સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશમાં રસીકરણ કવાયત અંતર્ગત આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો 9.80 કરોડથી વધુ થઇ ગયો જેમાં 34 લાખથી વધુ ડોઝ છેલ્લા 24 કલાકમાં આપ્યા


ભારતમાં સતત દૈનિક ધોરણે સરેરાશ સર્વાધિક ડોઝ આપવામાં આવી રહ્યાં છે

10 રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સંખ્યામાં સતત વધારો

ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 45.65% દર્દીઓ 10 જિલ્લામાં

Posted On: 10 APR 2021 11:56AM by PIB Ahmedabad

ભારતમાં ચાલી રહેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં આપવામાં આવેલો કુલ ડોઝનો આંકડો આજે 9.80 કરોડથી વધારે થઇ ગયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 14,75,410 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 9,80,75,160 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 89,88,373 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 54,79,821 HCWsએ બીજો ડોઝ લીધો છે, 98,67,330 FLWs (પથમ ડોઝ) અને 46,59,035 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 3,86,53,105 એ પ્રથમ ડોઝ, 15,90,388 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 2,82,55,044 પ્રથમ ડોઝ અને 5,82,064 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

 

89,88,373

54,79,821

98,67,330

46,59,035

2,82,55,044

5,82,064

3,86,53,105

15,90,388

9,80,75,160

 

દેશમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60.62% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RS7F.jpg

દેશમાં છેલ્લા 24 કલાકમાં રસીના 34 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 84મા દિવસે (9 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 34,15,055 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 46,207 સત્રોનું આયોજન કરીને 30,06,037 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 4,09,018 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 9 એપ્રિલ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષની ઉંમરના લાભાર્થી

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

11,975

29,051

53,152

1,11,697

19,79,517

54,504

9,61,393

2,13,766

30,06,037

4,09,018

 

દૈનિક ધોરણે આપવામાં આવતા ડોઝના સંદર્ભમાં ભારત સમગ્ર દુનિયામાં દૈનિક ધોરણે રસીના સરેરાશ 38,93,288 આપીને સતત સૌથી ટોચનું સ્થાન જાળવી શક્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002S9WH.jpg

 

ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળી રહ્યું છે અને છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 1,45,384 નોંધાઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003T7V5.jpg

દસ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં દરરોજ કોવિડના નવા કેસોમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. એક દિવસમાં નવા નોંધાયેલા કુલ કેસોમાંથી 82.82% દર્દીઓ આ દસ રાજ્યોમાંથી છે.

દેશમાં એક દિવસમાં સૌથી વધુ 58,993 નવા દર્દીઓ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, છત્તીસગઢમાં એક દિવસમાં નવા 11,447 જ્યારે ઉત્તરપ્રદેશમાં નવા 9,587 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004UFR7.jpg

 

ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ હવે 10,46,631 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો હવે 7.93% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 67,023 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને કેરળ આ પાંચ રાજ્યોમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 72.23% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં જ દેશના 51.23% સક્રિય કેસોનું ભારણ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00564OJ.jpg


દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 45.65% દર્દીઓ દસ રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006TB41.jpg

 

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો આજે વધીને 1,19,90,859 સુધી પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 90.80% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 77,567 દર્દીઓ સાજા થયા છે.

દૈનિક ધોરણે નવા નોંધાતા મૃત્યુઆંકમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કુલ 794 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007AD2I.jpg

 

નવા નોંધાયેલા દૈનિક મૃત્યુઆંકમાંથી 86.78% દર્દીઓ દસ રાજ્યોમાં છે. મહારાષ્ટ્રમાં મહત્તમ મૃત્યુ (301) નોંધાયા છે. છત્તીસગઢમાં એક દિવસમાં વધુ 91 દર્દીના મૃત્યુ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0087KU5.jpg

 

બાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ, મણીપુર, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.

 

 


(Release ID: 1710838) Visitor Counter : 254