સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દેશમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા 80%થી વધારે કેસ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં
રસીકરણ કવાયત અંતર્ગત દેશભરમાં 4.5 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા
કુલ મૃત્યુદર ઘટીને 1.37% નોંધાયો
Posted On:
22 MAR 2021 11:12AM by PIB Ahmedabad
મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં દૈનિક ધોરણે કોવિડના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા 80.5% નવા કેસો માત્ર આ રાજ્યોમાં જ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં કુલ 46,951 નવા કેસ નોંધાયા છે જેમાંથી 84.49% કેસ છ રાજ્યો એટલે કે, મહારાષ્ટ્ર, પંજાબ, કેરળ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં છે.
દેશભરમાં દૈનિક ધોરણે સર્વાધિક નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં એક દિવસમાં વધુ 30,535 (65.03%) દર્દીઓ સંક્રમિત થયા છે. ત્યાર પછીના ક્રમે, પંજાબમાં વધુ 2,644 જ્યારે કેરળમાં વધુ 1,875 નવા દર્દીઓ નોંધાયા છે.
નીચે રેખાંકિત કર્યા પ્રમાણે આઠ રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડ-19ના નવા નોંધાતા કેસોની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ જોવા મળ્યું છે.
નીચે આપેલા આલેખ જેના પર સૌથી વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેવા આઠ રાજ્યોમાં કુલ પરીક્ષણોની સંખ્યા અને સંબંધિત એકંદરે પોઝિટીવિટી દરનો ચિતાર આપે છે.
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 3,34,646 નોંધાયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોની સંખ્યામાંથી આ આંકડો હવે 2.87% થયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોવિડના સક્રિય કેસોના ભારણમાં 25,559 કેસનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
દૈનિક પોઝિટીવિટી દર (7- દિવસની સરેરાશ) હાલમાં 3.70% છે.
આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ વધારે છે.
બીજી તરફ, ભારતમાં રસીકરણ કવાયત અંતર્ગત આજદિન સુધીમાં કુલ આપવામાં આવેલા ડોઝની સંખ્યા 4.5 કરોડનો આંકડો ઓળંગી ગઇ છે.
આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલો પ્રમાણે દેશમાં આજદિન સુધીમાં કુલ 7,33,597 સત્રોનું આયોજન કરીને રસીના 4.50 કરોડથી વધારે (4,50,65,998) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 77,86,205 HCWs (પ્રથમ ડોઝ), 48,81,954 HCWs (બીજો ડોઝ), 80,95,711 FLWs (પથમ ડોઝ) અને 26,09,742 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 37,21,455 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,79,70,931 લાભાર્થી સામેલ છે.
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
77,86,205
|
48,81,954
|
80,95,711
|
26,09,742
|
37,21,455
|
1,79,70,931
|
4,50,65,998
|
દેશમાં રસીકરણ કવાયત અંતર્ગત 65મા દિવસે (21 માર્ચ 2021) રસીના કુલ 4,62,157 ડોઝ આપવામાં આવ્યા હતા. રવિવારને અનુલક્ષીને, ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રસીકરણ સત્રોનું આયોજન કરવામાં આવ્યું નહોતું.
રવિવારે આપવામાં આવેલા ડોઝમાંથી, કુલ 8,459 સત્રોનું આયોજન કરીને 4,49,115 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 13,042 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
તારીખ: 21 માર્ચ,2021
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
6,220
|
4,598
|
11,400
|
8,444
|
87,982
|
3,43,513
|
4,49,115
|
13,042
|
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,11,51,468 નોંધાઇ છે. સરેરાશ રાષ્ટ્રીય સાજા થવાનો દર 95.75% છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 21,180 દર્દીઓ સાજા થયા છે.
બીજી તરફ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 212 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 85.85% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. વધુ 99 દર્દીઓના મૃત્યુ સાથે દેશભરમાં સર્વાધિક મૃત્યુઆંક મહારાષ્ટ્રમાં નોંધાયો છે. ત્યારપછીના ક્રમે, પંજાબમાં વધુ 44 જ્યારે કેરળમાં વધુ 13 દર્દીઓ છેલ્લા 24 કલાકમાં મૃત્યુ પામ્યા છે.
દેશમાં સરેરાશ મૃત્યુદર હાલમાં 1.37% અને તેમાં સતત ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.
દેશમાં 14 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં આંધ્રપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, મેઘાલય, મણીપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(Release ID: 1706558)
Visitor Counter : 260
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam