સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દૈનિક કેસોમાંથી 80% દર્દીઓ સાથે મહારાષ્ટ્ર, પંજાબ, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં સતત નવા કેસોમાં વૃદ્ધિ
ભારત 5.8 કરોડથી વધુ રસીકરણ કવરેજ સાથે દુનિયામાં બીજા ક્રમે
મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં રસીના કુલ 50 લાખથી વધારે ડોઝ આપવામાં આવ્યા
Posted On:
27 MAR 2021 11:19AM by PIB Ahmedabad
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશ આ છ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. એક દિવસમાં નવા નોંધાયેલા 79.57% કેસો આ છ રાજ્યોમાંથી છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 62,258 દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે દેશમાં સૌથી વધુ 36,902 દર્દી સંક્રમિત થયા છે. તે પછીના ક્રમે પંજાબમાં એક દિવસમાં વધુ 3,122 જ્યારે છત્તીસગઢમાં વધુ 2,665 કેસ નોંધાયા છે.
અહીં રેખાંકિત કર્યા અનુસાર 10 રાજ્યોમાં દૈનિક નવા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.
ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 4,52,647 નોંધાઇ છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા દેશમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી 3.8% છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા કેસોની સંખ્યા વધવાથી કુલ સક્રિય કેસોમાં 31,581 દર્દીનો ચોખ્ખો ઉમેરો નોંધાયો છે.
મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબમાં દેશના કુલ સક્રિય કેસોમાંથી 73% દર્દીઓ છે.
બીજી તરફ, ભારતમાં કુલ રસીકરણના કવરેજનો આંકડો 5.8 કરોડથી વધારે થઇ ગયો છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના અહેવાલ અનુસાર અત્યાર સુધીમાં 9,45,168 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 5.81 કરોડ (5,81,09,773)થી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 80,96,687 HCWs (પ્રથમ ડોઝ), 51,44,011 HCWs (બીજો ડોઝ), 87,52,566 FLWs (પથમ ડોઝ) અને 35,39,144 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 61,72,032 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,64,05,333 લાભાર્થી સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
80,96,687
|
51,44,011
|
87,52,566
|
35,39,144
|
61,72,032
|
2,64,05,333
|
5,81,09,773
|
કુલ આપવામાં આવેલા રસીના ડોઝની સંખ્યા મામલે ભારત સમગ્ર દુનિયામાં બીજા ક્રમે છે (25 માર્ચ 2021ની સ્થિતિ અનુસાર).
નીચે આપેલો આલેખ ભારત અને અન્ય દેશોમાં રસીકરણ કવાયતની ગતિની સરખામણી દર્શાવે છે.
.
આજદિન સુધીમાં ભારતમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 60% ડોઝ આઠ રાજ્યોમાં આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને ગુજરાત આ દરેક રાજ્યોમાં રસીના કુલ ડોઝની સંખ્યા 50 લાખનો આંકડો ઓળંગી ગઇ છે.
ભારતમાં રસીકરણ કવાયતના 70મા દિવસે (26 માર્ચ 2021) રસીના કુલ 26,05,333 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 43,281 સત્રોનું આયોજન કરીને 24,25,146 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 1,80,187 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ:26 માર્ચ, 2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
62,140
|
39,613
|
1,52,585
|
1,40,574
|
5,72,260
|
16,38,161
|
24,25,146
|
1,80,187
|
દૈનિક ધોરણે આપવામાં આવતા ડોઝની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,12,95,023 સુધી પહોંચી છે. સાજા થવાનો રાષ્ટ્રીય સરેરાશ દર 94.84% નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં 30,386 દર્દીઓ સાજા થઇ ગયા છે.
દેશભરમાં એક દિવસમાં સૌથી વધુ 17,019 દર્દીઓ મહારાષ્ટ્રમાં સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 291 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 75.6% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સર્વાધિક મૃત્યુઆંક (112) નોંધાયો છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં 59 દર્દીનાં મૃત્યુ થયા છે.
14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં, આસામ, ઓડિશા, પુડુચેરી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લક્ષદ્વીપ, મણીપુર, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1708017)
Visitor Counter : 299