સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 77.7% દર્દીઓ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાં
કોવિડ-19ની રસીના 4.4 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
છેલ્લા 24 કલાકમાં રસીના 25 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા
प्रविष्टि तिथि:
21 MAR 2021 12:09PM by PIB Ahmedabad
દેશમાં કેટલાક રાજ્યોમાં દૈનિક ધોરણે કોવિડના નવા કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ નવા કેસોમાંથી 77.7% દર્દીઓ મહારાષ્ટ્ર, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને મધ્યપ્રદેશમાંથી નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે 43,846 કેસ નોંધાયા છે.
નવા નોંધાયેલા 83.14% કેસ 6 રાજ્યોમાંથી છે.
મહારાષ્ટ્રમાં સતત દૈનિક ધોરણે સર્વાધિક સંખ્યામાં નવા કેસ નોંધાઇ રહ્યાં છે જ્યાં વધુ 27,126 કેસ એક દિવસમાં નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં વધુ 2,578 જ્યારે કેરળમાં વધુ 2,078 કેસ પોઝિટીવ નોંધાયા છે.

નીચે આપેલા આલેખ આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19ના સ્થિતિ અને સૌથી વધુ નવા કેસ નોંધાઇ રહેલા ટોચના પાંચ જિલ્લાનો ચિતાર આપે છે.








આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર કુલ 7,25,138 સત્રોનું આયોજન કરીને દેશમાં 4.4 કરોડથી વધારે (4,46,03,841) ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 77,79,985 HCWs (પ્રથમ ડોઝ), 48,77,356 HCW (બીજો ડોઝ), 80,84,311 FLWs (પથમ ડોઝ) અને 26,01,298 FLWs (બીજો ડોઝ) તેમજ 45 વર્ષથી ઉપરની ઉંમરના સહ-બીમારી ધરાવતા હોય તેવા 36,33,473 લાભાર્થી (પ્રથમ ડોઝ) અને 60 વર્ષથી વધુ ઉંમરના 1,76,27,418 લાભાર્થી સામેલ છે.
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
|
77,79,985
|
48,77,356
|
80,84,311
|
26,01,298
|
36,33,473
|
1,76,27,418
|
4,46,03,841
|
દેશમાં રસીકરણ કવાયતના 64મા દિવસે (20 માર્ચ 2021) રસીના 25 લાખથી વધારે (25,40,449) ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, કુલ 38,669 સત્રોનું આયોજન કરીને 22,83,157 લાભાર્થીને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) જ્યારે 2,57,292 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.
|
તારીખ: 20 માર્ચ, 2021
|
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ આપવામાં આવેલા ડોઝ
|
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
|
|
73,146
|
73,071
|
1,26,705
|
1,84,221
|
4,09,861
|
16,73,445
|
22,83,157
|
2,57,292
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે 3.09 લાખ (3,09,087) નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોની સંખ્યામાં 20,693 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
બીજી તરફ, ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1,11,30,288 નોંધાઇ છે. રાષ્ટ્રીય સરેરાશ સાજા થવાનો દર 95.96% નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 22,956 દર્દી સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 197 દર્દી મૃત્યુ પામ્યા છે.
નવા મૃત્યુઆંકમાંથી 86.8% દર્દી છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સર્વાધિક મૃત્યુ (92) નોંધાયા છે. ત્યારબાદ, પંજાબમાં દૈનિક ધોરણે વધુ 38 અને કેરળમાં 15 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

દેશમાં સત્તર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે દર્દીનું મૃત્યુ થયું હોય તેવો એકપણ કિસ્સો નોંધાયો નથી. આમાં, રાજસ્થાન, આસામ, ગોવા, ઉત્તરાખંડ, ઓડિશા, ઝારખંડ, લક્ષદ્વીપ, સિક્કિમ, પુડુચેરી, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, નાગાલેન્ડ, ત્રિપુરા, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મિઝોરમ, આંદામાન અન નિકોબારના ટાપુઓ તેમજ અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1706412)
आगंतुक पटल : 271
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam