સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
ભારતમાં સક્રિય કેસોનું ભારણ વધુ ઘટીને 1.84 લાખ થયું
આજે સવારે 8 વાગ્યા સુધીમાં અંદાજે 16 લાખ આરોગ્ય સંભાળ કર્મચારીઓને રસી આપવામાં આવી
ભારતમાં માત્ર 6 દિવસમાં રસીના 10 લાખ ડોઝ આપવામાં આવ્યા
Posted On:
24 JAN 2021 11:08AM by PIB Ahmedabad
સફળ પરીક્ષણ- ટ્રેકિંગ- સારવાર- પરીક્ષણ- ટેકનોલોજીની વ્યૂહનીતિના પુરાવારૂપે ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં થઇ રહેલા સતત ઘટાડાના કારણે સક્રિય કેસોની સંખ્યામાં પર એકધારું ઘટાડાનું વલણ જળવાઇ રહ્યું છે.
ભારતમાં સક્રિય કેસોનું ભારણ આજે ઘટીને 1,84,408 થઇ ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો હિસ્સો માત્ર 1.73% રહ્યો છે.
છેલ્લા 24 કલાકમાં વધુ 15,948 દર્દી સાજા થયા હોવાથી છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસોની સંખ્યામાં 1,254 કેસોનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
દેશમાં કુલ સક્રિય કેસોમાંથી 75% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં છે.
નીચે આપેલી આકૃતિ છેલ્લા એક મહિનામાં ટોચના 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસોની સંખ્યામાં જોવા મળેલો તફાવત દર્શાવે છે.
24 જાન્યુઆરી 2021ના રોજ સવારે 8 વાગ્યા સુધીમાં દેશમાં લગભગ 16 લાખ (15,82,201) લાભાર્થીને કોવિડ-19ની રસી આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં યોજાયેલા 3,512 સત્રોમાં લગભગ 2 લાખ (1,91,609) લોકોને રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં રસીકરણ માટે કુલ 27,920 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.
અનુક્રમ નંબર
|
રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ
|
રસી લેનારા લાભાર્થીઓની સંખ્યા
|
1
|
આંદામાન અને નિકોબારના ટાપુઓ
|
1,998
|
2
|
આંધ્રપ્રદેશ
|
1,47,030
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
6,511
|
4
|
આસામ
|
13,881
|
5
|
બિહાર
|
76,125
|
6
|
ચંદીગઢ
|
1,502
|
7
|
છત્તીસગઢ
|
28,732
|
8
|
દાદરા અને નગર હવેલી
|
345
|
9
|
દમણ અને દીવ
|
283
|
10
|
દિલ્હી
|
25,811
|
11
|
ગોવા
|
1,561
|
12
|
ગુજરાત
|
78,466
|
13
|
હરિયાણા
|
71,297
|
14
|
હિમાચલ પ્રદેશ
|
13,544
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
11,647
|
16
|
ઝારખંડ
|
14,806
|
17
|
કર્ણાટક
|
1,88,971
|
18
|
કેરળ
|
53,529
|
19
|
લદાખ
|
558
|
20
|
લક્ષદ્વીપ
|
633
|
21
|
મધ્યપ્રદેશ
|
38,278
|
22
|
મહારાષ્ટ્ર
|
99,885
|
23
|
મણીપુર
|
2,319
|
24
|
મેઘાલય
|
2,236
|
25
|
મિઝોરમ
|
3,979
|
26
|
નાગાલેન્ડ
|
3,443
|
27
|
ઓડિશા
|
1,52,371
|
28
|
પુડુચેરી
|
1,478
|
29
|
પંજાબ
|
30,319
|
30
|
રાજસ્થાન
|
67,270
|
31
|
સિક્કિમ
|
960
|
32
|
તમિલનાડુ
|
59,226
|
33
|
તેલંગાણા
|
1,10,031
|
34
|
ત્રિપુરા
|
14,252
|
35
|
ઉત્તરપ્રદેશ
|
1,23,761
|
36
|
ઉત્તરાખંડ
|
10,514
|
37
|
પશ્ચિમ બંગાળ
|
84,505
|
38
|
અન્ય
|
40,144
|
અન્ય
|
15,82,201
|
ભારતમાં માત્ર 6 દિવસમાં જ રસીના 10 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. આ સંખ્યા USA અને UK જેવા દેશોની સરખામણીએ વધારે છે. UKમાં 10 લાખ ડોઝ આપવામાં 18 દિવસ જ્યારે USAમા 10 દિવસ લાગ્યા હતા.
દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 10,316,786 થઇ ગઇ છે જેથી સાજા થવાનો દર 96.83% થઇ ગયો છે અને તેમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે.
નવા સાજા થયેલા કેસોમાંથી 84.30% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાની પુષ્ટિ થઇ છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,283 દર્દીઓ સાજા થઇ ગયા છે જ્યારે મહારાષ્ટ્રમાં નવા 3,694 દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 14,849 દર્દીઓ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે.
80.67% નવા નોંધાયેલા દર્દીઓ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં દૈનિક ધોરણે નવા દર્દીઓનો સર્વાધિક આંકડો નોંધાયો છે જ્યાં 24 કલાકમાં વધુ 6,960 દર્દી સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં ગઇકાલે વધુ 2,697 જ્યારે કર્ણાટકમાં 902 નવા દર્દી નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કુલ 155 મૃત્યુમાંથી 79.35% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્રમાં 56 દર્દીઓ જ્યારે કેરળ અને દિલ્હીમાં અનુક્રમે વધુ 23 અને 10 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.
****
(Release ID: 1691918)
Visitor Counter : 240