પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના ધૂપગુડીમાં માર્ગ અકસ્માતને લીધે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો; પીએમએનઆરએફ તરફથી આર્થિક અનુગ્રહ સહાયની જાહેરાત કરી
Posted On:
20 JAN 2021 11:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના જલપાઇગુડીના ધૂપગુડીમાં માર્ગ અકસ્માતને લીધે થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે અને પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) દ્વારા આર્થિક અનુગ્રહ સહાયની ઘોષણા કરી છે.
શ્રેણીબદ્ધ ટિ્વટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "જલપાઇગુડી (પશ્ચિમ બંગાળ)ના ધૂપગુડીમાં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ ચિંતાજનક છે. દુ:ખના આ સમયમાં શોકગ્રસ્ત પરિવારો સાથે પ્રાર્થના કરું છું. સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામના પણ કરું છું.
પીએમએનઆરએફ તરફથી પશ્ચિમ બંગાળમાં થયેલા અકસ્માતને કારણે પોતાનો જીવ ગુમાવનારાના પરિવારજનોને રૂ. 2 લાખ રૂપિયાની આર્થિક અનુગ્રહ સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને દરેકને રૂ. 50,000ની સહાય આપવામાં આવશે."
SD/GP/BT
(Release ID: 1690257)
Visitor Counter : 183
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam