પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગુરુ ગોવિંદ સિંહજીના આદર્શોના આધારે દેશ આગળ વધી રહ્યો છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પોસ્ટેડ ઓન: 20 JAN 2021 3:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી  શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ ગોવિંદસિંહજીને તેમના પ્રકાશ પર્વ નિમિત્તે પ્રણામ કર્યા. તેમણે આ શુભ પ્રસંગે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી હતી. તેમણે આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના - ગ્રામીણ અંતર્ગત ઉત્તરપ્રદેશમાં 6 લાખથી વધુ લાભાર્થીઓને આર્થિક સહાય આપ્યા બાદ સંબોધન કર્યું હતું.

પ્રધાનમંત્રીએ લાભાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી સાથે જ પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે તેમને લાગે છે કે ગુરુ સાહિબ તેમના પ્રત્યે અતિ ઉદાર હોવાનું તેઓ અનુભવી રહ્યાં છે અને ગુરુ સાહિબે તેમની સેવા કરવાની તક આપી છે ગુરુ સાહિબનું જીવન અને એમનો સંદેશ આપણને સેવા અને સત્યના માર્ગ પર ચાલવાની સાથે પડકારો ઝીલવાની પ્રેરણા આપે છે. શ્રી મોદીએ કહ્યું કે ગુરુ ગોવિંદસિંહજીએ દર્શાવ્યું છે કે, સેવા અને સત્યની ભાવના સાથે સૌથી વધુ ક્ષમતા હાંસલ થાય છે અને આપણી અંદર સાહસની ભાવના ખીલે છે તથા દેશ પ્રગતિના પંથે અગ્રેસર થાય છે.

 

SD/GP/BT


(રીલીઝ આઈડી: 1690423) મુલાકાતી સંખ્યા : 168