નાણા મંત્રાલય

મૂડી ખર્ચ 34.5 ટકાના વધારા સાથે 5.54 લાખ કરોડ રૂપિયા થશે


સારી પ્રગતિ દર્શાવા વાળા પરિયોજનાઓ / કાર્યક્રમો /વિભાગોને મળશે 44,000 કરોડ રૂપિયાથી વધુ ધનરાશિ

રાજ્યો અને સ્વાયત્ત સંસ્થાઓને મૂડી ખર્ચ માટે રૂ. 2 લાખ કરોડથી વધુ મળશે

Posted On: 01 FEB 2021 2:01PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આજે સંસદમાં કેન્દ્રીય બજેટ 2021-22 રજૂ કરતાં 5.54 લાખ કરોડના બજેટ અંદાજ (બીઇ) સાથે મૂડી ખર્ચમાં મોટો વધારો કરવાની જાહેરાત કરી છે, છેલ્લા નાણાકીય વર્ષ માટેનું બજેટ અંદાજ (4.12 લાખ કરોડ રૂપિયા) 34.5 ટકાથી વધુ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સંસાધનોની અછત હોવા છતાં સરકારનો વધુ મૂડી ખર્ચ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એક અંદાજ છે કે 2020-21 દરમિયાન લગભગ 4.39 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આર્થિક બાબતોના વિભાગના બજેટમાં રૂ. 44000 કરોડથી વધુનું મૂડી બજેટ રાખવામાં આવ્યું છે અને તે આવા પરિયોજનાઓ / કાર્યક્રમો /વિભાગોને ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમાં સારી પ્રગતિ થઈ છે અને જેને વધારાના ભંડોળની જરૂર છે.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે રાજ્યો અને સ્વાયત સંસ્થાઓને મૂડી ખર્ચ માટે રૂ. 2 લાખ કરોડથી વધુની રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમણે કહ્યું કે સરકાર રાજ્યોને તેમનો મોટાભાગનો બજેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશેષ મિકેનિઝમનો વિકાસ કરશે.

 

SD/GP/BT


(Release ID: 1694070) Visitor Counter : 297