મંત્રીમંડળ
હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ બંધ કરવા મંત્રીમંડળની મંજૂરી
Posted On:
16 MAR 2021 3:57PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેન્દ્ર સરકારની મંત્રીમંડળની બેઠકમાં હેન્ડીક્રાફ્ટ એન્ડ હેન્ડલૂમ એક્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ (એચએસઈસી) બંધ કરવા મંજૂરી અપાઈ છે. આ કોર્પોરેશન ભારત સરકારનું સાહસ છે અને કાપડ મંત્રાલયના વહિવટી નિયંત્રણ હેઠળ કામ કરે છે.
આ કોર્પોરેશનમાં 59 કાયમી કર્મચારીઓ અને 6 મેનેજમેન્ટ તાલિમાર્થીઓ સેવા આપી રહ્યા છે. આ કોર્પોરેશનમાં કામ કરતા તમામ કાયમી કર્મચારીઓ અને મેનેજમેન્ટ તાલિમાર્થીઓ ને જાહેર સાહસોના વિભાગ દ્વારા નક્કી કરાયેલા ધોરણો મુજબ સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ) ના લાભ લેવાની તક મળશે.
આ મંજૂરીના કારણે સરકારી તિજોરીને માંદા સીપીએસઈ, કે જે કાર્યરત નથી અને જેના કારણે કોઈ આવક થતી નથી તેના માટે થતા વેતન/ પગાર ફરી ફરી થતા ખર્ચમાં ઘટાડો થશે.
આ કોર્પોરેશન નાણાકિય વર્ષ 2015-16થી સતત ખોટ કરી રહ્યું હતું અને તેના રોજબરોજના ખર્ચાઓને પહોંચી વળાય તે પૂરતી પણ આવક થતી ન હતી. તેને બેઠું કરવાનો કોઈ અવકાશ નહીં હોવાથી કંપનીને બંધ કરી દેવાની જરૂર ઉભી થઈ છે.
****
SD/GP/DK
(Release ID: 1705190)
Visitor Counter : 210
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam