સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસોની સંખ્યા સતત ઘટાડા સાથે 1.71 લાખ રહી


અંદાજે 30 લાખ લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી

Posted On: 29 JAN 2021 11:59AM by PIB Ahmedabad

ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે. આજે સક્રિય કેસોની સંખ્યા ઘટીને 1.71 લાખ (1,71,686) થઇ ગઇ છે.

ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની ટકાવારી માત્ર 1.60% રહી છે.

સમગ્ર દુનિયાના આંકડાઓની સરખામણી કરવામાં આવે તો ભારત, પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછા કેસો ધરાવતા દેશોમાંથી છે. હાલમાં આ સરેરાશ આંકડો 7,768 છે. સામે પક્ષે, જર્મની, રશિયા, ઇટાલી, બ્રાઝિલ, ફ્રાન્સ, UK અને USA જેવા દેશોમાં આ આંકડો ઘણો વધારે છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001A5G7.jpg

17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસોની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ (7,768) કરતાં ઓછી છે.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002205M.jpg

ભારતમાં કુલ પરીક્ષણોનો આંકડો આજે 19.5 કરોડથી વધુ (19,50,81,079) થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,42,306 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એકંદરે રાષ્ટ્રીય પોઝિટીવિટી દર ઘટીને 5.50% થઇ ગયો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003GZY8.jpg

 

સમગ્ર દેશમાં ચાલી રહેલી કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત 29 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં અંદાજે 30 લાખ (29,28,053) લાભાર્થીઓને કોવિડ-19 વિરોધી રસી આપવામાં આવી છે.

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

2656

2

આંધ્રપ્રદેશ

171683

3

અરુણાચલ પ્રદેશ

8656

4

આસામ

28918

5

બિહાર

107174

6

ચંદીગઢ

2764

7

છત્તીસગઢ

62115

8

દાદરા અને નગર હવેલી

493

9

દમણ અને દીવ

286

10

દિલ્હી

48008

11

ગોવા

2882

12

ગુજરાત

162616

13

હરિયાણા

115968

14

હિમાચલ પ્રદેશ

18848

15

જમ્મુ અને કાશ્મીર

22401

16

ઝારખંડ

24315

17

કર્ણાટક

286089

18

કેરળ

106583

19

લદાખ

818

20

લક્ષદ્વીપ

746

21

મધ્યપ્રદેશ

195187

22

મહારાષ્ટ્ર

220587

23

મણીપુર

2855

24

મેઘાલય

3870

25

મિઝોરમ

6728

26

નાગાલેન્ડ

3973

27

ઓડિશા

194058

28

પુડુચેરી

1813

29

પંજાબ

50977

30

રાજસ્થાન

257833

31

સિક્કિમ

1776

32

તમિલનાડુ

88467

33

તેલંગાણા

151246

34

ત્રિપુરા

24302

35

ઉત્તરપ્રદેશ

294959

36

ઉત્તરાખંડ

19517

37

પશ્ચિમ બંગાળ

187485

38

અન્ય

48,401

કુલ

29,28,053

 

છેલ્લા 24 કલાકમાં 10,205 સત્રોનું આયોજન કરીને 5,72,060 આરોગ્ય સંભાળ કર્મચારીને રસી આપવામાં આવી છે.

આજદિન સુધીમાં કુલ 52,878 સત્રો યોજાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043RKV.jpg

દરરોજ રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં પ્રગતિપૂર્ણ વધારો જોવા મળી રહ્યો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005CQTC.jpg

કુલ રસી આપવામાં આવેલા લાભાર્થીઓમાંથી 72.46% લોકો 10 રાજ્યોમાંથી છે. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ લાભાર્થીને રસી આપવામાં આવી છે જ્યારે તે પછીના ક્રમે કર્ણાટક અને રાજસ્થાન છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006HVPJ.jpg

ભારતમાં એકંદરે સાજા થનારાઓની સંખ્યા આજે 1.03 કરોડ (1,03,94,352) સુધી પહોંચી ગઇ છે. સાજા થવાનો દર 96.96% થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા પોઝિટીવ મળેલા દર્દીની સંખ્યા 18,855 છે જ્યારે છેલ્લા 24 કલાકમાં સાજા થયેલાઓની સંખ્યામાં વધુ 20,746નો ઉમેરો થયો છે.

 

છેલ્લા અહેવાલ અનુસાર, છત્તીસગઢમાં નવા 6,451 કેસ નોંધાયા છે જ્યારે 6,479 દર્દીઓને રજા આપવામાં આવી છે અને 35 દર્દીઓ મૃત્યુ પામ્યા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યા અનુસાર, જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે કેસો, રજા આપવામાં આવેલા દર્દીઓ અને મૃત્યુના આંકડાઓની ફરી મેળવણી કર્યા પછી આંકડાઓમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે.

 

નવા સાજા થયેલામાંથી 85.36% દર્દીઓ 7 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

છત્તીસગઢમાં એક દિવસમાં સૌથી વધુ નવા 6,479 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કેરળમાં વધુ 5,594 અને મહારાષ્ટ્રમાં વધુ 3,181 દર્દીઓ સાજા થયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007CJD8.jpg

 

નવા સંક્રમિતોમાંથી 85.73% દર્દીઓ 5 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે.

છત્તીસગઢમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા 6,451 કેસ નોંધાયા છે. ઉપર ઉલ્લેખ કર્યા અનુસાર જિલ્લા સ્તરે અને રાજ્ય સ્તરે કેસો, રજા આપવામાં આવેલા દર્દીઓ અને મૃત્યુના આંકડાઓની ફરી મેળવણી કર્યા પછી આંકડાઓમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે.

ત્યારપછીના ક્રમે કેરળમાં સૌથી વધુ 5,771 જ્યારે મહારાષ્ટ્રમાં 2,889 નવા કેસ નોંધાયા છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0082UOD.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 163 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 85.89% મૃત્યુ આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુઆંક (50) છે. છત્તીસગઢમાં વધુ 35 જ્યારે કેરળમાં વધુ 19 દર્દીઓ દૈનિક ધોરણે મૃત્યુ પામ્યા હોવાનું નોંધાયું છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image009K2BW.jpg

19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુઆંક રાષ્ટ્રીય સરેરાશ (112) કરતાં ઓછો છે.

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010LG6L.jpg

SD/GP



(Release ID: 1693164) Visitor Counter : 220