ગૃહ મંત્રાલય

ગૃહ મંત્રાલયે કોવિડ-19નાં સંબંધમાં નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટે માર્ગદર્શિકા જાહેર કરી

નિયંત્રણ ઝોનોની બહાર તમામ પ્રકારની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ પ્રવૃત્તિઓ અને કોવિડ-19ને અનુરૂપ વર્તણૂંક પર કેન્દ્રિત નિયંત્રણ માટેનાં પગલાં અને SOPsનો અમલ જાળવી રાખવાનો આદેશ

Posted On: 27 JAN 2021 6:11PM by PIB Ahmedabad
  • ગૃહ મંત્રાલયે (MHA) આજે નિરીક્ષણ, નિયંત્રણ અને સાવચેતી માટે માર્ગદર્શિકા સાથે એક આદેશ જાહેર કર્યો હતો, જે 1 ફેબ્રુઆરી, 2021થી લાગુ થશે અને 28 ફેબ્રુઆરી, 2021 સુધી અમલમાં રહેશે.
  • માર્ગદર્શિકાનું મુખ્ય કેન્દ્ર કોવિડ-19 રોગચાળાના પ્રસાર માટે હાંસલ થયેલી મહત્ત્વપૂર્ણ સફળતાઓને વધારે મજબૂત કરવાનો છે, જે છેલ્લાં ચાર મહિનામાં દેશમાં કોરોનાના સક્રિય અને નવા કેસોમાં સતત ઘટાડા સ્વરૂપે જોવા મળે છે. એટલે એ આગ્રહ રાખવામાં આવ્યો છે કે, રોગચાળામાંથી સંપૂર્ણપણે બહાર આવવા સાવચેતી જાળવવાની જરૂર છે તથા ગૃહ મંત્રાલયે (MHA) અને આરોગ્ય પરિવાર અને કલ્યાણ મંત્રાલયે (MOHFW) જાહેર કરેલી માર્ગદર્શિકા/ SOPsનાં કડક પાલન, નિરીક્ષણ અને નિયંત્રણ પર કેન્દ્રિત સૂચિત નિયંત્રણ વ્યૂહરચનાને કડકપણે અનુસરવામાં આવશે.

નિરીક્ષણ અને નિયંત્રણ

  • જો જરૂર પડશે, તો જિલ્લા સત્તામંડળો દ્વારા નિયંત્રણ ઝોનોને માઇક્રો સ્તરે કાળજીપૂર્વક અંકિત કરવામાં આવશે, જે માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) દ્વારા સૂચિત માર્ગદર્શિકાને ધ્યાનમાં લેવાશે. અંકિત કરેલા નિયંત્રણ ઝોનોની અંદર MoHFW દ્વારા સૂચિત રોગચાળાના નિયંત્રણ માટેના પગલાં અતિ સાવધાની સાથે પાલન કરવામાં આવશે.
  • સ્થાનિક જિલ્લા, પોલીસ અને મ્યુનિસિપલ સત્તામંડળો એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર હશે કે સૂચિત નિયંત્રણ પગલાંનું કડકપણે પાલન થાય છે અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો આ સંબંધમાં સંબંધિત અધિકારીઓની જવાબદારી સુનિશ્ચિત કરશે.

કોવિડને અનુરૂપ વર્તણૂંક

  • રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની સરકારો કોવિડ-19ને અનુરૂપ વર્તણૂંકને પ્રોત્સાહન આપવા જરૂરી તમામ પગલા લેશે અને ફેસ માસ્ક પહેરવાનું, હેન્ડ સેનીડાઈઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું સુનિશ્ચિત કરશે.
  • કોવિડ-19ની વ્યવસ્થા માટે રાષ્ટ્રીય સ્તરનાં સૂચનોનું દેશભરમાં પાલન જળવાઈ રહેશે તેમજ સાથે સાથે કોવિડ-19ને અનુરૂપ વ્યવહાર કે અભિગમ લાગુ કરવામાં આવશે.

સૂચિત SOPsનું કડક પાલન

  • નિયંત્રણ ઝોનોની બહાર નીચેના સિવાય તમામ પ્રકારની પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે, જે નીચે જણાવ્યા મુજબ SOPsના કડક પાલનને આધિન રહેશે:
    • સામાજિક/ ધાર્મિક/ રમતગમત/ મનોરંજન/ શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક સમારંભોને હોલની ક્ષમતાના મહત્તમ 50 ટકા સુધી મંજૂરી આપવામાં આવી છે, જેમાં બંધ જગ્યામાં તથા ખુલ્લી જગ્યામાં મેદાન/ જગ્યાની સાઇઝને ધ્યાનમાં રાખીને 200 વ્યક્તિઓની ટોચમર્યાદા છે. હવે આ પ્રકારના સમારંભોને મંજૂરી આપવામાં આવશે, જે સંબંધિત રાજ્ય સરકાર/કેન્દ્રશાસિત પ્રદેશની SOPને આધિન રહેશે.
    • સિનેમા હોલ્સ અને થિયટરોને મંજૂરી આપવામાં આવી છે. હવે તેમને વધારે બેઠક ક્ષમતા પર કામ કરવાની મંજૂરી આપવામાં આવશે, જે માટે સંશોધિત ગૃહ મંત્રાલય (MHA) સાથે ચર્ચાવિચારણા કરીને માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા સંશોધિત SOP જાહેર કરવામાં આવશે.
    • રમતો સાથે સંબંધિત વ્યક્તિઓના ઉપયોગ માટે સ્વિમિંગ પૂલ્સની મંજૂરી આપવામાં આવી છે. હવે સ્વિમિંગ પૂલ્સને તમામ પ્રકારના વપરાશ માટે મંજૂરી આપવામાં આવશે, જે માટે ગૃહ મંત્રાલય (MHA) સાથે ચર્ચાવિચારણા કરીને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય (MoYA&S) સંશોધિત SOP જાહેર કરશે.
    • બિઝનેસ ટૂ બિઝનેસ (B2B) પ્રદર્શન હોલને મંજૂરી આપવામાં આવી છે. હવે તમામ પ્રકારના પ્રદર્શન હોલ્સને મંજૂરી આપવામાં આવશે, જે માટે ગૃહ મંત્રાલય સાથે ચર્ચાવિચારણા કરીને વાણિજ્યિક વિભાગ દ્વારા સંશોધિત SOP બહાર પાડવામાં આવશે.
  • પેસેન્જરોનાં આંતરરાષ્ટ્રીય હવાઈ પ્રવાસને વધારે ખોલવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય  (MOCA) સ્થિતિની સમીક્ષા કરીને ગૃહ મંત્રાલય (MHA) સાથે ચર્ચાવિચારણા કરીને નિર્ણય લઈ શકે છે.
  • સમયેસમયે વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ માટે SOPs બહાર પાડવામાં આવે છે. એમાં સામેલ છેઃ પેસેન્જર ટ્રેનોની અવરજવર, એર ટ્રાવેલ, મેટ્રો ટ્રેન, શાળાઓ, ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ, હોટેલ્સ અને રેસ્ટોરાં, શોપિંગ મોલ્સ, મલ્ટિપ્લેક્સિસ અને મનોરંજન પાર્ક્સ, યોગા કેન્દ્રો અને જિમ્ન્શિયમ્સ વગેરે. આ SOPsનું પાલન કરાવવા માટે જવાબદાર સંબંધિત સત્તામંડળોએ કડકપણે એનો અમલ કરાવવો પડશે.

સ્થાનિક નિયંત્રણો

  • રાજ્યો વચ્ચે અને રાજ્યની અંદર વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની અવરજવર પર કોઈ નિયંત્રણ લાગુ નહીં પડે, જેમાં પડોશી દેશો સાથે સમજૂતીઓ અંતર્ગત સરહદની આરપાર થતાં વેપાર માટે થતી અવરજવર સામેલ છે. આ પ્રકારની અવરજવર કે હેરફેર માટે અલગથી કોઈ મંજૂરી/છૂટ/ઇ-પરમિટની જરૂર પડશે નહીં.

વધારે જોખમ ધરાવતી વ્યક્તિઓનું રક્ષણ

  • 62 વર્ષથી વધારે વય ધરાવતી વ્યક્તિઓ, અન્ય કોઈ બિમારીઓ ધરાવતી વ્યક્તિઓ, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી ઓછી વય ધરાવતા બાળકોને જરૂરી સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવે છે.

આરોગ્યસેતુનો ઉપયોગ

  • આરોગ્યસેતુ મોબાઇલ એપના ઉપયોગને સતત પ્રોત્સાહન આપવાનું જાળવી રાખવામાં આવશે.

 

SD/GP



(Release ID: 1692850) Visitor Counter : 261