સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મહારાષ્ટ્ર, પંજાબ, ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક અને તમિલનાડુમાં દૈનિક ધોરણે નવા કેસોમાં વધારો નોંધાઇ રહ્યો છે; દૈનિક ધોરણે નોંધાયેલા 81% કેસ આ રાજ્યોમાં


કોવિડ-19 વિરોધી રસીના આપેલા ડોઝની સંખ્યા 5 કરોડની નજીક પહોંચી

છેલ્લા 24 કલાકમાં 32,53,095 જેટલી વિક્રમી સંખ્યામાં રસીના ડોઝ આપ્યા

Posted On: 23 MAR 2021 11:40AM by PIB Ahmedabad

મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત, છત્તીસગઢ અને તમિલનાડુ આ છ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં સતત મોટો વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસમાંથી 80.90% દર્દીઓ (40,715) આ રાજ્યોમાંથી છે.

મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસો નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 24,645 (60.53%) કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં એક દિવસમાં વધુ 2,299 જ્યારે ગુજરાતમાં વધુ 1,640 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001QZJO.jpg

 

અહીં દર્શાવેલા 10 રાજ્યોમાં, દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસોમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહેલું જોવા મળે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002TUHA.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0036YE8.jpg

 

ભારતમાં ફેબ્રુઆરીના મધ્યમાં સક્રિય કેસોની સંખ્યા સૌથી નીચલા સ્તરે પહોંચ્યા પછી હાલમાં કોવિડના કુલ સક્રિય કેસોનું ભારણ ફરી વધી રહ્યું છે. આજે આ આંકડો 3.45 લાખ (3,45,377) સુધી પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 10,731 કેસોનો ચોખ્ખો વધારો નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0042JW2.jpg

 

મહારાષ્ટ્ર, કેરળ અને પંજાબ આ ત્રણ રાજ્યોમાં જ દેશના કુલ સક્રિય કેસોમાંથી 75.15% દર્દીઓ છે. માત્ર મહારાષ્ટ્રમાં દેશના 62.71% સક્રિય કેસોની સંખ્યા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005H9SN.jpg

 

નીચે આપેલો આલેખ ભારતમાં કોવિડ-19ના કેસોની સંખ્યા બેગણી થવાના સમયનો ચિતાર આપે છે.

1 માર્ચ 2021 રોજ સંખ્યા બમણી થવાનો સમય 504.4થી ઘટીને 23 માર્ચ 2021ના રોજ 202.3 નોંધાયો હતો.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006OLVE.jpg

દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન અંતર્ગત, આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 7,84,612 સત્રોનું આયોજન કરીને કુલ 4.8 કરોડથી વધારે (4,84,94,594) લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. આજે પ્રથમ ડોઝ લેનારા લાભાર્થીઓની સંખ્યા 4 કરોડથી વધારે (4,06,31,153) થઇ ગઇ છે.

આમાં 78,59,579 HCWs (પ્રથમ ડોઝ), 49,59,964 HCWs (બીજો ડોઝ), 82,42,127 FLWs (પથમ ડોઝ) અને 29,03,477 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 42,98,310 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 2 કરોડથી (2,02,31,137) વધારે લાભાર્થી સામેલ છે.

 

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

 

કુલ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

78,59,579

49,59,964

82,42,127

29,03,477

42,98,310

2,02,31,137

4,84,94,594

 

દેશમાં રસીકરણ કવાયતના 66મા દિવસે (22 માર્ચ 2021) રસીના કુલ 32 લાખથી વધારે (32,53,095) ડોઝ આપવામાં આવ્યા હતા. આમાંથી, કુલ 48,345 સત્રોનું આયોજન કરીને 29,03,030 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 3,50,065 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

 

તારીખ: 22 માર્ચ, 2021

HCWs

FLWs

45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી

60 વર્ષથી ઉપરના લાભાર્થી

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

 

69,929

73,804

1,42,159

2,76,261

5,59,930

21,31,012

29,03,030

3,50,065

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,11,81,253 નોંધાઇ છે. સરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 95.67% છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 29,785 દર્દીઓ સાજા થયા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 199 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 80.4% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્ર અને પંજાબ પ્રત્યેકામાં વધુ 58 દર્દીના મૃત્યુ નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળ અને છત્તીસગઢ પ્રત્યેકમાં વધુ 12 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00727TL.jpg

 

દેશમાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ગોવા, ઉત્તરાખંડ, ઓડિશા, લક્ષદ્વીપ, સિક્કિમ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મેઘાલય, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેન્ડ છે.

SD/GP/JD


(Release ID: 1706849) Visitor Counter : 289