સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 36.7 લાખથી વધારે રસીના ડોઝ આપીને અત્યાર સુધીમાં દૈનિક ધોરણે સર્વાધિક ડોઝ નોંધાયા
રસીકરણ કવાયત અંતર્ગત દેશમાં કુલ 6.87 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, કેરળ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દૈનિક ધોરણે કેસોની સંખ્યામાં તીવ્ર વૃદ્ધિ
Posted On:
02 APR 2021 12:07PM by PIB Ahmedabad
ભારતમાં રસીકરણ કવાયત અંતર્ગત એક દિવસમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રસીના ડોઝ આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત થયું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 36.7 લાખથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં ચાલી રહેલી રસીકરણ કવાયત અંતર્ગત 76મા દિવસે (1 એપ્રિલ 2021) રસીના કુલ 36,71,242 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 51,215 સત્રોનું આયોજન કરીને 33,65,597 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 3,05,645 લાભાર્થીએ રસીનો બીજો ડોઝ પ્રાપ્ત કર્યો હતો.
તારીખ: 1 એપ્રિલ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
45,976
|
33,860
|
1,78,850
|
1,51,838
|
19,46,948
|
21,552
|
11,93,823
|
98,395
|
33,65,597
|
3,05,645
|
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં 11,37,456 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 6.87 કરોડથી વધારે (6,87,89,138) રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 83,06,269 HCWs (પ્રથમ ડોઝ), 52,84,564 HCWs (બીજો ડોઝ), 93,53,021 FLWs (પથમ ડોઝ) અને 40,97,634 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના ચોક્કસ સહ-બીમારી ધરાવતા હોય તેવા 97,83,615 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 39,401 લાભાર્થી (બીજો ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 3,17,05,893 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 2,18,741 લાભાર્થી (બીજો ડોઝ) સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
83,06,269
|
52,84,564
|
93,53,021
|
40,97,634
|
97,83,615
|
39,401
|
3,17,05,893
|
2,18,741
|
6,87,89,138
|
અત્યાર સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 59.58% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. ભારતમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 9.48% ડોઝ માત્ર મહારાષ્ટ્રમાં જ આપવામાં આવ્યા છે.

આઠ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, પંજાબ, તમિલનાડુ, કેરળ, દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં દૈનિક ધોરણે નોંધાતા કોવિડ-19ના નવા કેસોની સંખ્યામાં તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં એક દિવસમાં નવા નોંધાયેલા કેસોમાંથી 81.25% દર્દીઓ આ આઠ રાજ્યોમાં જ સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં નવા 81,466 કેસ પોઝિટીવ નોંધાયા હોવાની પુષ્ટિ થઇ છે.
દૈનિક ધોરણે સર્વાધિક સંખ્યામાં નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં વધુ 43,183 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારપછીના ક્રમે 4,617 કેસ સાથે છત્તીસગઢ જ્યારે 4,234 નવા કેસ સાથે કર્ણાટક છે.

નીચે આલેખમાં દર્શાવ્યા પ્રમાણે, દસ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા સતત વૃદ્ધિનું વલણ દર્શાવી રહી છે.


ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 6,14,696 સુધી પહોંચ્યું છે. દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હવે 5% છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં સક્રિય કેસોના ભારણમાં 30,641 દર્દીઓનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે.
દેશના કુલ સક્રિય કેસોમાંથી 77.91% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ અને પંજાબમાં હોવાનું નોંધાયું છે. દેશમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી લગભગ 60% (59.84%) દદીઓ માત્ર મહારાષ્ટ્રમાં હોવાનું નોંધાયું છે.

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,15,25,039 સુધી પહોંચી છે. સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર 93.68% છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં વધુ 50,356 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 469 દર્દીઓનાં મૃત્યુ નોંધાયા છે.
દૈનિક મૃત્યુઆંકમાંથી 83.16% દર્દીઓ છ રાજ્યોમાંથી મૃત્યુ પામ્યા છે. સૌથી વધુ મૃત્યુઆંક (249) મહારાષ્ટ્રમાં નોંધાયો છે. ત્યારપછીના ક્રમે, પંજાબમાં દૈનિક ધોરણે 58 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

દેશમાં બાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે દર્દીનું મૃત્યુ થયું હોય તેવો કોઇ કિસ્સો નોંધાયો નથી. આમાં ઓડિશા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, લક્ષદ્વીપ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1709181)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam