આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય

સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો


ભૂનિર્માણ અને લૉનનું નવીનીકરણ – વૃક્ષોનું આવરણ 3,50,000 ચોરસ મીટરથી વધારીને આશરે 3,90,000 ચોરસ મીટર કરવામાં આવશે – ઉચિત સિંચાઈ વ્યવસ્થા પ્રદાન કરવામાં આવશે

મુલાકાતીઓ/પ્રવાસીઓ માટે 10 સ્થળો પર વેન્ડિંગ એરિયા, શૌચાલયો, પીવાના પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવશે

પદયાત્રીઓને સુવિધા આપવા માટે જનપથ પાસે અંડરપાસ બનાવવામાં આવશે અને રાજપથ સાથે સી- આકારના હેક્ઝાગોન ક્રોસિંગથી જોડવામાં આવશે

રાજપથ, કેનાલને સમાંતર ચાલવાના માર્ગો પ્રદાન કરવામાં આવશે

12 અનુકૂળ સ્થાન પર પાર્કિંગ તથા જાહેર સુવિધાઓ સાથે શ્રેષ્ઠ જોડાણ સુનિશ્ચિત કરવા કેનાલ પર ઓછી ઊંચાઈ ધરાવતા પુલો સાથે લૉનની સાથે ચાલવાના માર્ગો બનાવવામાં આવશે

પાણીને સ્વચ્છ કરવા ઉચિત લાઇનિંગ અને એરેટર્સના ઉપયોગ દ્વારા સાથે કેનાલને સ્વચ્છ રાખવામાં આવશે

અસ્વચ્છ પાણીનું રિસાઇકલિંગ કરવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ

કાર, ટૂ વ્હીલર્સ, બસ માટે પાર્કિંગની પર્યાપ્ત જગ્યા

સાઇનેજ, લાઇટિંગ, સીસીટીવી કેમેરા, નહેર, વરસાદના પાણીનો સંચય, પાણીના પુરવઠાની વ્યવસ્થા કરવામાં આવશે

પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ફોલ્ડ કરી શકાય એવી બેઠક વ્યવસ્થા કરવામાં આવશ

Posted On: 04 FEB 2021 12:26PM by PIB Ahmedabad

આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પર સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂનું ભૂમિપૂજન રાજ્યકક્ષાના કેન્દ્રીય હાઉસિંગ અને શહેરી બાબતોના મંત્રી શ્રી હરદીપ એસ પુરી (સ્વતંત્ર હવાલો)એ એમઓએચયુએના સચિવ શ્રી દુર્ગાશંકર મિશ્રા, સીપીડબલ્યુડીના ડીજી અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં કર્યું હતું. આ ભૂમિપૂજન સાથે સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂના વિકાસ/નવેસરથી વિકાસ માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂ નોર્થ અને સાઉથ બ્લોકથી શરૂ થઈને ઇન્ડિયા ગેટ સુધી હશે, જેમાં રાજપથ, એની આસપાસ લૉન અને કેનાલ, હારબંધ વૃક્ષો, વિજય ચૌક અને ઇન્ડિયા ગેટ પ્લાઝા સામેલ હશે. આ સંપૂર્ણ પટ્ટો 3 કિલોમીટરનો છે. આની ડિઝાઇન મૂળે બ્રિટિશ રાજ દરમિયાન વાઇસરૉયના ઘર સુધી ભવ્ય સવારી કાઢવા માટેના માર્ગ તરીકે બનાવવામાં આવી હતી. આ આઝાદી સમયે ભારતના લોકો અને તત્કાલિન સરકાર માટે ઉચિત હતો.

 

આઝાદી પછી સેન્ટ્રલ વિસ્ટામાં કેટલાંક સુધારાવધારા કરવામાં આવ્યાં હતાં. 1980ના દાયકામાં ફેરફારો થયા હતા, વૃક્ષોની નવી હારમાળાઓ ઉમેરવામાં આવી હતી, ઉત્તર-દક્ષિણ વચ્ચે જોડાણને વધારવા નવો રફી અહમદ કિડવાઈ માર્ગ બનાવવામાં આવ્યો હતો. દર વર્ષે આ એવેન્યૂ પર પ્રજાસત્તાક દિવસની વાર્ષિક પરેડ (આરડીસી) યોજાય છે. વળી અહીં દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, ઇન્ડિયન ફૂડ ફેસ્ટિવલ, પર્યટન પર્વ, ઓડિયા પર્વ અને પરાક્રમ પર્વ જેવા અન્ય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન પણ થાય છે. અહીં મોટી સંખ્યામાં લોકો આવે છે. દિલ્હીમાં આ મહત્ત્વપૂર્ણ આકર્ષક સ્થળ છે અને પ્રવાસીઓ દ્વારા અવારનવાર એની મુલાકાત લેવામાં આવે છે. જોકે શૌચાલયો, પદયાત્રીઓ માટેના માર્ગો, ચોક્કસ વેન્ડિંગ ઝોન, પાર્કિંગ, ઉચિત લાઇટિંગ, સાઇનેજ વગેરે જેવી વિવિધ પ્રકારની જાહેર સુવિધાઓનો અભાવ છે. એની લૉન અને કેનાલની સ્થિતિ નબળી પડી ગઈ છે, કારણ કે મોટી સંખ્યામાં લોકોના ઉપયોગ માટે એનું આયોજન થયું નહોતું અને હવે એના પર ભારણ વધી રહ્યું છે. પ્રજાસત્તાક દિવસની વ્યવસ્થાઓ કરવામાં લાંબો સમય લાગે છે અને એ સમયગાળા દરમિયાન આ વિસ્તાર જાહેર જનતા માટે પ્રતિબંધિત હોય છે.

સરકારે સેન્ટ્રલ વિસ્ટાના સંપૂર્ણ પરિવર્તનના ભાગરૂપે એવેન્યૂને નવેસરથી ઓપ આપીને અને એમાં સુધારો કરીને આ તમામ સમસ્યાઓનું નિવારણ કરવાનો નિર્ણય લીધો છે. આ દરખાસ્તનો ઉદ્દેશ એવેન્યૂને નવા ભારતનું ખરાં અર્થમાં પ્રતિબિંબ બની શકે એવી સીમાચિહ્નરૂપ આઇકોનિક બિલ્ડિંગોનું નિર્માણ કરવાનો છે. આ દુનિયાના શ્રેષ્ઠ સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂમાં સ્થાન મેળવશે. આ એવેન્યૂ પર સ્થિત વિવિધ બિલ્ડિંગોનું નવીનીકરણ કરીને, વિવિધ બિલ્ડિંગોને મજબૂત કરીને અને પુનઃસ્થાપિત કરીને તથા વૃક્ષોનું આવરણ ઉમેરીને હાંસલ કરવામાં આવશે. વળી નાગરિક વપરાશકર્તાઓ અને પ્રવાસીઓની સુવિધા માટે વિવિધ પ્રકારની મૂળભૂત સુવિધાઓ ઊભી કરવામાં આવશે. સાથે-સાથે એને પદયાત્રીઓ માટે અનુકૂળ બનાવવામાં આવશે અને ટ્રાફિકની અવરજવરને વધારે સરળ બનાવવામાં આવશે. વળી એની ડિઝાઇન વિક્રેતાઓ માટે વધારે જગ્યા અને સુવિધાઓ પણ આપશે, જેથી ઓછામાં ઓછા વિક્ષેપ સાથે રાષ્ટ્રીય મહત્ત્વપૂર્ણ કાર્યક્રમો માટે વ્યવસ્થાઓ થાય એવું સુનિશ્ચિત થશે. ઉપરાંત એ પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે, વિસ્ટાનો ઓરિજિનલ દેખાવ, એની રૂપરેખા અને એના સ્થાપત્યની લાક્ષણિકતા સાતત્યપૂર્ણ રહે અને જળવાઈ રહે.

ઉલ્લેખનીય છે કે, સરકારે 10 નવેમ્બર, 2020ના રોજ રૂ. 608 કરોડના અંદાજિત ખર્ચ સાથે સેન્ટ્રલ વિસ્ટા એવેન્યૂના વિકાસ માટેની એક દરખાસ્તને મંજૂરી આપી હતી. દિલ્હી અર્બન આર્ટ્સ કમિશન (ડીયુએસી), સાંસ્કૃતિક વારસા સંરક્ષણ સમિતિ, સેન્ટ્રલ વિસ્ટા કમિટી, સ્થાનિક સંસ્થા વગેરે પાસેથી પર્યાપ્ત મંજૂરીઓ મેળવવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (સીપીડબલ્યુડી)ને આ મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ ધરવાની જવાબદારી સુપરત કરવામાં આવી છે. આ માટે વિકાસના પ્રથમ તબક્કાનાં કાર્યનો કોન્ટ્રાક્ટ સીબીડબલ્યુડીએ દેશની ટોચની નિર્માણ કંપનીઓમાં સામેલ મેસર્સ શાપૂરજી પલોનજી કંપની (પ્રાઇવેટ) લિમિટેડને આપ્યો છે. સીપીડબલ્યુડીએ 08.01.2021ના રોજ સ્પર્ધાત્મક બિડિંગ દ્વારા રૂ. 477 કરોડના ખર્ચે કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો અને આજે 04.02.2021ના રોજ કામગીરી શરૂ થઈ ગઈ છે.

પ્રથમ તબક્કાના કામકાજમાં નીચે મુજબનાં વિવિધ પાસાંઓમાં સામેલ છે;

  • ભૂનિર્માણ અને લૉનનું નવીનીકરણ – વૃક્ષોનું આવરણ 3,50,000 ચોરસ મીટરથી વધારીને આશરે 3,90,000 ચોરસ મીટર કરવામાં આવશે – ઉચિત સિંચાઈ વ્યવસ્થા પ્રદાન કરવામાં આવશે
  • મુલાકાતીઓ/પ્રવાસીઓ માટે 10 સ્થળો પર વેન્ડિંગ એરિયા, શૌચાલયો, પીવાના પાણીની સુવિધાઓ ઉભી કરવામાં આવશે
  • પદયાત્રીઓને સુવિધા આપવા માટે જનપથ પાસે અંડરપાસ બનાવવામાં આવશે અને રાજપથ સાથે સી- આકારના હેક્ઝાગોન ક્રોસિંગથી જોડવામાં આવશે
  • રાજપથ, કેનાલને સમાંતર ચાલવાના માર્ગો પ્રદાન કરવામાં આવશે. 12 અનુકૂળ સ્થાન પર પાર્કિંગ તથા જાહેર સુવિધાઓ સાથે શ્રેષ્ઠ જોડાણ સુનિશ્ચિત કરવા કેનાલ પર ઓછી ઊંચાઈ ધરાવતા પુલો સાથે લૉનની સાથે ચાલવાના માર્ગો બનાવવામાં આવશે
  • પાણીને સ્વચ્છ કરવા ઉચિત લાઇનિંગ અને એરેટર્સના ઉપયોગ દ્વારા સાથે કેનાલને સ્વચ્છ રાખવામાં આવશે
  • અસ્વચ્છ પાણીનું રિસાઇકલિંગ કરવા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ.
  • કાર, ટૂ વ્હીલર, બસો વગેરે માટે પર્યાપ્ત પાર્કિંગ સ્પેસ.
  • સાઇનેજ, લાઇટિંગ, સીસીટીવી કેમેરા, નહેર, વરસાદના પાણીનો સંચય, પાણીના પુરવઠાની વ્યવસ્થા.
  • પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન કામચલાઉ ધોરણે બેઠક વ્યવસ્થા કરવા માટે ફોલ્ડ કરી શકાય એવી બેઠકની વ્યવસ્થા, જે ઇન્સ્ટોલેશન અને દૂર કરવા માટેના સમયમાં ઘટાડો કરશે.

નિર્માણ/રિટ્રોફિટિંગ કાર્ય દરમિયાન પાણીના સંચય અને ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે પર્યાવરણનું પ્રદૂષણ લઘુતમ રાખવા પર્યાપ્ત પગલાં લેવામાં આવશે.

 

SD/GP/BT



(Release ID: 1695112) Visitor Counter : 269