મંત્રીમંડળ
મંત્રીમંડળે 850 મેગાવોટના રટલ હાઇડ્રો વીજ પ્રોજેક્ટ માટે રૂ. 5281.94 કરોડની રોકાણની દરખાસ્તને મંજૂરી આપી
Posted On:
20 JAN 2021 5:09PM by PIB Ahmedabad
આજે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાર જિલ્લામાં ચેનાબ નદીના કિનારે સ્થિત 850 મેગાવોટની ઊર્જાક્ષમતા ધરાવતા રટલ હાઇડ્રો ઇલેક્ટ્રિક (એચઇ) પ્રોજેક્ટ માટે રૂ. 5281.94 કરોડના રોકાણની મંજૂરી આપવામાં આવી છે. આ માટે રાષ્ટ્રીય જળવિદ્યુત વીજ નિગમ (એનએચપીસી) અને જમ્મુ અને કાશ્મીર રાજ્ય વીજ વિકાસ નિગમ લિમિટેડ (જેકેએસપીડીસી) વચ્ચે સંયુક્ત સાહસમાં નવી કંપની (જેવીસી)ની રચના થશે, જેમાં એનએચપીસી 51 ટકા અને જેકેએસપીડીસી 49 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવશે.
પ્રોજેક્ટની ખાસિયતો
ભારત સરકારે રટલ એચઇ પ્રોજેકટ (850 મેગાવોટ)ના નિર્માણ માટે રચવામાં આવનાર જેવીસી માં જેકેએસપીડીસીના ઇક્વિટી પ્રદાન માટે રૂ. 776.44 કરોડની સહાય પ્રદાન કરીને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને ટેકો પણ આપ્યો છે. એનએચપીસી એના આંતરિક સંસાધનોમાંથી રૂ. 808.14 કરોડનું રોકાણ કરશે. રટલ જળવિદ્યુત પ્રોજેક્ટ 60 મહિનાના સમયગાળાની અંદર કાર્યરત થશે. આ પ્રોજેક્ટમાં પેદા થનાર વીજળી ગ્રિડને બેલેન્સ પ્રદાન કરવામાં અને વીજ પુરવઠાની સ્થિતિ સુધારવામાં મદદરૂપ થશે.
અમલીકરણની વ્યૂહરચના
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની સરકાર આ પ્રોજેક્ટને વ્યવહારિક બનાવવા પ્રોજેક્ટ શરૂ થયા પછી 10 વર્ષ માટે પાણીના વપરાશના ચાર્જ લેવામાંથી મુક્તિ આપશે, રાજ્યના જીએસટીના હિસ્સા (એટલે કે એસજીએસટી)નું રિઇમ્બર્સમેન્ટ કરશે અને સંવર્ધિત રીતે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને નિઃશુલ્ક વીજળીમાંથી મુક્તિ આપશે એટલે કે પ્રોજેક્ટ શરૂ થયા પછી પ્રથમ વર્ષમાં કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને પ્રાપ્ત થતી મફત વીજળી પર 1 ટકા ચાર્જ લાગશે અને પછી દર વર્ષે 1 ટકાનો વધારો થશે. આ રીતે 12મા વર્ષે 12 ટકા લાગશે.
ઉદ્દેશો
આ પ્રોજેક્ટની નિર્માણ સંબંધિત કામગીરી આસપાસના 4000 વ્યક્તિઓને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પ્રદાન કરશે તથા કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના સંપૂર્ણ સામાજિક-આર્થિક વિકાસમાં પ્રદાન કરશે. ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરને રૂ. 5289 કરોડની મફત વીજળીનો લાભ મળશે અને પ્રોજેક્ટના 40 વર્ષના ચક્ર દરમિયાન રટલ જળવિદ્યુત પ્રોજેક્ટમાંથી રૂ. 9581 કરોડનો પાણીનો વપરાશ ચાર્જ વેરા સ્વરૂપે મળશે.
SD/GP/BT
(Release ID: 1690460)
Visitor Counter : 359
Read this release in:
Kannada
,
Marathi
,
Tamil
,
Telugu
,
Malayalam
,
Bengali
,
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi