પ્રધાનમંત્રીનું કાર્યાલય

ભારત-નેધરલેન્ડ વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીનું સંબોધન

Posted On: 09 APR 2021 7:32PM by PIB Ahmedabad

મહામહિમ,

નમસ્કાર અને તમારા વિચારો માટે ખૂબ ધન્યવાદ.

તમારા નેતૃત્વમાં તમારા પક્ષનો સતત ચોથી વાર વિજય થયો છે. આ બદલ મેં ટ્વિટર પર તરત તમને અભિનંદન આપ્યા હતા, પણ આજે વર્ચ્યુઅલ માધ્યમથી મળ્યાં છો તો હું તમને ફરી એક વાર અભિનંદન આપું છું અને શુભકામનાઓ પાઠવું છું.

મહામહિમ,

આપણા બંને દેશોનો સંબંધ લોકશાહી અને કાયદાના શાસન જેવા સહિયારા મૂલ્યો પર આધારિત છે. આબોહવામાં પરિવર્તન, આતંકવાદ, રોગચાળો જેવા આંતરરાષ્ટ્રીય પડકારો પર આપણો અભિગમ એકસરખો છે. ભારત-પ્રશાંત વિસ્તારમાં પુરવઠાની મજબૂત સાંકળ અને આંતરરાષ્ટ્રીય ડિજિટલ શાસન જેવા નવા ક્ષેત્રોમાં આપણી વચ્ચે સમન્વય સ્થાપિત થઈ રહ્યો છે. અત્યારે આપણે આપણી જળ પર વ્યૂહાત્મક ભાગીદારી સાથે આપણા સંબંધોમાં એક નવું પાસું ઉમેરીશું. રોકાણને પ્રોત્સાહન આપવા માટે ફાસ્ટ ટ્રેક મિકેનિઝમની સ્થાપના પણ આપણા મજબૂત આર્થિક સાથસહકારના સંબંધોને નવી ગતિ આપશે. મને વિશ્વાસ છે કે, કોવિડ પછીના સમયગાળામાં અનેક નવી તકો ઊભી થશે, જેમાં આપણા જેવા સમાન વિચારસરણી ધરાવતા દેશ પરસ્પર સહયોગ વધારી શકે છે.


મહામહિમ,

વર્ષ 2019માં નેધરલેન્ડ્સના રાજા અને રાણીના ભારત પ્રવાસથી ભારત અને નેધરલેન્ડ્સના સંબંધોમાં નવી ઊર્જા આવી છે. મને વિશ્વાસ છે કે, આજે આપણા વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં તેમને વધુ ગતિ મળશે.

મહામહિમ,

હું ભારતીય મૂળના લોકોના વિષયમાં તમે જે કહ્યું, એ વાત સાચી છે કે, સંપૂર્ણ યુરોપમાં ભારતીય મૂળના લોકો મોટી સંખ્યામાં પથરાયેલા છે, પણ આ કોરાના કટોકટીના સમયગાળામાં, આ રોગચાળામાં તમે ભારતીય મૂળના લોકોને સંભાળ્યા, જે રીતે તેમની ચિંતાને દૂર કરી એ બદલ હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું અને COP-26ના સમયથી કે અમારા કે અમારી જ્યારે યુરોપિયન યુનિયનની સાથે ભારત-યુરોપિયન યુનિયન શિખર સંમેલન થશે, એ સમયે પણ આપણને ઘણાં વિષયો પર ચર્ચા કરવાની તક મળશે.

SD/GP/JD



(Release ID: 1710872) Visitor Counter : 168