સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાના પગલે કુલ સક્રિય કેસની સંખ્યા ઘટીને 1.41 લાખ થઇ
33 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 5,000થી ઓછી
છેલ્લા 24 કલાકમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકપણ મૃત્યુ નોંધાયું નથી
66 લાખથી વધારે લાભાર્થીએ કોવિડ-19 વિરોધી રસી લીધી
Posted On:
10 FEB 2021 11:57AM by PIB Ahmedabad
ભારતમાં સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં આજે સક્રિય કેસની કુલ સંખ્યા ઘટીને 1.41 લાખ (1,41,511) થઇ ગઇ છે. હાલમાં સક્રિય કેસની સંખ્યા દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી માત્ર 1.30% રહી છે.
રાષ્ટ્રીય સુધારાત્મક વલણના પગલે, 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યા 5,000થી ઓછી નોંધાઇ છે. દમણ અને દીવ, દાદરા અને નગર હવેલીમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 0 (શૂન્ય) છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા 11,067 છે જ્યારે છે સમાન સમયગાળામાં નવા સાજા થયેલાની સંખ્યા 13,807 નોંધાઇ છે. આના કારણે કુલ સક્રિય કેસના ભારણમાં 2,114 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
બે રાજ્યો એટલે કે, કેરળ અને મહારાષ્ટ્રમાં દેશના કુલ સક્રિય કેસમાંથી 71% દર્દીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

ઓગણીસ રાજ્યોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં ઉત્તરપ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, ઓડિશા, આંધ્રપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર (કેન્દ્રશાસિત પ્રદેશ), ઝારખંડ, પુડુચેરી, મણીપુર, નાગાલેન્ડ, લક્ષદ્વીપ, મેઘાલય, સિક્કિમ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લદાખ (કેન્દ્રશાસિત પ્રદેશ), મણીપુર, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી છે.
ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1,05,61,608 થઇ ગઇ છે. સાજા થવાનો દર 97.27% થઇ ગયો છે.
દેશમાં શરૂ કરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત 10 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં કુલ 66 લાખ (66,11,561) લાભાર્થીને રસી આપવામાં આવી છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારાની સંખ્યા
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
3,413
|
2
|
આંધ્રપ્રદેશ
|
3,25,538
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
13,480
|
4
|
આસામ
|
1,08,887
|
5
|
બિહાર
|
4,15,989
|
6
|
ચંદીગઢ
|
6,458
|
7
|
છત્તીસગઢ
|
1,98,567
|
8
|
દાદરા અને નગર હવેલી
|
1,697
|
9
|
દમણ અને દીવ
|
843
|
10
|
દિલ્હી
|
1,32,046
|
11
|
ગોવા
|
8,929
|
12
|
ગુજરાત
|
5,72,412
|
13
|
હરિયાણા
|
1,80,663
|
14
|
હિમાચલ પ્રદેશ
|
61,271
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
74,219
|
16
|
ઝારખંડ
|
1,43,401
|
17
|
કર્ણાટક
|
4,41,692
|
18
|
કેરળ
|
3,22,016
|
19
|
લદાખ
|
2,309
|
20
|
લક્ષદ્વીપ
|
920
|
21
|
મધ્યપ્રદેશ
|
3,80,285
|
22
|
મહારાષ્ટ્ર
|
5,36,436
|
23
|
મણીપુર
|
11,078
|
24
|
મેઘાલય
|
9,069
|
25
|
મિઝોરમ
|
11,046
|
26
|
નાગાલેન્ડ
|
5,826
|
27
|
ઓડિશા
|
3,42,254
|
28
|
પુડુચેરી
|
4,301
|
29
|
પંજાબ
|
87,181
|
30
|
રાજસ્થાન
|
4,91,543
|
31
|
સિક્કિમ
|
6,961
|
32
|
તમિલનાડુ
|
1,85,577
|
33
|
તેલંગાણા
|
2,43,665
|
34
|
ત્રિપુરા
|
51,449
|
35
|
ઉત્તરપ્રદેશ
|
6,73,542
|
36
|
ઉત્તરાખંડ
|
85,359
|
37
|
પશ્ચિમ બંગાળ
|
4,04,001
|
38
|
અન્ય
|
67,238
|
કુલ
|
66,11,561
|
કોવિડ વિરોધી રસી લેનારા કુલ 66,11,561 લાભાર્થીઓમાં 56,10,134 આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળમાં સેવા આપી રહેલા 10,01,427 કર્મચારીઓ સામેલ છે. રસીકરણ માટે આજદિન સુધીમાં કુલ 1,34,746 સત્રો યોજવામાં આવ્યા છે.
દેશમાં રસીકરણ કવાયતના 25મા દિવસના રોજ (9 ફેબ્રુઆરી 2021) આપવામાં આવેલી રસીના અંતિમ આંકડામાં 7,990 સત્રોમાં રસી લેનારા 3,52,553 લાભાર્થીઓને (આરોગ્ય સંભાળ કર્મચારીઓ – 1,28,032 અને અગ્ર હરોળના કર્મચારીઓ- 2,24,521) સમાવી લેવામાં આવ્યા છે.
રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દૈનિક ધોરણે સતત ઉર્ધ્વ દિશામાં વધારો નોંધાઇ રહ્યો છે.

નવા સાજા થયેલા કુલ દર્દીઓમાંથી 81.68% દર્દીઓ 6 રાજ્યોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
એક દિવસમાં સૌથી વધુ સાજા થનારાની સંખ્યા કેરળમાં નોંધાઇ છે જ્યાં નવા 6,475 દર્દીઓ સાજા થયા છે. ત્યારપછીના ક્રમે, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 2,554 દર્દીઓ જ્યારે કર્ણાટકમાં વધુ 513 દર્દીઓ સાજા થયા છે.

દૈનિક ધોરણે નવા નોંધાયેલા 83.31% દર્દીઓ 6 રાજ્યોમાંથી છે.
કર્ણાટકમાં એક દિવસમાં સમગ્ર દેશમાં સૌથી વધુ 5,214 નવા દર્દી નોંધાયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં નવા 2,515 જ્યારે તમિલનાડુમાં નવા 469 દર્દી નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 94 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
દૈનિક મૃત્યુઆંકમાં 80.85% દર્દીઓ છ રાજ્યોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ દૈનિક મૃત્યુ (35) નોંધાયા છે. ઉપરાંત, કેરળમાં એક દિવસમાં 19 અને પંજાબમાં 8 દર્દીના મૃત્યુ થયા છે.

SD/GP/JD
(Release ID: 1696705)
Visitor Counter : 253
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam