પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
મંત્રીમંડળે વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહકાર માટે ભારત અને UAE વચ્ચે MoUને મંજૂરી આપી
Posted On:
13 JAN 2021 1:03PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સંયુક્ત આરબ અમિરાત (UAE)ના રાષ્ટ્રીય હવામાન કેન્દ્ર (NCM) અને ભારતના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (MoES) વચ્ચે વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહકાર મામલે સમજૂતી કરાર (MoU)ને મંજૂરી આપી છે.
આ MoU જ્ઞાન, હવામાનશાસ્ત્ર માટેના ડેટા અને પરિચાલન ઉત્પાદનો, રડાર, ઉપગ્રહ, ભરતી માપકો, ભૂસ્તરશાસ્ત્ર અને હવામાનશાસ્ત્ર સ્ટેશનો જેવી ભૂસ્તરવિજ્ઞાન અને સમુદ્રી સેવાઓના આદાનપ્રદાનની સવલત પૂરી પાડે છે.
- સંશોધન. તાલીમ, વિચારવિમર્શ, આબોહવા માહિતી પર કેન્દ્રિત સેવાઓ, નવા અનુમાનો અને ઉષ્ણકટીબદ્ધિય ચક્રાવાતોની આગાહીઓ માટે ઉપગ્રહ ડેટા ઉપયોગિતા વગેરે માટે વૈજ્ઞાનિકો, સંશોધન વિદ્વાનો અને નિષ્ણાતો વગેરે દ્વારા વિનિમય/મુલાકાતો.
- સહિયારા હિતોની પ્રવૃત્તિઓ સંબંધિત વૈજ્ઞાનિક અને ટેકનિકલ માહિતીનું આદાનપ્રદાન.
- MoUમાં ઉલ્લેખ કરેલા ક્ષેત્રો અને બંને દેશોના હિતમાં હોય તેવા સહકારના ક્ષેત્રો સંબંધિત સમસ્યાઓ પર દ્વિપક્ષીય વૈજ્ઞાનિક પરિસંવાદો/ વર્કશોપ/ પરિષદો અને તાલીમ અભ્યાસક્રમોનું આયોજન.
- બંને પક્ષો દ્વારા પારસ્પરિક સંમતિ થઇ શકે તેવા સહકારના અન્ય ક્ષેત્રો.
- પારસ્પરિક સંમતિના આધારે સમુદ્ર ક્ષેત્ર પર હવામાન દેખરેખ નેટવર્કની નિયુક્તિ.
- ભારત અને UAEના પૂર્વોત્તર ક્ષેત્રોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પર અસર પડે તેવા ઓમાનના દરિયા અને અરબ સમુદ્ર પરથી ફેલાતા સુનામીની ઝડપી અને વધુ ભરોસાપાત્ર આગાહી માટે સુનામી મોડલ સંશોધકોની વિશેષ ક્ષમતાના વિકાસમાં સહયોગ.
- સુનામી અગમ ચેતવણી કેન્દ્ર (TEWC)ને સુનામી આગાહી કામગીરીઓમાં સહકાર માટે વિશેષરૂપે તૈયાર કરવામાં આવેલા આગાહી મોડલિંગ સોફ્ટવેરના રૂપમાં સહકાર આપવા માટે સહયોગ.
- ભારતમાં દક્ષિણ અને પશ્ચિમ ક્ષેત્રોમાં આવેલા તેમજ UAEમાં ઉત્તર ક્ષેત્રોમાં આવેલા કેટલાક ભૂસ્તરીય સ્ટેશનોના વાસ્તવિક સમયના ભૂસ્તરીય ડેટાનું આદાનપ્રદાન જેથી અરબ સમુદ્ર અને ઓમાનના સમુદ્રમાં સુનામી માટે કારણભૂત હોઇ શકે તેવી ભૂસ્તરીય ગતિવિધીઓ પર દેખરેખ રાખી શકાય.
- ભૂસ્તર ક્ષેત્રમાં પારસ્પરિક સહયોગ જેમાં અરબ સમુદ્ર અને ઓમાનના સમુદ્રમાં સુનામીના મોજા ઉત્પન કરવાની ક્ષમતા ધરાવતી હોય તેવી ભૂસ્તરીય ગતિવિધીઓનો અભ્યાસ પણ સામેલ છે.
- જ્ઞાનના આદાનપ્રદાન દ્વારા રેતી અને ડમરી (ધૂળ)ના તોફાનોની વહેલી આગાહી માટે પારસ્પરિક સહકાર.
પૃષ્ઠભૂમિ
હવામાન પર નિર્ભર હોય તેવા અર્થતંત્રના ક્ષેત્રોની કાર્યદક્ષતામાં વધારો કરવામાં; અને કૃષિ, પરિવહન, પાણી વગેરે કે જે સંબંધિત પ્રદેશમાં આર્થિક વિકાસનો આધાર હોય તેવા હવામાન પર નિર્ભર આર્થિક ક્ષેત્રોમાં જોખમનું વ્યવસ્થાપન કરવામાં હવામાન સંબંધિત સેવાઓ મહત્વપૂર્ણ યોગદાન આપે છે. પ્રાદેશિક અને વૈશ્વિક સહકાર દ્વારા પ્રતિરોધકતામાં વધારો કરી શકાય છે કે કારણ કે દેશો અગમ ચેતવણીઓની પ્રણાલીઓ અને આધુનિક હવામાન અને પૂર્વાનુમાન સેવાઓમાં રોકાણ કરે છે. હવામાન, પ્રાદેશિક સહકારને ક્રાંતિકારી ઢબે ઉન્નત કરવાથી હવામાનની બદલાતી રૂપરેખાની સમજમાં સુધારો લાવવામાં, અસરકારક પ્રતિભાવ વ્યૂહનીતિ ઘડવામાં, રોકાણનો ખર્ચ ઘટાડવામાં અને પ્રાદેશિક સંબંધિત ટેકનોલોજીકલ આવિષ્કારોને આગળ ધપાવવામાં તેમજ હવામાન સેવાઓમાં આધુનિકીકરણ અને ટકાઉક્ષમતાના માર્ગમાં આવતા પડકારોનો ઉકેલ લાવવામાં મદદ મળી શકે છે.
MoES (ભારત) અને NCM-UAE વચ્ચે બહુ-જોખમી અગમ ચેતવણી પ્રણાલી અને આબોહવા પ્રતિરોધકતા ક્ષેત્રમાં સહયોગી ભાગીદારીના પરિણામે જે-તે પ્રદેશમાં આર્થિક વિકાસમાં નોંધપાત્ર પ્રમાણમાં યોગદાન આપી શકાય છે.
UAEના પ્રતિનિધિમંડળે 8 નવેમ્બર 2019ના રોજ ભારતની મુલાકાત લીધી ત્યારે ભારત અને NCM-UAE દ્વારા પોતપોતાની સંસ્થાઓમાં હાથ ધરવામાં આવેલી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી અને સંશોધન માટે સહિયારા હિતોના સંખ્યાબંધ ક્ષેત્રો શોધી કાઢવામાં આવ્યા હતા. બંને પક્ષોએ ઝડપી વૈજ્ઞાનિક અને ટેકનિકલ સહયોગમાં અને ભારત અને UAEના પૂર્વોત્તર ક્ષેત્રોમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પર અસર પડે તેવા ઓમાનના દરિયા અને અરબ સમુદ્ર પરથી ફેલાતા સુનામીની ઝડપી અને વધુ ભરોસાપાત્ર આગાહી માટે રસ દાખવ્યો હતો.
(Release ID: 1688260)
Visitor Counter : 207
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada