નાણા મંત્રાલય

32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ‘એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ’ના અમલીકરણ અંતર્ગત 69 કરોડ લાભાર્થીઓ આવરી લેવાયા: નાણાં મંત્રી


અસંગઠીત શ્રમિક કાર્યદળ સંબંધિત જરૂરી માહિતી એકત્રિત કરવા વિશેષ પોર્ટલ

જીઆઈજી અને પ્લેટફોર્મ શ્રમિકોને સામાજિક સુરક્ષાના લાભો પહોંચાડવા માટે ચાર શ્રમ સંહિતા અમલી બનાવવામાં આવશે

કર્મચારીઓ ઉપર પરવાનગી પત્રનો બોજ હળવો કરવા માટે એકમાત્ર રજીસ્ટ્રેશન અને લાયસન્સિંગ

Posted On: 01 FEB 2021 1:43PM by PIB Ahmedabad

મહત્વાકાંક્ષી ભારત માટે સંકલિત વિકાસ એ અનેક પાયાઓમાંનો એક પાયો છે કે જેની ઉપર કેન્દ્રીય બજેટ 2021-22 ઊભું કરવામાં આવ્યું છે અને તે સરકારને અસંગઠીત કાર્યદળ જેમાં ખાસ કરીને સ્થળાંતર કરનારા કારીગરો અને શ્રમિકો માટે પ્રસ્તાવો રજૂ કરવા માટેની એક દિશા પૂરી પાડે છે. સંસદમાં આજે કેન્દ્રીય બજેટ રજૂ કરવાના પ્રસંગે કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ અને શ્રમ સંહિતાઓના અમલીકરણ ઉપર વિશેષ ભાર મૂક્યો હતો અને અસંગઠીત ક્ષેત્રના કાર્યદળ અંગેની માહિતી એકત્રિત કરવા માટે એક પોર્ટલની જાહેરાત પણ કરી હતી.

એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ

મંત્રીએ ગૃહને માહિતી આપતા જણાવ્યું હતું કે “એક રાષ્ટ્ર એક રાશન કાર્ડ પ્લાન એ 32 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા અમલમાં મૂકી દેવામાં આવ્યો છે કે જેણે કુલ 69 કરોડ લાભાર્થીઓને આવરી લીધા છે અને આ રીતે કુલ 86% લાભાર્થીઓ આવરી લેવામાં આવ્યા છે”, આ સાથે જ તેમણે બાહેંધરી આપતા કહ્યું હતું કે આગામી કેટલાક મહિનાઓમાં બાકીના 4 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે પણ સંકલન સાધી લેવામાં આવશે. આ યોજના લાભાર્થીઓને દેશમાંથી ગમે તે સ્થળેથી પોતાનું રાશન મેળવવા માટેની મંજૂરી આપે છે, ખાસ કરીને સ્થળાંતર કરનાર કારીગરો જે સ્થળે રહી રહ્યા છે ત્યાં તેઓ અડધું રાશન પ્રાપ્ત કરી શકે છે અને તેમનો પરિવાર તેમના મૂળ વતનમાં બાકીનું રાશન પ્રાપ્ત કરી શકે છે.

migrant workers.jpg

અસંગઠીત શ્રમ દળ માટે એક પોર્ટલ

અસંગઠીત શ્રમિક દળ પ્રત્યે સરકારના પ્રયાસોને વધારે વિસ્તૃત કરવા માટે જેમાં ખાસ ધ્યાન સ્થળાંતર કરનાર કારીગરો ઉપર છે તેમની માટે શ્રીમતી નિર્મલા સીતારમણે એક પોર્ટલ જાહેર કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે જે ગિગ, બિલ્ડિંગ અને બાંધકામના કારીગરો સહિત અન્ય શ્રમિકો વિષેની જરૂરી માહિતી એકત્રિત કરશે. તેનાથી સ્થળાંતર કરનારા કારીગરો માટે આરોગ્ય, આવાસ, કૌશલ્ય, વીમા, ક્રેડિટ અને ખાદ્યાન્ન યોજનાઓ તૈયાર કરવામાં પણ મદદ મળી રહેશે.

labour welfare.jpg

શ્રમ સંહિતાઓનું અમલીકરણ

નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે સરકાર તમામ શ્રેણીના કારીગરોના લઘુત્તમ પગારના અમલીકરણ સાથે ગિગ અને પ્લેટફોર્મ કારીગરોને સામાજિક સુરક્ષાના લાભો પહોંચાડવા માટે ચાર શ્રમ સંહિતાઓના અમલીકરણને સંક્ષિપ્ત બનાવશે. કર્મચારી રાજ્ય વીમા નિગમ અંતર્ગતનું કવરેજ પણ તેમને પહોંચાડવામાં આવશે. મહિલાઓને તમામ શ્રેણીઓમાં કામ કરવાની પરવાનગી આપવામાં આવશે અને નાઈટ શિફ્ટસમાં પણ તેમને પૂરતું સંરક્ષણ આપવામાં આવશે.

એકમાત્ર રજીસ્ટ્રેશન અને લાયસન્સિંગની જોગવાઈ તેમજ ઓનલાઈન રિટર્ન્સ પણ કર્મચારીઓ ઉપરથી પરવાનગી પત્રો બોજને હળવો કરશે.      

 

SD/GP/BT


(Release ID: 1693941) Visitor Counter : 280