સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં કુલ રસીકરણ કવરેજ 5 કરોડ ડોઝના આંકડાને ઓળંગી ગયું


છેલ્લા 24 કલાકમાં રસીના 23 લાખ ડોઝ આપવામાં આવ્યા

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાતમાં દૈનિક ધોરણે નવા કેસોમાં તીવ્ર વધારો

Posted On: 24 MAR 2021 11:04AM by PIB Ahmedabad

ભારતે વૈશ્વિક મહામારી સામેની જંગમાં નોંધનીય સીમાચિહ્નરૂપ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત અત્યાર સુધીમાં આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો 5 કરોડથી વધારે થઇ ગયો છે.

દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત, આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 8,23,046 સત્રોનું આયોજન કરીને કુલ 5,08,41,286 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

આમાં 79,17,521 HCWs (પ્રથમ ડોઝ), 50,20,695 HCWs (બીજો ડોઝ), 83,62,065 FLWs (પથમ ડોઝ) અને 30,88,639 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 47,01,894 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2,17,50,472 લાભાર્થી સામેલ છે.

 

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

79,17,521

50,20,695

83,62,065

30,88,639

47,01,894

2,17,50,472

5,08,41,286

 

દેશમાં રસીકરણ કવાયતના 67મા દિવસે (23 માર્ચ 2021) રસીના કુલ 23,46,692 ડોઝ આપવામાં આવ્યા હતા.

આમાંથી, કુલ 21,00,799 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 2,45,893 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 23 માર્ચ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

57,942

60,731

1,19,938

1,85,162

4,03,584

15,19,335

21,00,799

2,45,893

 

આજદિન સુધીમાં રસીના આપવામાં આવેલા કુલ ડોઝમાંથી 60% લાભાર્થીઓ આઠ રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001M40D.jpg

 

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, છત્તીસગઢ અને ગુજરાત આ પાંચ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં વધારો નોંધાઇ રહ્યો છે. નવા નોંધાયેલા 77.44% કેસ આ રાજ્યોમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધું 47,262 દર્દીઓ સંક્રમિત થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસોમાંથી 81.65% દર્દીઓ છ રાજ્યોમાં હોવાનું ધ્યાનમાં આવ્યું છે. દેશભરમાં સૌથી વધુ દૈનિક વધારો મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યાં નવા 28,699 કેસ પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં વધુ 2,254 અને કર્ણાટકમાં નવા 2,010 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YUA2.jpg

 

આઠ રાજ્યોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ (4.11%)ની સરખામણીએ વધારે નોંધાયો છે. સૌથી અગ્રેસર મહારાષ્ટ્રમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર 20.53% નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003G52L.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 3,68,457 નોંધાયું છે જે દેશમાં કુલ પોઝિટીવ કેસોમાંથી 3.14% છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 23,080 દર્દીનો ચોખ્ખો વધારો નોંધાયો છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,12,05,160 નોંધાઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 95.49% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 23,907 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 275 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 83.27% દર્દીઓ છ રાજ્યોમાંથી હતા. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુઆંક (132) નોંધાયો છે. ત્યારબાદ, પંજાબમાં છેલ્લા 24 કલાકમાં વધુ 53 જ્યારે છત્તીસગઢમાં વધુ 20 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0042TAY.jpg

 

બાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં ઓડિશા, લક્ષદ્વીપ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, મિઝોરમ, સિક્કિમ, ત્રિપુરા, આંદામાન અને નિકોબારના ટાપુઓ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ છે.

SD/GP/JD


(Release ID: 1707179) Visitor Counter : 272