સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતે 20 કરોડથી વધારે પરીક્ષણો કરીને અભૂતપૂર્વ વિક્રમ નોંધાવ્યો
સક્રિય કેસોનું ભારણ ઘટીને 1.5 લાખ કરતાં ઓછું થયું જે 8 મહિનામાં સૌથી નીચલા સ્તરે
કોવિડ-19 વિરોધી રસી લેનારા કુલ લાભાર્થીની સંખ્યા 54 લાખથી વધુ થઇ
ભારતે માત્ર 21 દિવસમાં 5 મિલિયન લોકોને કોવિડ-19ની રસી આપી હોવાથી સૌથી ઝડપથી આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો દેશ બન્યો
Posted On:
06 FEB 2021 12:04PM by PIB Ahmedabad
ભારતે કોવિડ-19ના કુલ પરીક્ષણો મામલે અભૂતપૂર્વ વિક્રમ નોંધાવ્યો છે. ભારતમાં આજે કોવિડ-19ના કુલ પરીક્ષણોની સંખ્યા 20 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા (20,06,72,589)થી આગળ નીકળી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,40,794 પરીક્ષણો કરવામાં આવ્યા છે.
સમગ્ર દેશમાં પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રગતીપૂર્ણ વિસ્તરણે પરીક્ષણોની સંખ્યામાં તીવ્ર વધારો કરવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે. દેશમાં અત્યારે 1,214 સરકારી અને 1,155 ખાનગી સહિત કુલ 2369 લેબોરેટરીનું નેટવર્ક હોવાથી દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.
કુલ પોઝિટીવિટી દર પણ સતત ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 5.39% થઇ ગયો છે.
ટકાઉક્ષમ ધોરણે વ્યાપક સંખ્યામાં પરીક્ષણો જાળવી રાખવાના ઉચ્ચ સ્તરના પરિણામે રાષ્ટ્રીય પોઝિટીવિટી દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
દૈનિક ધોરણે મોટી સંખ્યામાં પરીક્ષણો અને દૈનિક નવા નોંધાતા કેસોની ઓછી સંખ્યાના પરિણામે પોઝિટીવિટી દર ઘટ્યો છે.
ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હોવાથી તેની કુલ સંખ્યામાં ઘટતું વલણ જળવાઇ રહ્યું છે. આ આંકડો આજે ઘટીને 1.5 લાખથી ઓછો (1,48,590) થઇ ગયો છે જે છેલ્લા 8 મહિનામાં સૌથી નીચલું સ્તર બતાવે છે.
દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હાલમાં માત્ર 1.37% રહી છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 100થી ઓછો મૃત્યુઆંક (95) નોંધાયો છે.
દેશમાં શરૂ કરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત હેઠળ 6 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં રસી લેનારા કુલ લાભાર્થીઓની સંખ્યા 54 લાખથી વધુ (54,16,849) થઇ ગઇ છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા કુલ લાભાર્થી
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
3,161
|
2
|
આંધ્રપ્રદેશ
|
2,72,190
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
11,834
|
4
|
આસામ
|
77,225
|
5
|
બિહાર
|
3,54,360
|
6
|
ચંદીગઢ
|
5,234
|
7
|
છત્તીસગઢ
|
1,50,487
|
8
|
દાદરા અને નગર હવેલી
|
1,214
|
9
|
દમણ અને દીવ
|
674
|
10
|
દિલ્હી
|
1,00,079
|
11
|
ગોવા
|
7,939
|
12
|
ગુજરાત
|
3,94,416
|
13
|
હરિયાણા
|
1,37,706
|
14
|
હિમાચલ પ્રદેશ
|
51,555
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
41,624
|
16
|
ઝારખંડ
|
85,580
|
17
|
કર્ણાટક
|
3,60,592
|
18
|
કેરળ
|
2,86,132
|
19
|
લદાખ
|
1,745
|
20
|
લક્ષદ્વીપ
|
831
|
21
|
મધ્યપ્રદેશ
|
3,40,625
|
22
|
મહારાષ્ટ્ર
|
4,34,943
|
23
|
મણીપુર
|
6,874
|
24
|
મેઘાલય
|
6,213
|
25
|
મિઝોરમ
|
10,555
|
26
|
નાગાલેન્ડ
|
4,515
|
27
|
ઓડિશા
|
2,35,680
|
28
|
પુડુચેરી
|
3,532
|
29
|
પંજાબ
|
72,855
|
30
|
રાજસ્થાન
|
4,14,422
|
31
|
સિક્કિમ
|
5,139
|
32
|
તમિલનાડુ
|
1,57,324
|
33
|
તેલંગાણા
|
1,93,667
|
34
|
ત્રિપુરા
|
37,359
|
35
|
ઉત્તરપ્રદેશ
|
6,73,542
|
36
|
ઉત્તરાખંડ
|
70,292
|
37
|
પશ્ચિમ બંગાળ
|
3,44,227
|
38
|
અન્ય
|
60,507
|
કુલ
|
54,16,849
|
રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દરરોજ એકધારો અને પ્રગતીપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.
ભારતે માત્ર 21 દિવસમાં જ 5 લાખ લોકોને કોવિડ-19 વિરોધી રસી આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું હોવાથી આ મુકામ સુધી સૌથી ઝડપથી પહોંચનારો દેશ બની ગયો છે. ઘણા અન્ય દેશોમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત શરૂ કર્યા પછી 60 દિવસ કરતાં પણ વધુ સમયમાં આ લક્ષ્ય પ્રાપ્ત થઇ શક્યું છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,502 સત્રોનું આયોજન કરીને કુલ 4,57,404 લાભાર્થીને રસી આપવામાં આવી છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 1,06,303 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં, 3,01,537 આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને 1,55,867 અગ્ર હરોળના કર્મચારીઓને રસી આપવામાં આવી છે.
ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં પણ નોંધનીય ઘટાડો નોંધાયો છે જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં મોટી વૃદ્ધિ થઇ છે. સાજા થવાનો દર લગભગ 97.19% સુધી પહોંચી ગયો છે. કુલ સાજા થયેલાની સંખ્યા 1,05,10,796 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 14,488 દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે.
નવા સાજા થયેલામાંથી 82.07% દર્દીઓ 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,653 નવા દર્દી સાજા થયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 3,573 દર્દી જ્યારે તમિલનાડુમાં નવા 506 દર્દી સાજા થયા છે.
નવા સંક્રમિતોમાંથી 83.3% કેસ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં દૈનિક ધોરણે નવા કેસોની સર્વાધિક સંખ્યા સતત નોંધાઇ રહી છે જ્યાં વધુ 5,610 દર્દી એક દિવસમાં સંક્રમિત થયા છે. ત્યારપછી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમે 2,628 અને 489 નવા કેસ નોંધાયા છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 81.05% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક (40) નોંધાયો છે. તે પછી, કેરળમાં વધુ 19 અને છત્તીસગઢમાં વધુ 8 મૃત્યુ નોંધાયા છે. દૈનિક ધોરણે માત્ર બે રાજ્યોમાં જ બે આંકડામાં મૃત્યુ નોંધાયા છે.
****
(Release ID: 1695785)
Visitor Counter : 225
Read this release in:
Marathi
,
Odia
,
Tamil
,
Malayalam
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Telugu