નાણા મંત્રાલય

આત્મનિર્ભર ભારતના છ મુખ્ય સ્તંભોમાંથી એકનું નિર્માણ કરે છે સ્વાસ્થ્ય તેમજ ખુશહાલી


સ્વાસ્થ્ય અને ખુશહાલીનું એકીકૃત અંગ છે, જળ, સ્વચ્થતા અને સ્વચ્છ હવા

2,87,000 કરોડ રૂપિયાના પરિવ્યય સાથે જળ જીવન મિશન (શહેરી)ની જાહેરાત કરાઈ

શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0 માટે 1,41,678 કરોડ રૂપિયા ફાળવાયા

વાયુ પ્રદૂષણની વધતી સમસ્યા દૂર કરવા માટે 2,217 કરોડ રૂપિયાની ફાળવણી

સ્વૈચ્છિક વાહન સ્ક્રૈપ નીતિની જાહેરાત કરાઈ

Posted On: 01 FEB 2021 2:04PM by PIB Ahmedabad

કેન્દ્રીય નાણાં તેમજ કોર્પોરેટ કાર્ય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ 2021-22માં સ્વાસ્થ્ય અને ખુશહાલી પર મુખ્ય ભાર આપવામાં આવ્યો. જેનાથી આત્મનિર્ભર ભારતનો પાયો તૈયાર થાય છે, એટલે જ સ્વાસ્થ્ય અને ખુશહાલી માટે બજેટમાં 137 ટકાનો મોટો વધારો કરવામાં આવ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા વારંવાર વૈશ્વિક સ્વાસ્થ્ય હાંસલ કરવાની પૂર્વ શરતના રૂપમાં સ્વચ્છ જળ, સ્વચ્છતા અને સ્વચ્છ પર્યાવરણના મહત્વ પર ભાર આપવાનો ઉલ્લેખ કરતા બજેટમાં આ ક્ષેત્રો માટે મોટી ફાળવણી કરવામાં આવી છે.

જળ જીવન મિશન (શહેરી)

કેન્દ્રીય બજેટમાં જળ જીવન મિશન (શહેરી) ના શુભારંભની ઘોષણા કરવામાં આવી છે. તેનો ઉદ્દેશ 2.86 કરોડ ઘરોને નળ કનેક્શન્સની સાથે તમામ 4,378 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં સમાન પાણી પુરવઠો પૂરો પાડવાનો અને 500 અમૃત શહેરોમાં પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન ઉપલબ્ધ કરવાનો છે. જે 5 વર્ષમાં રૂ. 2,87,000 કરોડના ખર્ચ સાથે લાગુ કરવામાં આવશે.

Universal Coverage of Water Supply.jpg

સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત

શહેરી ભારતની સ્વચ્છતા માટે બજેટમાં નિર્માણ અને ડિમોલિશન પ્રવૃત્તિઓમાંથી ઉત્પન્ન થતા કચરાના અસરકારક સંચાલન દ્વારા અને તમામ જૂની ડમ્પિંગ સાઇટ્સ પર જૈવિક ઉપચાર, સંપૂર્ણ ગટર વ્યવસ્થાપન અને ગંદાપાણીની સારવાર, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. હવાના પ્રદૂષણમાં ઘટાડો. શહેરી સ્વચ્છ ભારત મિશન 2.0નો અમલ 2021-26 સુધીના પાંચ વર્ષના ગાળામાં કરવામાં આવશે, જેમાં કુલ 1,41,678 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવશે.

Swachch Bharat, Swasth Bharat.jpg

સ્વચ્છ વાયુ

વાયુ પ્રદૂષણની વધતી સમસ્યાને પહોંચી વળવા માટે, આ બજેટમાં 10 લાખથી વધુ વસ્તીવાળા 42 શહેરી કેન્દ્રો માટે 2,217 કરોડ રૂપિયા આપવાની દરખાસ્ત કરવામાં આવી છે.

Cleaner Air.jpg

સ્ક્રેપ નીતિ

જુના અને જર્જરિત વાહનોના નિકાલ માટે કેન્દ્રીય બજેટનો સ્વૈચ્છિક વાહન સ્ક્રેપ નીતિ એ એક મહત્વપૂર્ણ ભાગ છે. જેનાથી બળતણ કાર્યક્ષમ, પર્યાવરણને અનુકૂળ વાહનોને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે, જેનાથી વાહન પ્રદૂષણ અને તેલ આયાત બિલમાં ઘટાડો થશે. સ્વચાલિત ફિટનેસ કેન્દ્રોમાં વાહનની ફિટનેસ તપાસ કરાશે, જે વ્યક્તિગત વાહનોના કિસ્સામાં 20 વર્ષ પછી અને વ્યાવસાયિક વાહનોના કિસ્સામાં 15 વર્ષ પછી કરાશે. નાણાં મંત્રીએ જાહેરાત કરી કે આ યોજનાની વિગતો મંત્રાલય દ્વારા અલગથી આપવામાં આવશે.

 

SD/GP/BT

 

 


(Release ID: 1693961) Visitor Counter : 381