સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં 8 મહિના પછી દૈનિક નવા કેસની સૌથી ઓછી સંખ્યા નોંધાઇ; છેલ્લા 24 કલાકમાં નવા 9,102 પોઝિટીવ દર્દી મળ્યા


કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા હવે માત્ર 1.66% રહી

8 મહિના કરતાં વધારે સમય પછી દૈનિક મૃત્યુઆંક ઘટીને 117 થયો

રસી મેળવનારા આરોગ્ય સંભાળ કર્મચારીઓનો કુલ આંકડો 20 લાખથી વધુ થયો

Posted On: 26 JAN 2021 11:18AM by PIB Ahmedabad

વૈશ્વિક મહામારી કોરોના સામેની જંગમાં ભારતે વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. આજે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસની સંખ્યા નવા નીચલા સ્તરે પહોંચી હતી.

દેશમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 9,102 કેસ પોઝિટીવ નોંધાયા છે જે 237 દિવસ પછી સૌથી ઓછી સંખ્યા છે. અગાઉ, 4 જૂન 2020ના રોજ એક દિવસમાં 9,304 નવા કેસ નોંધાયા હતા.

‘સંપૂર્ણ સરકાર’ અને ‘સંપૂર્ણ સમાજ’ના અભિગમ સાથે સરકારની દીર્ઘકાલિન, સક્રિય અને વિકસતી વ્યૂહનીતિના કારણે દૈનિક ધોરણે નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. આના કારણે દૈનિક મૃત્યુઆંકમાં પણ ઘટાડો સુનિશ્ચિત થઇ શક્યો છે. દેશમાં 8 મહિના કરતાં વધારે સમય (8 મહિના 9 દિવસ) પછી છેલ્લા 24 કલાકમાં મૃત્યુઆંક 120 કરતાં ઓછો (117) નોંધાયો છે.

WhatsApp Image 2021-01-26 at 9.59.20 AM.jpeg

આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 1,77,266 થઇ ગયું છે. દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા ઘટીને માત્ર 1.66% રહી છે.

છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસમાં 6,916 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી (128) છે. જર્મની, રશિયા, બ્રાઝિલ, ઇટાલી, UK અને USAમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસેની સંખ્યા ઘણી વધારે છે.

WhatsApp Image 2021-01-26 at 10.19.03 AM.jpeg

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કુલ કેસની સંખ્યા પણ દુનિયામાં સૌથી ઓછા પૈકી એક છે (7,736).

WhatsApp Image 2021-01-26 at 10.15.08 AM.jpeg

કોવિડ-19 રસીકરણ કવાયત અંતર્ગત 26 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં કુલ 20,23,809 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 7,764 સત્રોનું આયોજન કરીને 4,08,305 લોકોને રસી આપવામાં આવી છે.

આજદિન સુધીમાં કુલ 36,378 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા

1

આંદામાન અને નિકોબાર ટાપુઓ

2,369

2

આંધ્રપ્રદેશ

1,56,120

3

અરુણાચલ પ્રદેશ

7,307

4

આસામ

19,837

5

બિહાર

88,450

6

ચંદીગઢ

1,928

7

છત્તીસગઢ

40,025

8

દાદરા અને નગર હવેલી

345

9

દમણ અને દીવ

320

10

દિલ્હી

33,219

11

ગોવા

1,796

12

ગુજરાત

91,927

13

હરિયાણા

1,05,419

14

હિમાચલ પ્રદેશ

13,544

15

જમ્મુ અને કાશ્મીર

16,173

16

ઝારખંડ

18,413

17

કર્ણાટક

2,31,172

18

કેરળ

71,973

19

લદાખ

670

20

લક્ષદ્વીપ

676

21

મધ્યપ્રદેશ

67,083

22

મહારાષ્ટ્ર

1,36,901

23

મણીપુર

2,485

24

મેઘાલય

2,748

25

મિઝોરમ

4,852

26

નાગાલેન્ડ

3,675

27

ઓડિશા

1,77,090

28

પુડુચેરી

1,813

29

પંજાબ

39,418

30

રાજસ્થાન

1,61,116

31

સિક્કિમ

1,047

32

તમિલનાડુ

69,027

33

તેલંગાણા

1,30,390

34

ત્રિપુરા

19,698

35

ઉત્તરપ્રદેશ

1,23,761

36

ઉત્તરાખંડ

14,546

37

પશ્ચિમ બંગાળ

1,22,851

38

અન્ય

43,625

 

કુલ

20,23,809

 

કુલ સાજા થયેલાની સંખ્યા આજે 1.03 કરોડ (1,03,45,985) થઇ ગઇ છે જેના કારણે સાજા થવાનો દર 96.90% સુધી પહોંચી ગયો છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત સતત વધી રહ્યો છે જે હાલમાં 1,01,68,719 થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં સાજા થયેલાની સંખ્યા 15,901 નોંધાઇ છે.

નવા સાજા થયેલામાંથી 83.68% દર્દીઓ 9 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,606 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત, મહારાષ્ટ્રમાં વધુ 3,080 દર્દીઓ જ્યારે કર્ણાટકમાં વધુ 1,036 દર્દીઓ એક દિવસમાં સાજા થયા છે.

WhatsApp Image 2021-01-26 at 10.02.00 AM.jpeg

નવા નોંધાયેલા સંક્રમિતોમાંથી 81.76% દર્દીઓ 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 3,361 નવા દર્દીઓ દૈનિક ધોરણે પોઝિટીવ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે નવા 1,842 કેસ જ્યારે તમિલનાડુમાં નવા 540 કેસ પોઝિટીવ નોંધાયા હતા.

WhatsApp Image 2021-01-26 at 9.50.02 AM.jpeg

છેલ્લા 24 કલાક વધુ 117 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે જેમાંથી 63.25% દર્દીઓ પાંચ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હતા.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 30 દર્દીના મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ, કેરળ અને છત્તીસગઢમાં અનુક્રમે નવા 17 અને 13 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

WhatsApp Image 2021-01-26 at 9.52.53 AM.jpeg

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીઓ મૃત્યુઆંક (111) દુનિયામાં સૌથી ઓછા પૈકી એક છે.

WhatsApp Image 2021-01-26 at 10.11.29 AM.jpeg

 

 

SD/GP/BT


(Release ID: 1692517) Visitor Counter : 298