સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે 28 દિવસમાં લગભગ 8 મિલિયન લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપી


8 રાજ્યોમાં પ્રત્યેકમાં 4 લાખથી વધારે લાભાર્થીને રસી આપવામાં આવી

17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી

Posted On: 13 FEB 2021 11:27AM by PIB Ahmedabad

ભારતે કોવિડ-19 વિરોધી જંગમાં લગભગ 80 લાખ લાભાર્થીઓને રસી આપી દીધી છે.

13 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 કલાક સુધીમાં સમગ્ર દેશમાં ચાલી રહેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત 79,67,647 લાભાર્થીઓને રસી આપવામાં આવી છે.

આમાંથી 5,909,136 આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને 2,058,511 અગ્ર હરોળના કર્મચારીઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આજદિન સુધીમાં કુલ 1,64,781 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારાની સંખ્યા

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

3,454

2

આંધ્રપ્રદેશ

3,51,993

3

અરુણાચલ પ્રદેશ

15,098

4

આસામ

1,25,038

5

બિહાર

4,71,683

6

ચંદીગઢ

8,017

7

છત્તીસગઢ

2,47,745

8

દાદરા અને નગર હવેલી

2,890

9

દમણ અને દીવ

1,095

10

દિલ્હી

1,77,439

11

ગોવા

12,949

12

ગુજરાત

6,67,073

13

હરિયાણા

1,94,124

14

હિમાચલ પ્રદેશ

79,166

15

જમ્મુ અને કાશ્મીર

1,11,470

16

ઝારખંડ

1,88,095

17

કર્ણાટક

4,91,552

18

કેરળ

3,45,197

19

લદાખ

2,854

20

લક્ષદ્વીપ

1,776

21

મધ્યપ્રદેશ

5,26,095

22

મહારાષ્ટ્ર

6,49,660

23

મણીપુર

19,563

24

મેઘાલય

12,797

25

મિઝોરમ

11,332

26

નાગાલેન્ડ

9,125

27

ઓડિશા

3,99,670

28

પુડુચેરી

5,510

29

પંજાબ

1,01,861

30

રાજસ્થાન

6,06,694

31

સિક્કિમ

8,335

32

તમિલનાડુ

2,27,542

33

તેલંગાણા

2,78,250

34

ત્રિપુરા

65,288

35

ઉત્તરપ્રદેશ

8,58,602

36

ઉત્તરાખંડ

1,04,052

37

પશ્ચિમ બંગાળ

4,85,054

38

અન્ય

99,509

કુલ

79,67,647

 

રસીકરણના 28મા દિવસે (12 ફેબ્રુઆરી 2021)ના રોજ 10,411 સત્રોનું આયોજન કરીને કુલ 4,62,637 લાભાર્થીઓને (HCW- 94,160 અને FLW- 3,68,477) રસી આપવામાં આવી છે.

રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દરરોજ પ્રગતિપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001NMHM.jpg

ભારતમાં રસીકરણ હેઠળ આવરી લેવાયેલા કુલ લાભાર્થીઓમાંથી 60% (59.70%) લાભાર્થીઓ માત્ર આઠ રાજ્યોમાંથી છે. આ આઠ રાજ્યોમાં પ્રત્યેકમાં 4,00,000થી વધારે લાભાર્થીઓને રસી આપવામાં આવી છે. ભારતમાં રસીકરણના કુલ લાભાર્થીઓમાંથી ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ 10.8% (8,58,602 લાભાર્થી) લાભાર્થીઓ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0021EAK.jpg

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે મૃત્યુઆંકનુ વર્ગીકરણ કોવિડના કારણે મૃત્યુની સંખ્યામાં સતત ઘટાડો થતો હોવાનું દર્શાવે છે જેમાં 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નથી થયું જ્યારે 13 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવા મૃત્યુની સંખ્યા 1-5 વચ્ચે નોંધાઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NRXE.jpg

છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ મૃત્યુ નથી નોંધાયું તેવા 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, પુડુચેરી, ચંદીગઢ, નાગાલેન્ડ, આસામ, મણીપુર, સિક્કિમ, મેઘાલય, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મિઝોરમ, આંદામાન અને નિકોબારના ટાપુઓ, ત્રિપુરા, લક્ષદ્વીપ, અરુણાચલ પ્રદેશ, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.

ભારતમાં કુલ સક્રિય કેસોનું ભારણ આજે ઘટીને 1.36 લાખ (1,36,571) નોંધાયું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા માત્ર 1.25% રહી છે.

આજદિન સુધીમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1.06 કરોડ (1,06,00,625) છે. છેલ્લા 24 કલાકમાં 11,395 દર્દીઓ સાજા થઇ જવાથી તેને રજા આપવામાં આવી છે. રાષ્ટ્રીય સાજા થવાનો દર 97.32% થઇ ગયો છે.

નવા સાજા થયેલામાંથી 81.93% દર્દીઓ છ રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,332 નવા દર્દીઓ સાજા થયા છે જ્યારે મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં વધુ 2,422 દર્દીઓ અને તમિલનાડુમાં નવા 486 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0041HL4.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા 12,143 દર્દીઓ સંક્રમિત થયા છે.

નવા સંક્રમિતોમાંથી 86.01% દર્દીઓ છ રાજ્યોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 5,397 લોકો પોઝિટીવ નોંધાયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં નવા 3,670 દર્દીઓ જ્યારે તમિલનાડુમાં નવા 483 દર્દીઓ પોઝિટીવ હોવાની પુષ્ટિ થઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005G9E2.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 103 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયાલે મૃત્યુમાંથી 80.58% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (36) નોંધાયા છે. ત્યારપછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે 18 જ્યારે કર્ણાટક અને પંજાબમાં પ્રત્યેકમાં 8 દર્દી મૃત્યુ પામ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0061QZ8.jpg

****

SD/GP/JD



(Release ID: 1697712) Visitor Counter : 284