સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

છેલ્લા 24 કલાકમાં 33 લાખથી વધુ ડોઝ સાથે દેશમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 8.7 કરોડ કરતાં વધારે થઇ ગયો


USને પાછળ રાખીને ભારત સમગ્ર દુનિયામાં સૌથી ઝડપથી રસીકરણ કરનારો દેશ બન્યો

8 રાજ્યોમાં દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોની સંખ્યામાં સતત વધારો

દેશમાં કોવિડ-19ના કેસો વધી રહ્યાં હોય તેવા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પર કેન્દ્રની નજર અને તેમની સાથે નીકટતાપૂર્વક કામ કરી રહ્યું છે

Posted On: 07 APR 2021 11:46AM by PIB Ahmedabad

દેશમાં ચાલી રહેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત કુલ રસીકરણ કવરેજનો આંકડો આજે 8.70 કરોડથી વધારે થઇ ગયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 13,32,130 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 8,70,77,474 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 89,63,724 HCWsએ પ્રથમ ડોઝ લીધો છે, 53,94,913 HCWsએ બીજો ડોઝ લીધો છે, 97,36,629 FLWs (પથમ ડોઝ) અને 43,12,826 FLWs (બીજો ડોઝ) છે, તેમજ 60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થીઓમાં 3,53,75,953 એ પ્રથમ ડોઝ, 10,00,787 એ બીજો ડોઝ અને 45 વર્ષથી 60 વર્ષની વચ્ચેના લાભાર્થીઓમાં 2,18,60,709 પ્રથમ ડોઝ અને 4,31,933 બીજો ડોઝ લેનારા લાભાર્થીઓ સામેલ છે.

 

HCWs

FLWs

45 વર્ષથી વધુ

60 વર્ષથી વધુ

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

89,63,724

53,94,913

97,36,629

43,12,826

2,18,60,709

4,31,933

3,53,75,953

10,00,787

8,70,77,474

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 33 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા છે.

દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતના 81મા દિવસે (6 એપ્રિલ 2021ના રોજ) રસીના કુલ 33,37,601 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 41,396 સત્રોનું આયોજન કરીને 30,08,087 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 3,29,514 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 6 એપ્રિલ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષ

60 વર્ષથી વધુ

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

3,254

21,899

17,568

1,07,050

19,70,693

39,424

10,16,572

1,61,141

30,08,087

3,29,514

 

એક મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે, ભારત અમેરિકાને પાછળ રાખીને સમગ્ર દુનિયામાં સૌથી ઝડપથી રસીકરણ કરનારો દેશ બની ગયો છે જેમાં દૈનિક ધોરણે રસીના સરેરાશ 30,93,861 ડોઝ આપવામાં આવ્યા છે.

 

ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા પોઝિટીવ દર્દીઓની સંખ્યા 1,15,736 છે.

આઠ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તરપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, તમિલનાડુ અને કેરળમાં કોવિડના દૈનિક ધોરણે નવા નોંધાતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. એક દિવસમાં નવા નોંધાયેલામાંથી 80.70% દર્દીઓ આ આઠ રાજ્યોમાંથી છે.

માત્ર મહારાષ્ટ્રમાં જ એક દિવસમાં સૌથી વધુ 55,469 નવા દર્દીઓ સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે છત્તીસગઢમાં વધુ 9,921 જ્યારે કર્ણાટકમાં વધુ 6,150 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EW7N.jpg

 

નીચે આપેલા આલેખ દર્શાવે છે કે, બાર રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિ થઇ રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003PUTV.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0040L6W.jpg

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0057R8L.jpg

 

દૈનિક પોઝિટીવિટીના આલેખમાં પણ સતત વૃદ્ધિ નોંધાઇ રહી છે અને હાલમાં તે 8.40% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006XR33.jpg

 

ભારતમાં હાલમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 8,43,473 સુધી પહોંચી ગયું છે. કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા 6.59% છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 55,250 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોમાંથી 74.5% દર્દીઓ મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ અને ઉત્તરપ્રદેશમાં છે. દેશભરમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 56.17% દર્દીઓ માત્ર મહારાષ્ટ્રમાં છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0071YAU.jpg

 

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો અને ખાસ કરીને જ્યાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં ઘણો વધારો થઇ રહ્યો છે અને સક્રિય કેસોનું ભારણ પણ ઘણું વધારે છે તેમની સાથે કેન્દ્ર સક્રિયપણે જોડાણમાં છે. દેશમાં કોવિડ-19 મહામારી અને રસીકરણ કવાયતની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે 4 એપ્રિલ 2021ના રોજ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. હર્ષવર્ધનની અધ્યક્ષતામાં ગઇકાલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દૈનિક ધોરણે નવા કેસો વધી રહ્યાં છે તેમજ કોવિડના કારણે ઘણો વધારે મૃત્યુઆંક નોંધાઇ રહ્યો છે તેવા 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ની સ્થિતિ અને રસીકરણ કવાયતની સમીક્ષા કરવામાં આવી હતી. કેબિનેટ સચિવની અધ્યક્ષતામાં શુક્રવારે (2 એપ્રિલ 2021ના રોજ) તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવો, પોલીસ મહાનિદેશકો અને આરોગ્ય સચિવો સાથે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને છેલ્લા બે અઠવાડિયામાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં તીવ્ર ઉછાળો અને કોવિડ-19ના કારણે મોટો મૃત્યુઆંક નોંધાઇ રહ્યો હોય તેવા 11 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય સચિવ દ્વારા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સચિવો સાથે નિયમિત ધોરણે સમીક્ષા બેઠકોનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર દ્વારા મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં 50 ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી રહી છે જેથી રાજ્યો દ્વારા કોવિડના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે લેવામાં આવતા પગલાંમાં મદદરૂપ થઇ શકે. આ ટીમો 3-5 દિવસ સુધી તે રાજ્યોમાં રહેશે. ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,17,92,135 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 92.11% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 59,856 દર્દીઓ સાજા થયા છે.

નીચે આપેલો આલેખ દેશમાં સક્રિય કેસો અને સાજા થયેલા કેસોની સંખ્યાનો ચિતાર આપે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00871UX.jpg

દેશમાં કોવિડ-19ની બદલાતી સ્થિતિ નીચે આપેલા આલેખમાં પ્રસ્તૂત કરવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009G2TN.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 630 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા દૈનિક મૃત્યુઆંકમાં 84.44% દર્દીઓ આઠ રાજ્યોમાંથી છે. એક દિવસમાં વધુ 297 દર્દીના મૃત્યુ સાથે મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક નોંધાયો છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં 61 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0102YVH.jpg

 

દર્દીઓના મૃત્યુદરમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે અને હાલમાં તે 1.30% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image011DJBT.jpg

 

અગિયાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ઓડિશા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, મેઘાલય, સિક્કિમ, મણીપુર, લક્ષદ્વીપ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD

 

 



(Release ID: 1710056) Visitor Counter : 261