પ્રધાનમંત્રીનું કાર્યાલય
રાયસીના સંવાદ - 2021
Posted On:
13 APR 2021 10:25PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વર્ચ્યુઅલ ફોર્મેટમાં રાયસીના સંવાદના ઉદ્ઘાટન સત્રમાં વીડિયો સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે મુખ્ય અતિથિઓ રવાન્ડાના રાષ્ટ્રપતિ મહામહિમ પૉલ કાગામે અને ડેન્માર્કના પ્રધાનમંત્રી મહામહિમ મેટ્ટ ફ્રેડરિક્સેન પણ ઉપસ્થિત હતાં.
વિદેશ મંત્રાલય અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંયુક્તપણે આયોજિત પ્રતિષ્ઠિત રાયસીના સંવાદની છઠ્ઠી એડિશન 13થી 16 એપ્રિલ, 2021 સુધી વર્ચ્યુઅલ ફોર્મેટમાં યોજાશે. વર્ષ 2021ની એડિશન માટેની થીમ "#ViralWorld: Outbreaks, Outliers and Out of Control” છે.
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે, રાયસીના સંવાદની ચાલુ વર્ષની એડિશન કોવિડ-19 રોગચાળાની પૃષ્ઠભૂમિમાં માનવ ઇતિહાસમાં એક પરિવર્તનકારક ક્ષણે યોજાઈ રહી છે, જેણે એક વર્ષથી વધારે સમયથી સમગ્ર દુનિયામાં મોટા પાયે જાનહાનિ અને વિનાશ વેર્યો છે. પ્રધાનમંત્રીએ વર્તમાન સંદર્ભમાં કેટલાંક મહત્વપૂર્ણ અને પ્રસ્તુત પ્રશ્રો પર આત્મમંથન કરવા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓએ પોતાને અનુકૂળ બનાવવી પડશે, જેથી અર્તભૂત કારણોનું સમાધાન થાય, નહીં કે ફક્ત લક્ષણો કે ચિહ્નોનું. તેમણે આપણી વૈચારિક પ્રક્રિયા અને કામગીરીના કેન્દ્રમાં માનવજાતને રાખવાની તથા વર્તમાન સમસ્યાઓની સાથે ભવિષ્યના પડકારોનું સમાધાન કરે એવી વ્યવસ્થાઓ ઊભી કરવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ ભારતના સ્થાનિક અને અન્ય દેશોને સહાય સ્વરૂપે આંતરરાષ્ટ્રીય એમ બંને પ્રકારના પ્રયાસો વિશે પણ વિગતવાર વાત કરી હતી. તેમણે રોગચાળાના વિવિધ પડકારોને સફળતાપૂર્વક ઝીલવા સહિયારા પ્રયાસો કરવા અપીલ કરી હતી તેમજ પુનઃપુષ્ટિ કરી હતી કે, ભારત વિશ્વના હિત માટે પોતાની પૂરી ક્ષમતા સાથે કામ કરશે.
SD/GP/JD
(Release ID: 1711686)
Visitor Counter : 283
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam