવું છું. તેમણે તમામ પડકાર છતાં આ વર્ષની રાયસીના મંત્રણા આયોજિત કરવા માટે શાનદાર કામ કર્યું છે.

ધન્યવાદ, તમારા તમામનો ખૂભ ખૂબ આભાર

SD/GP/JD
 



(Release ID: 1711698) Visitor Counter : 216