સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
સમગ્ર દેશમાં રસીના કુલ 2.4 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા
છેલ્લા 24 કલાકમાં 13.5 લાખથી વધારે લોકોને રસી આપવામાં આવી
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુમાં દૈનિક ધોરણે સતત મોટી સંખ્યામાં કોવિડના નવા કેસો નોંધાઇ રહ્યાં છે
प्रविष्टि तिथि:
10 MAR 2021 12:09PM by PIB Ahmedabad
સમગ્ર દેશમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આજે સવારે 7 વાગ્યે પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલ અનુસાર કુલ 3,39,145 રસીકરણ સત્રોનું આયોજન કરીને રસીના કુલ 2.43 કરોડથી વધારે (2,43,67,906) ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં 71,30,098 HCW (પ્રથમ ડોઝ), 38,90,257 HCW (બીજો ડોઝ), 69,36,480 FLW (પ્રથમ ડોઝ) અને 4,73,422 (બીજો ડોઝ), તેમજ 45 વર્ષથી વધુ ઉંમરના હોય અને સહ-બીમારી ધરાવતા હોય તેવા 8,33,526 લાભાર્થીને પ્રથમ ડોઝ અને 60 વર્ષથી વધુ ઉંમરના 51,04,123 લાભાર્થીને રસીનો ડોઝ આપવામાં આવ્યો છે.
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ
|
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
|
71,30,098
|
38,90,257
|
69,36,480
|
4,73,422
|
8,33,526
|
51,04,123
|
2,43,67,906
|
રસીકરણ કવાયતના 53મા દિવસે (9 માર્ચ 2021) સમગ્ર દેશમાં રસીના 13.5 લાખથી વધારે (13,59,173) ડોઝ આપવામાં આવ્યા છે. આ માટે 52,351 સત્રોનું આયોજન કરીને, 10,60,944ને પ્રથમ ડોઝ (HCWs અને FLWs) તેમજ 2,98,229 HCWs અને FLWsને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.
|
તારીખ: 9 માર્ચ, 2021
|
|
HCWs
|
FLWs
|
45 થી <60 વર્ષના સહબીમારી ધરાવતા લાભાર્થી
|
60 વર્ષથી ઉપરના લાભાર્થી
|
કુલ ડોઝ
|
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
|
55,088
|
1,50,779
|
1,44,161
|
1,47,450
|
1,31,717
|
7,29,978
|
10,60,944
|
2,98,229
|
મહારાષ્ટ્ર, કેરળ, પંજાબ, કર્ણાટક, ગુજરાત અને તમિલનાડુ આ છ રાજ્યોમાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં ઘણી વૃદ્ધિ નોંધાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં દૈનિક ધોરણે કોવિડ-19ના નવા 17,921 કેસો નોંધાયા છે.
નવા નોંધાયેલા 83.76% કેસ ઉપરોક્ત ઉલ્લેખ કરેલા છ રાજ્યોમાં જ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સર્વાધિક 9,927 નવા કેસ પોઝિટીવ નોંધાયા છે. તે પછી, કેરળમાં નવા 2,316 અને પંજાબમાં નવા 1,027 કેસ નોંધાયા છે.

આઠ રાજ્યો એવા છે જ્યાં દૈનિક ધોરણે વૃદ્ધિનો આંકડો સતત ઉર્ધ્વ દિશામાં વધતો જોવા મળે છે.


ભારતમાં આજે કુલ સક્રિય કેસોનું ભારણ 1.84 લાખ (1,84,598) નોંધાયું છે.
નીચે દર્શાવેલો આલેખ 17 જાન્યુઆરી 2021થી 10 માર્ચ 2021 દરમિયાન દૈનિક ધોરણે સક્રિય કેસોની સંખ્યામાં થયેલો તફાવત દર્શાવે છે.

કોવિડના નમૂનાઓના દૈનિક ધોરણે થઇ રહેલા પરીક્ષણની સંખ્યામાં સતત વૃદ્ધિનું વલણ નોંધાઇ રહ્યું છે. ભારતમાં કુલ પરીક્ષણોનો આંકડો 22 કરોડથી વધારે (22,34,79,877) થઇ ગયો છે.

હાલમાં દૈનિક ધોરણે પોઝિટીવિટીનો દર 2.43% છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 133 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 77.44% દર્દીઓ પાંચ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં દૈનિક ધોરણે સૌથી વધુ મૃત્યુ (56) નોંધાયા છે. તે પછીના ક્રમે, પંજાબમાં દૈનિક ધોરણે 20 જ્યારે કેરળમાં 16 દર્દીનાં મૃત્યુ નોંધાયા છે.

ઓગણીસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.
આમાં રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ચંદીગઢ, ઓડિશા, ઉત્તરાખંડ, ઝારખંડ, બિહાર, પુડુચેરી, લક્ષદ્વીપ, સિક્કિમ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, મેઘાલય, નાગાલેન્ડ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, ત્રિપુરા, મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ અને અરુણાચલ પ્રદેશ છે.
SD/GP/JD
(रिलीज़ आईडी: 1703718)
आगंतुक पटल : 301