પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ ગોતાબયા રાજપક્ષે વચ્ચે ટેલિફોનિક સંવાદ થયો

प्रविष्टि तिथि: 13 MAR 2021 3:22PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ફોન પર શ્રીલંકાના રાષ્ટ્રપતિ મહામહિમ ગોતાબયા રાજપક્ષે સાથે વાતચીત કરી.

નેતાઓએ સામયિક ઘટનાક્રમ અને દ્વિપક્ષીય તેમજ બહુપક્ષીય મંચો પર બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગની સમીક્ષા કરી હતી. તેઓ સંબંધિત અધિકારીઓ વચ્ચે નિયમિત સંપર્ક જાળવી રાખવા માટે સહમત થયા, જેમાં હાલના કોવિડ-19 જેવા પડકારો પણ સામેલ છે.

પ્રધાનમંત્રી શ્રીએ ભારતની પડોશી પ્રથમની નીતિ અંતર્ગત શ્રીલંકાના મહત્વનો પુનરોચ્ચાર કર્યો હતો.


(रिलीज़ आईडी: 1704579) आगंतुक पटल : 366
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada