સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં 8 મહિના પછી દૈનિક ધોરણે નવા કેસની સંખ્યા 9,000 કરતાં ઓછી નોંધાઇ; છેલ્લા 24 કલાકમાં નવા 8,635 દર્દી સંક્રમિત થયા હોવાનું નોંધાયું


દૈનિક ધોરણે મૃત્યુની સંખ્યા 100થી ઓછી જે 8.5 મહિનામાં સૌથી નીચલા સ્તરનો આંકડો

દેશભરમાં 39.5 લાખથી વધારે લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી

Posted On: 02 FEB 2021 11:33AM by PIB Ahmedabad

ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાઇ રહેલા કેસની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે.

10 સપ્ટેમ્બર, 2020ના રોજ એક દિવસમાં 95,735 નવા દર્દીઓના સર્વાધિક સ્તરે પહોંચા પછી આ આંકડો સતત ઘટી રહ્યો હોવાથી આજે નવા કેસની સંખ્યા માત્ર 8,635 નોંધાઇ હતી જે છેલ્લા 8 મહિનામાં સૌથી નીચલા સ્તરે છે.

ભારતમાં સરેરાશ દૈનિક ધોરણે નોંધાતા કેસમાં પણ છેલ્લા 5 સપ્તાહમાં સતત ઘટાડાનું સ્પષ્ટ વલણ દેખાઇ રહ્યું છે. 30 ડિસેમ્બર, 2020થી 5 જાન્યુઆરી, 2021 દરમિયાન તે આંકડો 18,934 હતો જ્યારે 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2021 સુધીના સમયગાળામાં તે સરેરાશ આંકડો ઘટીને 12,772 થઇ ગયો છે.

દેશમાં અન્ય એક નોંધનીય સુધારો એ પણ છે કે, છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે 100થી ઓછા મૃત્યુ નોંધાયા છે જે છેલ્લા સાડા આઠ મહિનામાં સૌથી ઓછો મૃત્યુઆંક દર્શાવે છે. અગાઉ 15 મે, 2020ના રોજ એક દિવસમાં 100 મૃત્યુ નોંધાયા હતા.

છેલ્લા 5 અઠવાડિયામાં સરેરાશ મૃત્યુની સંખ્યામાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2021 દરમિયાન સરેરાશ દૈનિક મૃત્યુઆંક 128 નોંધાયો છે જ્યારે 30 ડિસેમ્બર, 2020થી 5 જાન્યુઆરી 2021 દરમિયાન સરેરાશ દૈનિક મૃત્યુઆંક 242 નોંધાયો હતો.

દેશમાં સક્રિય કેસની સંખ્યામાં પણ વધુ ઘટાડો થતા આજે આ આંકડો 1.63 લાખ (1,63,353) થઇ ગયો છે. સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાના પગલે ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી માત્ર 1.52% સક્રિય કેસ રહ્યાં છે.

ભારતમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 1.04 કરોડ (1,04,48,406) સુધી પહોંચી છે. સાજા થવાનો દર પણ 97.05% થઇ ગયો છે.

2 ફેબ્રુઆરી, 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં, દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના ભાગરૂપે કુલ 39.50 લાખ (39,50,156) લોકોને રસી આપવામાં આવી છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા કુલ લાભાર્થી

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

2,727

2

આંધ્રપ્રદેશ

1,87,252

3

અરુણાચલ પ્રદેશ

9,791

4

આસામ

39,724

5

બિહાર

1,84,215

6

ચંદીગઢ

3,803

7

છત્તીસગઢ

76,705

8

દાદરા અને નગર હવેલી

832

9

દમણ અને દીવ

441

10

દિલ્હી

64,711

11

ગોવા

4,509

12

ગુજરાત

2,56,097

13

હરિયાણા

1,26,759

14

હિમાચલ પ્રદેશ

33,434

15

જમ્મુ અને કાશ્મીર

26,634

16

ઝારખંડ

48,057

17

કર્ણાટક

3,16,228

18

કેરળ

1,93,925

19

લદાખ

1,234

20

લક્ષદ્વીપ

807

21

મધ્યપ્રદેશ

2,98,376

22

મહારાષ્ટ્ર

3,10,825

23

મણીપુર

4,373

24

મેઘાલય

4,564

25

મિઝોરમ

9,932

26

નાગાલેન્ડ

3,998

27

ઓડિશા

2,07,462

28

પુડુચેરી

2,988

29

પંજાબ

59,285

30

રાજસ્થાન

3,33,930

31

સિક્કિમ

2,166

32

તમિલનાડુ

1,12,687

33

તેલંગાણા

1,68,771

34

ત્રિપુરા

31,190

35

ઉત્તરપ્રદેશ

4,63,793

36

ઉત્તરાખંડ

37,505

37

પશ્ચિમ બંગાળ

2,66,407

38

અન્ય

54,019

કુલ

39,50,156

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,516 સત્રોનું આયોજન કરીને કુલ 1,91,313 આરોગ્ય સંભાળ કર્મચારીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આજદિન સુધીમાં દેશમાં કુલ 72,731 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

દરરોજ રસી આપવામાં આવતા લાભાર્થીઓની સંખ્યામાં પ્રગતીપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,423 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા છે અને તેમને રજા આપવામાં આવી છે.

નવા સાજા થયેલા 85.09% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

કેરળમાં એક દિવસમાં વધુ 5,215 દર્દી સાજા થયા છે જે દેશમાં સૌથી વધુ આંકડો છે. તે પછીના ક્રમે છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં વધુ 3,289 દર્દી જ્યારે છત્તીસગઢમાં વધુ 520 દર્દી સાજા થયા છે.

દૈનિક ધોરણે નવા પોઝિટીવ નોંધાયેલા 80.10% કેસ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 3,459 લોકો સંક્રમિત થયા છે જ્યારે તે પછીના ક્રમે મહારાષ્ટ્રમાં એક દિવસમાં વધુ 1,948 અને તમિલનાડુમાં નવા 502 દર્દી સંક્રમિત થયા છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં રાજ્યોને કોવિડ-19ના વ્યવસ્થાપન માટે જાહેર આરોગ્યના હસ્તક્ષેપોમાં મદદરૂપ થવા માટે કેન્દ્ર દ્વારા ઉચ્ચ સ્તરીય ટીમો મોકલવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં કોવિડના કારણે વધુ 94 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 65.96% દર્દીઓ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુ (27) નોંધાયા છે. એક દિવસમાં કેરળમાં વધુ 17 દર્દી જ્યારે તમિલનાડુમાં વધુ 7 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી.

SD/GP/BT



(Release ID: 1694388) Visitor Counter : 244