સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં સક્રિય કેસનું ભારણ વધુ ઘટીને 1.92 લાખ થયું


આજે સવારે 7 વાગ્યા સુધીમાં 8 લાખથી વધારે આરોગ્ય સંભાળ કર્મચારીઓનું રસીકરણ થયું

17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી

Posted On: 21 JAN 2021 10:48AM by PIB Ahmedabad

ભારતમાં આજે સક્રિય કેસનું ભારણ ઘટીને 1,92,308 થઇ ગયું છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા માત્ર 1.81% રહી છે.

દરરોજ સાજા થનારા દર્દીઓની સંખ્યામાં થઇ રહેલી વૃદ્ધિ અને નવા નોંધાતા કેસમાં સતત ઘટાડાના કારણે કુલ સક્રિય કેસના ભારણમાં ચોખ્ખો ઘટાડો સુનિશ્ચિત કરી શકાયો છે. છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 4,893 કેસનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

સક્રિય કેસની સંખ્યામાં સતત ઘટાડાના રાષ્ટ્રીય વલણના પગલે 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ કેસની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી નોંધાઇ છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ કેસ સંખ્યા 7,689 છે.

દેશમાં કુલ સક્રિય કેસમાંથી 73% દર્દીઓ પાંચ રાજ્યો એટલે કે, કેરળ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને પશ્ચિમ બંગાળમાં છે.

21 જાન્યુઆરી 2021ના રોજ સવારે 7 વાગ્યા સુધીની સ્થિતિ અનુસાર, કુલ 8,06,484 લાભાર્થીઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં 2,398 સત્રોમાં કુલ 1,31,649 વ્યક્તિઓને રસી આપવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 14,118 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે.

 

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીની સંખ્યા

1

આંદામાન અને નિકોબાર ટાપુઓ

644

2

આંધ્રપ્રદેશ

91,778

3

અરુણાચલ પ્રદેશ

3,023

4

આસામ

7,585

5

બિહાર

47,433

6

ચંદીગઢ

469

7

છત્તીસગઢ

16,255

8

દાદરા અને નગર હવેલી

125

9

દમણ અને દીવ

94

10

દિલ્હી

12,902

11

ગોવા

426

12

ગુજરાત

21,832

13

હરિયાણા

30,402

14

હિમાચલ પ્રદેશ

5,094

15

જમ્મુ અને કાશ્મીર

4,414

16

ઝારખંડ

11,641

17

કર્ણાટક

1,21,466

18

કેરળ

24,269

19

લદાખ

240

20

લક્ષદ્વીપ

369

21

મધ્યપ્રદેશ

27,770

22

મહારાષ્ટ્ર

52,055

23

મણીપુર

1454

24

મેઘાલય

1365

25

મિઝોરમ

1508

26

નાગાલેન્ડ

2,988

27

ઓડિશા

68,743

28

પુડુચેરી

759

29

પંજાબ

7,607

30

રાજસ્થાન

32,379

31

સિક્કિમ

573

32

તમિલનાડુ

33,670

33

તેલંગાણા

69,405

34

ત્રિપુરા

3,734

35

ઉત્તરપ્રદેશ

22,644

36

ઉત્તરાખંડ

6,119

37

પશ્ચિમ બંગાળ

46,310

38

અન્ય

26,940

કુલ

8,06,484

 

છેલ્લા 24 કલાકમાં 19,965 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 10,265,706 થઇ ગઇ છે જેના પરિણામે સાજા થવાનો દર 96.75% થયો છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 87.06% દર્દીઓ દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 7,364 દર્દીઓ સાજા થઇ ગયા છે. મહારાષ્ટ્રમાં વધુ 4,589 દર્દીઓ સાજા થયા છે.

નવા નોંધાયેલામાંથી 83.84% પોઝિટીવ કેસ આઠ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ કેરળમાં નોંધાયા છે જ્યાં છેલ્લા 24 કલાકમાં વધુ 6,815 દર્દીઓ સંક્રમિત થયા છે. મહારાષ્ટ્રમાં વધુ 3,015 દર્દીઓ જ્યારે છત્તીસગઢમાં વધુ 594 દર્દીઓ પોઝિટીવ હોવાની ગઇકાલે પુષ્ટિ થઇ હતી.

છેલ્લા 24 કલાકમાં દેશમાં નવા નોંધાયેલા 151 દર્દીઓના મૃત્યુમાંથી 83.44% દર્દીઓ આઠ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ 59 દર્દીના મૃત્યુ થયા છે. કેરળ અને છત્તીસગઢમાં અનુક્રમે વધુ 18 અને 10 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દેશમાં 19 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે. ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સરેરાશ મૃત્યુ સંખ્યા 111 છે અને મૃત્યુદર 1.44% છે.

બીજી તરફ, 17 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જ્યાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુ સંખ્યા રાષ્ટ્રીય સરેરાશની તુલનાએ વધારે છે.

SD/GP/BT



(Release ID: 1690799) Visitor Counter : 186