સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં દૈનિક ધોરણે નોંધાતા નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો; છેલ્લા 24 કલાકમાં નવા 16,311 કેસ નોંધાયા


229 દિવસ પછી દૈનિક મૃત્યુઆંક 170થી ઓછો નોંધાયો

Posted On: 11 JAN 2021 11:02AM by PIB Ahmedabad

ભારતમાં છેલ્લા ઘણા દિવસથી દૈનિક ધોરણે નોંધાતા નવા કેસની સંખ્યામાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 16,311 નવા કેસ નોંધાયા છે.

ભારતમાં દૈનિક ધોરણે નવા મૃત્યુઆંકમાં પણ સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

229 દિવસ પછી દૈનિક ધોરણે નવા મૃત્યુની સંખ્યા 170 કરતાં ઓછી નોંધાઇ છે. નવા કેસની સંખ્યામાં સતત થઇ રહેલા ઘટાડા અને નવા સાજા થનારા કેસની સંખ્યામાં વૃદ્ધિના કારણે દેશમાં સક્રિય કેસનું ભારણ પણ એકધારું ઘટી રહ્યું છે.

ભારતમાં આજે કુલ સક્રિય કેસનું ભારણ ઘટીને 2.25 લાખ (2,22,526) થયું છે. ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી હાલમાં સક્રિય કેસનું ભારણ ઘટીને માત્ર 2.13% રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 16,959 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. આના કારણે કુલ સક્રિય કેસના ભારતમાં 809 દર્દીનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 10,092,909 થઇ ગઇ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે જે હાલમાં લગભગ 99 લાખની નજીક એટલે કે 98,70,383 સુધી પહોંચી ગયો છે.

આજે સાજા થવાનો દર પણ વધીને 96.43% થઇ ગયો છે. આ દર સમગ્ર દુનિયામાં સર્વાધિક દરમાંથી છે.

નવા સાજા થયેલા દર્દીઓમાંથી 78.56% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું નોંધાયું છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 4,659 નવા દર્દીઓ સાજા થઇ ગયા છે. આ ઉપરાંત, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં એક દિવસમાં અનુક્રમે 2,302 અને 962 નવા દર્દીઓ સાજા થયા છે.

નવા નોંધાયેલા કેસમાંથી 80.25% દર્દીઓ 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા 4,545 કેસ સંક્રમિત થયા હોવાની પુષ્ટિ થઇ છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 3,558 નવા દર્દીઓ પોઝિટીવ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 161 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે.

નવા દૈનિક મૃત્યુઆંકમાં 69.57% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ (34) દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. કેરળ અને પશ્ચિમ બંગાળમાં અનુક્રમે વધુ 23 અને 19 દર્દી એક દિવસમાં મૃત્યુ પામ્યા છે.

SD/GP/BT



(Release ID: 1687587) Visitor Counter : 156