પ્રધાનમંત્રીનું કાર્યાલય

‘ટીકા ઉત્સવ’ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સંદેશ

Posted On: 11 APR 2021 12:15PM by PIB Ahmedabad

મારા પ્યારા દેશવાસીઓ,

આજે 11મી એપ્રિલ એટલે કે જ્યોતિબા ફૂલે જયંતી સાથે આપણે દેશવાસોઓ ‘ટીકા ઉત્સવ’નો પ્રારંભ કરી રહ્યા છીએ. આ ‘ટીકા ઉત્સવ’ 14મી એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી સુધી જારી રહેશે.

આ ઉત્સવ એક રીતે તો કોરોનાની વિરુદ્ધમાં બીજા સૌથી મોટો જંગનો પ્રારંભ છે. તેમાં આપણે અંગત સ્વચ્છતાની સાથે સામાજિક સ્વચ્છતા પર પણ ખાસ ભાર મૂકવાનો છે. 
આપણે ચાર મુદ્દા યાદ રાખવી જરૂરી છે.

દરેક વ્યક્તિ વેક્સિનથી સજ્જ હોવી જોઇએ એટલે કે  જે લોકો નિરક્ષર છે, વયસ્ક છે અને જાતે જઇને રસી મુકાવી શકતા નથી તેમની મદદ કરવી જોઇએ.

બીજી વાત, દરેક-દરેકની સારવાર કરે એટલે કે જે લોકો પાસે પર્યાપ્ત સાધન નથી, જેમને કોરોના વિશેની માહિતી નથી તેમને કોરોનાની સારવારમાં સહાય કરો.

દરેક વ્યકિત અન્યનું રક્ષણ કરે. એટલે કે જાતે માસ્ક પહેરું અને મારી જાતની રક્ષા કરું તથા અન્યને પણ બચાવું આ બાબત પર ભાર મૂકવાનો છે.

અને ચોથી તથા સૌથી અગત્યની વાત. કોઇને કોરોના થયો હોય તેવા સંજોગોમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની રચના કરવાની આગેવાની સમાજ જાતે જ લે. જ્યાં કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ આવ્યો હોય ત્યાં પરિવારના લોકો, સમાજના લોકો માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન બનાવી દે
ભારત જેવા અતિ ગીચ વસતિ ધરાવતા દેશમાં કોરોના સામેની લડતનો એક મહત્વપૂર્ણ ઉપાય માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ છે.


એક પણ પોઝિટિવ કેસ આવવા પર આપણા તમામનું જાગૃત રહેવું અને અન્ય લોકોના પરિક્ષણ કરાવવા અત્યંત જરૂરી છે.

આ સાથે જે લોકો રસી લેવાને લાયક છે તેમને જ રસી મળે તેવા તમામ પ્રયાસ સમાજ અને વહીવટીતંત્રએ પણ કરવાના છે.

એક પણ વેક્સિનનો બગાડ થાય નહીં તે બાબતની ખાતરી કરાવવાની છે. આપણે ઝીરો વેક્સિન બગાડ તરફ આગળ ધપવાનું છે.

આ દરમિયાન આપણે દેશની વેક્સિનેશનની ક્ષમતાનો મહત્તમ ઉપયોગ થાય તે દિશામાં આગળ ધપવાનું છે. આપણી ક્ષમતા વધારવાનો આ એક માત્ર ઉપાય છે.

આપણી સફળતા એ બાબત પર નિર્ભર રહેશે કે આપણા લોકોમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પ્રત્યે કેટલી જાગરૂકતા છે.

આપણી સફળતા એ બાબત પર પણ આધારિત રહેશે કે જરૂર ન હોય તો આપણે ઘરની બહાર નીકળીએ નહીં.

આપણી સફળતા એ બાબત પર આધારિત રહેશે કે જે રસી મુકાવવાના અધિકારી છે તેમને રસી મળે.
આપણી સફળતા એ બાબત પર પણ આધારિત છે કે આપણે માસ્ક પહેરવા તથા અન્ય નિયમોનું કેવી રીતે પાલન કરીએ છીએ.

સાથીઓ,
આ ચાર દિશામાં વ્યક્તિગત સ્તરે, સામાજિક સ્તરે તથા પ્રશાસનના સ્તરે આપણે પોતપોતાના લક્ષ્યાંક નક્કી કરીએ અને તેનો હાંસલ કરવાનો સંપૂર્ણ પ્રયાસ કરીએ.
મને ભરોસો છે કે આ પ્રકારની જનભાગીદારીથી, જાગૃત રહીને, આપણી જવાબદારી અદા કરીને આપણે ફરી એક વાર કોરોનાને અંકુશમાં લેવામાં સફળ રહીશું.

યાદ રાખો ‘દવાઈ ભી, કડાઈ ભી’.

ધન્યવાદ
આપનો,
નરેન્દ્ર મોદી

 

SD/GP/JD


(Release ID: 1711136) Visitor Counter : 283