સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય સચિવ અને રસી એડમિનિસ્ટ્રેશન (Co-WIN)ના અધિકાર પ્રાપ્ત સમૂહના ચેરમેનની અધ્યક્ષતામાં ઉંમર અનુસાર યોગ્ય કોવિડ રસીકરણ માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે બેઠક યોજાઇ
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને Co-WIN 2.0ની વિશેષતાઓ સમજાવવામાં આવી
ખાનગી હોસ્પિટલોને કોવિડ રસીકરણ કેન્દ્રો તરીકે અમલમાં મૂકવાની પ્રક્રિયા સમજાવવામાં આવી
સંભવિત લાભાર્થીઓની આગોતરી સ્વ-નોંધણી, સ્થળ પર નોંધણી અને સુવિધાપ્રાપ્ત સમૂહ નોંધણી વિશે સમજાવવામાં આવ્યું
Posted On:
26 FEB 2021 3:15PM by PIB Ahmedabad
કેન્દ્રીય આરોગ્ય સચિવ શ્રી રાજેશ ભૂષણ અને રસી એડમિનિસ્ટ્રેશન (Co-WIN)ના અધિકાર પ્રાપ્ત સમૂહના ચેરમેન તેમજ કોવિડ-19 રસી એડમિનિસ્ટ્રેશન (NEGVAC)ના રાષ્ટ્રીય નિષ્ણાત સમૂહના સભ્ય ડૉ. આર. એસ. શર્માની અધ્યક્ષતામાં આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સચિવો અને MD (NHM) સાથે ઉંમર અનુસાર યોગ્ય કોવિડ રસીકરણ બાબતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવામાં આવી હતી.
દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ કવાયત 16 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવી છે. હવે 1 માર્ચ 2021થી તેમાં નીચે ઉલ્લેખ કરેલા ઉંમર અનુસાર સમૂહોમાં ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે:
i) 60 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકો અને
ii) ચોક્કસ સહ બીમારી ધરાવતા હોય તેવા 45થી 59 વર્ષની વચ્ચેની ઉંમરના નાગરિકો
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ડિજિટલ પ્લેટફોર્મ CO-Winના સંસ્કરણ 2.0ની મૂળભૂત વિશેષતાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું હતું જે એક વસ્તી વ્યાપક સૉફ્ટવેર છે અને કેટલાક હજાર લોકોની એન્ટ્રીની પ્રક્રિયા કરવાની ક્ષમતા ધરાવે છે. ઉંમર અનુસાર યોગ્ય સમૂહોના રસીકરણના નવા તબક્કાની મદદથી દેશમાં કોવિડ વિરોધી રસીકરણ કવાયતમાં અનેકગણો વધારો કરવામાં આવશે. લોક-કેન્દ્રિત અભિગમ સાથે, આ તબક્કામાં મૂળભૂત પરિવર્તન એ છે કે, લોકોને ઉંમરના સમૂહ પ્રમાણે ઓળખી કાઢવામાં આવ્યા છે, તેમજ જેઓ આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળમાં સેવા આપતા કર્મચારીઓ છે અને રસીકરણ કવાયતના વર્તમાન તબક્કામાં બાકી રહી ગયા છે તેઓ તેમની પસંદગીના રસીકરણ કેન્દ્રો પસંદ કરી શકે છે. બીજું, ખાનગી હોસ્પિટલોને કોવિડ રસીકરણ કેન્દ્રો તરીકે સામેલ કરવામાં આવશે જેથી રસીકરણની ક્ષમતાઓમાં વિસ્તરણ કરવા માટે તેમની સંભાવનાઓનો ઉપયોગ કરી શકાય.
એવું ટાંકવામાં આવ્યું હતું કે, તમામ કોવિડ રસીકરણ કેન્દ્રો (CVC) અવશ્યપણ નીચે દર્શાવ્યા અનુસાર આરોગ્ય સુવિધાઓ હોય:
(i) સરકારી આરોગ્ય સુવિધાઓ જેમ કે, SHCs, PHCs, CHC, આયુષમાન ભારત આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો, પેટા વિભાગ હોસ્પિટલો, જિલ્લા હોસ્પિલો અને મેડિકલ કોલેજ હોસ્પિટલો.
(ii) તમામ ખાનગી હોસ્પિટલો કે જેઓ કેન્દ્રીય સરકારી આરોગ્ય યોજના (CGHS), આયુષમાન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PM JAY) અને તેની સમક્ષ અન્ય રાજ્ય આરોગ્ય વીમા યોજનાઓ અંતર્ગત પેનલમાં સમાવિષ્ટ હોય.
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યું હતું કે, ખાનગી આરોગ્ય સુવિધાઓને કોવિડ રસીકરણ કેન્દ્રો તરીકે ઉપયોગમાં લેવા માટે તેમની પાસે ફરજિયાતપણે નીચે દર્શાવેલી સુવિધાઓ ઉપલબ્ધ હોય તેવું સુનિશ્ચિત કરે:
(i) તેમની પાસે અવશ્યપણે રસીકરણની પ્રક્રિયા માટે પૂરતી જગ્યા હોવી જોઇએ જેની વિગતો મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી વ્યાપક SOPમાં આપવામાં આવેલી છે;
(ii) તેમની પાસે અવશ્યપણે મૂળભૂત કોલ્ડ ચેઇન ઉપકરણો હોવા જોઇએ જેથી રસીની શીશીઓનો ત્યાં સંગ્રહ થઇ શકે;
(iii) તેમની પાસે અવશ્યપણે રસીકરણ માટે તેમની પોતાની ટીમ અને સ્ટાફ પૂરતા પ્રમાણમાં હોવા જોઇએ;
(iv) તેમની પાસે અવશ્યપણે કોઇપણ AEFI કિસ્સાના વ્યવસ્થાપન માટે પૂરતા પ્રમાણમાં સુવિધા હોવી જોઇએ.
તમામ લાભાર્થીઓને ઍક્સેસના મોડને ધ્યાનમાં લીધા વગર, અવશ્યપણે સલાહ આપવામાં આવે કે તેઓ નીચે ઉલ્લેખ કરેલામાંથી કોઇપણ એક ફોટો ID દસ્તાવેજ પોતાની સાથે લઇને આવે:
• આધાર કાર્ડ
• ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ (EPIC)
• જો ઑનલાઇન નોંધણી કરાવી હોય તો નોંધણીના સમયે ઉલ્લેખ કર્યો હોય તે ફોટો ID કાર્ડ (જો આધાર અથવા EPIC ના હોય તો)
• 45થી 59 વર્ષની વચ્ચેની ઉંમરના હોય તેવા નાગરિકો માટે સહ બીમારીનું પ્રમાણપત્ર (નોંધણીકૃત મેડિકલ પ્રેક્ટિશનરની સહી સાથે)
• HCW અને FLW માટે રોજગારી પ્રમાણપત્ર/ સત્તાવાર ઓળખ કાર્ડ – (કોઇપણ હોય પરંતુ ફોટો અને જન્મતારીખ સાથે)
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોંધણીની સરળ કરવામાં આવેલી પ્રક્રિયાનું વર્ણન કરવામાં આવ્યું હતું જે ત્રણ પ્રકારે થઇ શકશે:
(i) આગોતરી સ્વ-નોંધણી:
લાભાર્થીઓ CO-Win 2.0 પોર્ટ ડાઉનલોડ કરીને અને અન્ય IT એપ્લિકેશન જેમ કે, આરોગ્ય સેતુ વગેરે દ્વારા અગાઉથી જાતે નોંધણી કરાવી શકશે. આમાં કોવિડ રસીકરણ કેન્દ્ર (CVC) તરીકે સેવા આપતી સરકારી અને ખાનગી હોસ્પિટલોની વિગતો ઉપલબ્ધ શિડ્યૂલની તારીખ અને સમય સાથે બતાવવામાં આવશે. લાભાર્થી તેની/તેણીની પસંદગીના CVC પસંદ કરી શકશે અને રસીકરણ માટે પોતાની એપોઇન્ટમેન્ટનું બુકિંગ કરાવી શકશે.
(ii) સ્થળ પર નોંધણી:
સ્થળ પર નોંધણીની સુવિધાનો ઉપયોગ એવા લોકો કરી શકશે જેઓ આગોતરી સ્વ-નોંધણી કરાવવા માટે સમર્થ નથી. તેઓ ઓળખી કાઢવામાં આવેલા કોવિડ રસીકરણ કેન્દ્ર પર જઇને પોતાની સાથે સ્થળ પર નોંધણી કરાવી શકે છે અને રસી લઇ શકે છે.
(iii) સુવિધાપ્રાપ્ત સમૂહ નોંધણી:
આ વ્યવસ્થાતંત્ર અંતર્ગત, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા સક્રિયતાપૂર્ણ નેતૃત્ત્વ સંભાળવામાં આવશે. કોવિડ રસીકરણ માટે ચોક્કસ તારીખ (તારીખો) નક્કી કરવામાં આવશે જ્યાં સંભવિત લાભાર્થીઓના સમૂહને લક્ષિત કરવામાં આવશે અને તેમનું રસીકરણ કરવામાં આવશે. રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય સત્તામંડળો ખાતરી કરશે કે લક્ષિત સમૂહોને સક્રિયપણે ગતિશીલ કરવામાં આવે અને તેમને રસીકરણ કેન્દ્રો પર લાવવામાં આવે. ASHAs, ANMs, પંચાયતીરાજ પ્રતિનિધિઓ અને મહિલા સ્વ સહાય સમૂહો (SHG)ની મદદથી આવા લક્ષિત સમૂહોને કેન્દ્રો સુધી લાવવાની કામગીરી કરવામાં આવશે.
ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલી તમામ ત્રણેય રીતોમાં, તમામ લાભાર્થીઓને Co-WIN 2.0 પ્લેટફોર્મ પર લાવવામાં આવશે અને તેમને ડિજિટલ QR કોડ આધારિત હંગામી (પ્રથમ ડોઝ આપવામાં આવે ત્યારે) અને અંતિમ (બીજો ડોઝ આપવામાં આવે ત્યારે) પ્રમાણપત્રો આપવામાં આવશે. રસીકરણ પૂરું થઇ ગયા પછી તે પ્રમાણપત્રને લાભાર્થીને મોકલવામાં આવેલા SMSમાં દર્શાવેલી લિંક પરથી ડાઉનલોડ પણ કરી શકાશે. આ પ્રમાણપત્રની પ્રિન્ટ રસીકરણ કેન્દ્રો પરથી પણ મેળવી શકાશે.
સરકારી રસીકરણ કેન્દ્રો પર રસીકરણની કામગીરી વિનામૂલ્યે કરવામાં આવશે. લાભાર્થીએ ઉંમરના પુરાવા માટે (આધાર કાર્ડ અથવા EPIC કાર્ડ હોય તો વધુ ઉચિત રહેશે) પોતાનો ફોટો ID દસ્તાવેજ બતાવવાનો રહેશે અને સહ બીમારીનું પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો) બતાવવાનું રહેશે. કોઇપણ નિયુક્ત/પેનલમાં સમાવિષ્ટ ખાનગી આરોગ્ય સુવિધા ખાતે જેઓ રસી લઇ રહ્યાં હોય તેમણે અગાઉથી નક્કી કરવામાં આવેલો ચાર્જ ચુકવવાનો રહેશે.
રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને રસીકરણ વિસ્તરણ પ્લાન તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે જેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારની સુવિધાઓમાં રસીકરણ સ્થળોમાં વધારો કરવા માટે સાપ્તાહિક અને પખવાડિક પ્લાન પણ સામેલ રહેશે અને રસીના ડોઝ આપવામાં આવ્યા હોય તેની સંખ્યા પણ સામેલ રહેશે.
(Release ID: 1701436)
Visitor Counter : 318