સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 રસીકરણ અપડેટ
ભારતે કોવિડ-19 રસીકરણ માટે તમામ તૈયારીઓ કરી લીધી, કેન્દ્રએ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને Co-WIN વ્યવસ્થાપન વિશે માર્ગદર્શન આપ્યું
વિશ્વની સૌથી મોટી રોગ પ્રતિકારકતા કવાયતને અડીખમ આધાર પૂરો પાડવા અને બેકઅપ માટે મજબૂત ટેકનોલોજીનો ઉપયોગ
प्रविष्टि तिथि:
10 JAN 2021 2:48PM by PIB Ahmedabad
કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો અમલ કરવા માટે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો અને તમામ હિતધારકોના સહયોગથી તૈયારીઓની દિશામાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે (MoHFW) આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રશાસકો સાથે Co-WIN સૉફ્ટવેર સંદર્ભે વીડિયો કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. છેવટના લોકો સુધી રસી પહોંચાડવા માટે આ સૉફ્ટવેર કરોડરજ્જૂ સમાન છે.
કોવિડ-19ને નાથવા માટે ટેકનોલોજી અને ડેટા વ્યવસ્થાપન માટે અધિકાર પ્રાપ્ત સમૂહ, કોવિડ-19ના રસી સંચાલન માટે રાષ્ટ્રીય નિષ્ણાતોની સમિતિના ચેરમેન શ્રી રામ સેવક શર્માની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્યોના અગ્ર સચિવો, NHM મિશન નિદેશકો અને રાજ્ય ઇમ્યુનાઇઝેશન અધિકારીઓ તેમજ આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી Co-WIN સૉફ્ટવેર વિશે અને તાજેતરમાં ડ્રાય રન વખતે તેના પરિચાલન ઉપયોગ વિશેના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા અને તેના પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
શ્રી આર.એસ. શર્માએ Co-WIN સૉફ્ટવેર અને રસીકરણ કવાયત માટે ટેકનોલોજી બેકઅપ તરીકે સાંકળી લેવામાં આવેલા તેના સિદ્ધાંતોનું વિહંગાવલોકન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મજબૂત, વિશ્વસનીય અને ચપળ ટેકનોલોજી દુનિયાની સૌથી મોટી રોગ પ્રતિકારકતા કવાયત એટલે કે દેશની કોવિડ-19 રસીકરણ કવાયત માટે અડીખમ આધાર અને બેકઅપ બંને પૂરાં પાડશે. તેમણે ટાંક્યું હતું કે, આ કવાયત અભૂતપૂર્વ વ્યાપકતા સાથેનો રોગ પ્રતિકારકતા કાર્યક્રમ છે. સહભાગીઓને સંબોધન આપતી વખતે તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર પ્રક્રિયા લોક કેન્દ્રિત હોવી જોઇએ અને રસી કોઇપણ સમયે, કોઇપણ જગ્યાએ ઉપલબ્ધ હોય તેવા અભિગમ પર નિર્મિત હોવી જોઇએ. તેમણે ગુણવત્તા સાથે કોઇપણ પ્રકારની બાંધછોડ કર્યા વગર લવચિકતા રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એ બાબતનો પુનરુચ્ચાર કર્યો હતો કે, અનન્ય ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરતી વખતે સમાવેશિતા, ઝડપ અને વ્યાપકતાને ધ્યાનમાં રાખવી જરૂરી છે અને તેમાં બિનજરૂરી નિર્ભરતાની અતિશયોક્તિ વગર પોર્ટેબલ (ફેરવી શકાય તેવા), સમન્વયિત કરી શકાય તેવા તમામ ભાગો હોવા જોઇએ.
EGના ચેરપર્સને વાસ્તવિક સમયમાં રસીકરણનો ડેટા પ્રાપ્ત કરવાના મહત્વનો વિશેષ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ મુદ્દો ચર્ચા ન થઇ શકે તેવો હતો; કેટલાક રાજ્યો દ્વારા કનેક્ટિવિટીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો તેને અનુલક્ષીને ડેટા પોસ્ટ કરતી વખતે પોર્ટલ ઑનલાઇન અથવા ઑફલાઇન હોઇ શકે છે.
તેમણે કોઇપણ સંજોગોમાં ‘અવેજ ના હોય’ તે સુનિશ્ચિત કરવા માટે દરેક વ્યક્તિએ કવાયત કરવાની જરૂર હોવાની મહત્વપૂર્ણ બાબત પર પણ તેમણે પ્રકાશ પાડ્યો હતો; તેમણે ભારપૂર્વક પુનરુચ્ચાર કર્યો હતો કે, લાભાર્થીઓ અનન્ય રીતે અને નિર્વિવાદ પણે ઓળખવા જરૂરી છે. આધાર પ્લેટફોર્મના ઉપયોગ અંગે ચર્ચા કરતી વખતે તેમણે રાજ્યોને સલાહ આપી હતી કે, તેઓ લાભાર્થીઓને પોતાનો વર્તમાન મોબાઇલ તેમના નંબર આધાર સાથે લિંક કરવાનો અનુરોધ કરે જેથી આધાર પ્રમાણિકરણ થઇ શકે. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો હતો કે, જે વ્યક્તિ રસી લઇ રહી હોય તેની સ્પષ્ટ ઓળખ કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે અને કઇ વ્યક્તિએ કોની પાસેથી અને કઇ રસી લીધી તેની ડિજિટલ નોંધ રાખવી પણ આવશ્યક છે. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એવી પણ સલાહ આપી હતી કે, ડેટા એકત્રીકરણમાં સુવિધા કાર્યનો હેતુ સિદ્ધ થવો જોઇએ અને ફિલ્ડ સ્તરે તેની ખરાઇ કરવી પણ જરૂરી છે.
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના અનુભવો વિશે પણ આ બેઠકમાં વ્યાપક અને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમના પ્રતિભાવો અને તેમની પાસેથી મળેલા ઇનપુટના પરિણામે સૉફ્ટવેર/પ્રોટોકોલમાં કરવામાં આવેલા ફેરફારોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આમાં સત્ર ફાળવણી/ આયોજન/ સમયનું વિભાજન; કાર્યના પ્રવાહની ફાળવણી; વેક્સિનેટર્સની ફાળવણી; વેક્સિનેટર્સ અને લાભાર્થીઓને SMS મોકલવા; અને કનેક્ટિવિટીની સમસ્યાઓ સહિત વિવિધ મુદ્દાઓ પણ સમાવી લેવામાં આવ્યા હતા.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1687471)
आगंतुक पटल : 332
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada