પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહિલા દિવસ નિમિત્તે મહિલા ઉદ્યોગસાહસિકોના ઉત્પાદનો ખરીદ્યા

Posted On: 08 MAR 2021 2:00PM by PIB Ahmedabad

આજે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિવિધ મહિલા સ્વ સહાય સમૂહો તેમજ મહિલા ઉદ્યોગસાહસિકો પાસેથી તેના ઉત્પાદનો ખરીદ્યા હતા. મહિલા ઉદ્યોગસાહસિકો અને આત્મનિર્ભર ભારતને વેગ આપવાનો તેમનો આ પ્રયાસ છે.

આત્મનિર્ભરતા માટે ભારતના જુસ્સામાં મહિલાઓની ભૂમિકા વિશે વાત કરતા શ્રી મોદીએ ટ્વીટ કરી હતી કે, “આત્મનિર્ભર બનાવાની ભારતની લાગણીમાં મહિલાઓ મોખરાની ભૂમિકા નિભાવી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચાલો સૌ સાથે મળીને મહિલાઓમાં ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ થઇએ.

આજે, મેં મહિલા ઉદ્યોગસાહસિકતા, સર્જનાત્મકતા અને ભારતની સંસ્કૃતિની ઉજવણી કરવા માટે કેટલીક વસ્તુઓ ખરીદી છે. #NariShakti”

 

 

 

 

તમિલનાડુમાં ટોડા આદિવાસી સમુદાયની મહિલા કારીગરોએ તૈયાર કરેલા ભરત ભરેલી હાથ બનાવટની શાલની ખરીદી વિશે તેમણે જણાવ્યું હતું કે, “તમિલનાડુમાં ટોડા આદિવાસી સમૂહની મહિલાઓએ હાથ ભરતથી તૈયાર કરેલી ઉત્કૃષ્ટ શાલ ખૂબ અદભૂત દેખાય છે.

આવી એક શાલ મેં ખરીદી છે. ઉત્પાદનનું માર્કેટિંગ આદિવાસી ભારત દ્વારા કરવામાં આવે છે. #NariShakti”

 

 

 

 

હાથ બનાવટના ગોન્ડ કાગળ ચિત્રો વિશે તેમણે ટ્વીટ કરી હતી કે, “મારી આસપાસના માહોલમાં વધુ રંગો ઉમેરી રહ્યો છું!

આદિવાસી સમુદાયની કળા ખૂબ આકર્ષક છે. હાથ બનાવટના ગોન્ડ કાગળ ચિત્રો રંગો અને સર્જનાત્મકતાને સંમિલિત કરે છે.

આજે ચિત્ર ખરીદ્યું. #NariShakti”

 

 

 

 

પ્રધાનમંત્રીએ નાગાલેન્ડની પરંપરાગત શાલની પણ ખરીદી કરી હતી. તેમણે ટ્વીટ કરી હતી કે, “ભારત નાગા સંસ્કૃતિનું ગૌરવ લે છે જેને શૌર્ય, કરુણા અને સર્જનાત્મકતાની સમાનાર્થી માનવામાં આવે છે.

નાગાલેન્ડમાંથી એક પરંપરાગત શાલની ખરીદી કરી. #NariShakti”

 

 

 

 

મધુબની ચિત્રકામ કરેલા ખાદી સુતરાઉના મફલરની તેમણે કરેલી ખરીદી અંગે પણ પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી હતી કે,

ખાદી મહાત્મા ગાંધી અને ભારતના ભવ્ય ઇતિહાસ સાથે ખૂબ નીકટતાથી જોડાયેલી છે. આજે મધુબની ચિત્રકામ વાળું ખાદી સુતરાઉનું એક મફલર ખરીદ્યું. શ્રેષ્ઠ ગુણવત્તાનું ઉત્પાદન છે અને આપણા નાગરિકોની સર્જનાત્મકતા સાથે નીકટતાથી જોડાયેલું છે. #NariShakti”

 

 

 

પશ્ચિમ બંગાળમાં હાથ બનાવટનું શણમાંથી બનાવેલું ફાઇલ ફોલ્ડર ખરીદી શ્રી મોદીએ ટ્વીટ કરી હતી કે, “હું ચોક્કસપણે પશ્ચિમ બંગાળમાં શણમાંથી હાથ બનાવટથી તૈયાર કરવામાં આવેલા ફાઇલ ફોલ્ડરનો ઉપયોગ કરીશ.

પશ્ચિમ બંગાળના રાજ્યના આદિવાસી સમુદાયના લોકોએ તૈયાર કરેલા શણના ઉત્પાદનો અવશ્યપણે તમારા ઘરમાં હોવા જોઇએ! #NariShakti”

 

 

 

 

પ્રધાનમંત્રીએ આસામના કાકટીપાપુંગ વિકાસ તાલુકાની સ્વ સહાય સમૂહની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ખેસની પણ ખરીદી કરી હતી.

તેમણે ટ્વીટ કરી હતી કે, “તમે મને ઘણી વખત ખેસ પહેરેલો જોયો હશે. તે ખૂબ આરામદાયક હોય છે. આજે, મેં કાકટીપાપુંગ વિકાસ તાલુકાના વિવિધ સ્વ સહાય સમૂહની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ખેસની ખરીદી કરી છે. #NariShakti”

 

 

 

 

શ્રી મોદીએ કેરળમાં મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી પરંપરાગત તાડની કારીગરીની વસ્તુ નિલાવિલાક્કુની ખરીદી વિશે ટ્વીટ કરી હતી.

તેમણે લખ્યું હતું કે, “કેરળની મહિલાઓએ તૈયાર કરેલી પરંપરાગત તાડની કારીગરીની વસ્તુ નિલાવિલાક્કુની હું આતુરતાપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યો છુ. આપણી #NariShakti કેવી રીતે સ્થાનિક કારીગરીની વસ્તુઓ અને ઉત્પાદનોને જાળવી રાખી અને લોકપ્રિય બનાવી છે તે બાબત ખરેખર પ્રશંસનીય છે.”

 

 

SD/GP/JD



(Release ID: 1703199) Visitor Counter : 226