કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય
પીએમકેવીવાય 3.0 કૌશલ્ય સંવર્ધન તાલીમને ભારતમાં અંતરિયાળ ગામડાઓ અને નગરોમાં લઈ જશે; રાજ્યો અને જિલ્લાઓ વધારે જવાબદારીઓ અદા કરશેઃ ડો. મહેન્દ્રનાથ પાંડે
આ યોજનાનો શુભારંભ 300થી વધારે અભ્યાસક્રમો સાથે દેશનાં આશરે 600 કેન્દ્રોમાં થયો
માગ સંચાલિત કૌશલ્ય તાલીમ માટે જિલ્લા કૌશલ્ય સમિતિઓ (ડીએસસી)ને મજબૂત કરવા પર ધ્યાન કેન્દ્રિત થશે
પીએમકેવીવાય 3.0નો ઉદ્દેશ આઠ લાખ ઉમેદવારોને તાલીમ આપવાનો છે
પીએમકેવીવાય 1.0 અને પીએમકેવીવાય 2.0 અંતર્ગત દેશમાં કૌશલ્ય સંવર્ધનની વ્યવસ્થાનાં પ્રમાણીકરણને વધારીને 1.2 કરોડથી વધારે યુવાનોને તાલીમ આપવામાં આવી છે
Posted On:
15 JAN 2021 6:10PM by PIB Ahmedabad
રોજગારક્ષમ કૌશલ્યો સાથે ભારતની યુવા પેઢીને સક્ષમ બનાવવાના ઉદ્દેશ સાથે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલય (એમએસડીએ)એ આજે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના (પીએમકેવીવાય) 3.0 આશરે 600 જિલ્લાઓમાં શરૂ કરી હતી, જેમાં યુવા પેઢી માટે 300થી વધારે કૌશલ્ય અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. પીએમકેવીવાય 3.0 કૌશલ્ય વિકાસને વધારે માગ-સંચાલિત બનાવે છે અને એનો અભિગમ વિકેન્દ્રીકૃત છે.
કેન્દ્રીય એમએસડીઇના આદરણીય મંત્રી ડો. મહેન્દ્રનાથ પાંડેએ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પીએમકેવીવાયની ત્રીજી એડિશનનો શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે રાજ્ય કક્ષાના કેન્દ્રીય એમએસડીઇ મંત્રી શ્રી આર કે સિંહ ઉપસ્થિત હતા. સ્થાનિક અર્થતંત્રને ટેકો આપવાના ઉદ્દેશ સાથે પીએમકેવીવાય 3.0ની ડિઝાઇન આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એમ બંને સ્તરે બદલાતી માગ સાથે તાલમેળ જાળવવા માટે બનાવવામાં આવી છે.
28 રાજ્યો/આઠ કેન્દ્રશાસિત પ્રદેશોનાં 717 જિલ્લાઓમાં શરૂ થયેલી પીએમકેવીવાય 3.0 ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં એક વધુ પગલું છે. પીએમકેવીવાય 3.0નો અમલ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને જિલ્લાઓની વધારે જવાબદારીઓ અને ટેકા સાથે વધારે વિકેન્દ્રીકૃત માળખામાં થશે. રાજ્ય કૌશલ્ય વિકાસ અભિયાનો (એસએસડીએમ)ના માર્ગદર્શન અંતર્ગત જિલ્લા કૌશલ્ય સમિતિઓ (ડીસીએસ) કૌશલ્ય સંવર્ધનમાં અંતરને દૂર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને જિલ્લા સ્તરે માગની આકારણી કરશે. નવી યોજના આકાંક્ષી ભારતની મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા વધારે તાલીમાર્થી અને શિક્ષાર્થી કેન્દ્રિત હશે.
પીએમકેવીવાયએ 2.0 કૌશલ્ય સંવર્ધનની વ્યવસ્થાને વેગ આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને પીએમકેવીવાય 3.0 સાથે કૌશલ્ય વિકાસ માગથી સંચાલિત કૌશલ્ય વિકાસ, ડિજિટલ ટેકનોલોજી અને ઇન્ડસ્ટ્રી 4.0 કૌશલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે નવી દિશામાં અગ્રેસર કરશે. સરકારનો વિકાસ માટેનો એજન્ડા ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વોકલ ફોર લોકલ’ વિઝન દ્વારા આગળ વધી રહ્યો છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પીએમકેવીવાય 3.0 રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે સંવર્ધિત જોડાણ સ્થાપિત કરીને વિઝન હાંસલ કરવા તરફ એક પ્રગતિશીલ પગલું છે. પીએમકેવીવાય 2.0એ રેકગ્નિશન ઓફ પ્રાયર લર્નિંગ (આરપીએલ)ના સર્વસમાવેશકતા સાથે અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરીને કૌશલ્ય વિકાસને વેગ આપ્યો હતો. પીએમકેવીવાય 3.0ની શરૂઆત સાથે અત્યાધુનિક ક્ષેત્રો અને ઇન્ડસ્ટ્રી 4.0માં રોજગારીની ભૂમિકાઓમાં કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપીને માગ-પુરવઠા વચ્ચે રહેલા ફરકને દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત થયું છે.
જ્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સંપૂર્ણ વૃદ્ધિ અને રોજગારદક્ષતામાં વધારા માટે રોજગારલક્ષી તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે પીએમકેવીવાય 3.0 ઉદ્યોગ સાથે જોડાયેલી તકોનો ઉપયોગ કરવા યુવા પેઢી માટે પ્રાથમિક સ્તરે રોજગારલક્ષી શિક્ષણમાં પ્રેરકબળની ભૂમિકા ભજવશે.
કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી આદરણીય ડો. મહેન્દ્રનાથ પાંડેએ કહ્યું હતું કે, “જો આપણે જિલ્લા સ્તરે કૌશલ્ય સંવર્ધનની વ્યવસ્થા ઊભી કરીશું, તો જ પ્રધાનમંત્રીનું ‘વોકલ ફોર લોકલ’ અને ‘આત્મનિર્ભર ભારત’નું સ્વપ્ન સાકાર થઈ શકશે. એક યુવા રાષ્ટ્ર તરીકે આપણે એ તકો ઝડપવા સજ્જ છીએ, જે ભારતને દુનિયાની કૌશલ્યની રાજધાની બનાવશે. તાલીમનો નીચેથી ઉપર તરફનો અભિગમ અપનાવીને પીએમકેવીવાય 3.0 રોજગારીની ભૂમિકાની ઓળખ કરશે, જેની સ્થાનિક સ્તરે માગ છે અને યુવાનોને કૌશલ્ય પ્રદાન કરશે. આ કૌશલ્યો પ્રાપ્ત કરીને યુવા પેઢી એમના માટે ઊભી થયેલી તકોને ઝડપી શકશે.”
તેમણે ઉમેર્યું હતું કે, “યોજનાઓ અંતર્ગત તાલીમ કાર્યક્રમોના માર્ગદર્શન અને નિરીક્ષણમાં જિલ્લા વહીવટીતંત્ર અને સાંસદોની વધતી ભૂમિકાથી સ્થાનિક સમુદાયો સાથે જોડાણ વધશે. પીએમકેવીવાય 3.0 વધારે સારી કામગીરી કરનાર રાજ્યોને વધારે ફાળવણી ઉપલબ્ધ કરાવીને રાજ્યો વચ્ચે સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપશે.”
રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય વીજ મંત્રી (સ્વતંત્ર હવાલો), નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના મંત્રી અને રાજ્ય કક્ષાના એમએસડીઇ મંત્રી શ્રી આર કે સિંહે કહ્યું હતું કે, “કૌશલ્ય એકમાત્ર ઉદ્દેશ નથી, પણ દેશની આર્થિક વૃદદ્ધિ માટે જરૂરી પૂર્વઆવશ્યકતા છે. જો આપણે ભારતે દુનિયાની કૌશલ્યની રાજધાની બનાવવાનું વિઝન પૂર્ણ કરવું હોય અને ત્યાંથી દુનિયાની ઔદ્યોગિક રાજધાની બનાવવો હોય, તો આપણે સ્પીડ અને સ્કેલ (ઝડપ અને માપ) સાથે આગળ વધવું પડશે.”
આ સમારોહમાં વિવિધ સાંસદો અને છ રાજ્યોના કૌશલ્ય વિકાસ મંત્રીઓ સહભાગી થયા હતા. ઉત્તરપ્રદેશના મેરઠ, મધ્યપ્રદેશમાં સતના, ઓડિશાના મીઠાપુર, બદરપુર, કટક તથા દક્ષિણ દિલ્હીમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રો (પીએમકેકેએસ)માંથી ઉમેદવારોએ મંત્રીઓ સાથે સંવાદ પણ કર્યો હતો તથા કૌશલ્ય વિકાસની તાલીમથી તેમના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યું અને તેમની આકાંક્ષાઓ પૂર્ણ થવાની અપેક્ષા છે એ વિશે એમના પ્રેરક અનુભવો વહેંચ્યા હતા. મંત્રીઓ સાથે આ મુક્ત સંવાદમાં ઉમેદવારોએ તેમના કેન્દ્રોમાં તાલીમ માટે જરૂરી વધારાના અભ્યાસક્રમો વિશે વાત કરી હ તી.
બંને મંત્રીઓ પીએમકેકે કેન્દ્રોના ઉમેદવારો અને વડાઓને ખાતરી આપી હતી કે, તેમને વધારાના અભ્યાસક્રમો પ્રદાન કરવામાં આવશે, જે તેમને સ્થાનિક માગ પૂર્ણ કરવામાં મદદરૂપ થશે. પીએમકેવીવાય 1.0 અને 2.0ની સફળતા માટે એમએસડીઇને અભિનંદનના સંદેશા વચ્ચે ‘વોકલ ફોર લોકલ’નો મુદ્દો વારંવાર રજૂ થયો હતો, કારણ કે તમામ સાંસદો અને પીએમકેકે કેન્દ્રોએ ઔદ્યોગિક માગ પૂર્ણ કરી શકે એવા સ્થાનિક પ્રતિભાસંપન્ન લોકોનું નિર્માણ કરવાની જરૂરિયાત વિશે વાત કરી હતી.
આ કાર્યક્રમમાં આદરણીય કેન્દ્રીય એમએસડીઇ મંત્રી ડો. મહેન્દ્રનાથ પાંડે, રાજ્ય કક્ષાના કેન્દ્રીય વીજમંત્રી (સ્વતંત્ર હવાલો), નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જાના કેન્દ્રીય મંત્રી તથા રાજ્ય કક્ષાના કેન્દ્રીય એમએસડીઇ મંત્રી શ્રી આર કે સિંહ, એમએસડીઇ મંત્રાલયના સચિવ શ્રી પ્રવીણ કુમાર, એમએસડીઇ મંત્રાલયના અધિક સચિવ શ્રી અતુલકુમાર તિવારી અને રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ (એનએસડીસી)ના એમડી અને સીઇઓ ડો. મનિષ કુમાર ઉપસ્થિત રહ્યાં હતાં. એનએસડીસીના ચેરમેન અને એલએન્ડટીના ગ્રૂપ ચેરમેન શ્રી એ એમ નાઇકે પણ કાર્યક્રમનું વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે એનએસડીસીનાં કૌશલ્ય સંવર્ધનની ઇકોસિસ્ટમને વેગ આપવાના પ્રયાસો વિશે જાણકારી આપી હતી અને મુંબઈમાં એલએન્ડટી સ્કિલ ટ્રેનર્સ એકેડેમી શરૂ કરવાની જાહેરાત કરી હતી.
દેશભર વિવિધ આઠ મતવિસ્તારોના સાંસદોએ તેમના રાજ્યોમાં કૌશલ્ય વિકાસ પ્રયાસો વિશે ડો. મહેન્દ્રનાથ પાંડે અને શ્રી આર કે સિંહ સાથે વાત કરી હતી તેમજ પીએમકેવીવાયના ત્રીજા તબક્કાને આવકાર આપ્યો હતો. ઉપરાંત છ રાજ્યો – ગુજરાત, ઓડિશા, અસમ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને કર્ણાટકના પ્રાદેશિક કૌશલ્ય વિકાસ મંત્રીઓએ કાર્યક્રમને તેમની શુભેચ્છાઓ પાઠવી હતી.
કૌશલ્ય વિકાસ પર વધારે માહિતી મેળવવા માટે કૃપા કરીને નીચે લિન્ક પર ક્લિક કરો:
PMKVY Facebook: www.facebook.com/PMKVYOfficial
Skill India Facebook: www.facebook.com/SkillIndiaOfficial
Skill India Twitter: www.twitter.com/@MSDESkillindia
Skill India YouTube: https://www.youtube.com/channel/UCzNfVNX5yLEUhIRNZJKniHg
(Release ID: 1689013)
Visitor Counter : 521
Read this release in:
Malayalam
,
English
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Urdu
,
Marathi
,
Odia
,
Tamil
,
Kannada