સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દૈનિક મૃત્યુઆંકમાં સતત ઘટાડો; સળંગ છેલ્લા 16 દિવસથી મૃત્યુઆંક 300થી ઓછો નોંધાયો છે


યુકેમાં મળી આવેલા કોરોના વાયરસના નવા સ્વરૂપથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા 90 થઇ; છેલ્લા 24 કલાકમાં કોઇ નવા દર્દીનો ઉમેરો નહીં

Posted On: 10 JAN 2021 12:32PM by PIB Ahmedabad

કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા દર્દીઓના તબીબી વ્યવસ્થાપન માટે સતત કેન્દ્રિત પ્રયાસો કરી રહી હોવાથી ભારતમાં મૃત્યુઆંક નીચો લાવવામાં સફળતા મળી છે જે આજે ઘટીને 1.44% થઇ ગયો છે. અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ, સઘન પરીક્ષણ અને સંભાળ પ્રોટોકોલના સર્વગ્રાહી ધોરણો પર આધારિત પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલના પરિણામે નવા મૃત્યુની સંખ્યામાં ઘટાડો સુનિશ્ચિત થઇ શક્યો છે.

દેશમાં છેલ્લા 16 દિવસથી સળંગ દૈનિક મૃત્યુ સંખ્યા 300થી ઓછી નોંધાઇ રહી છે.

WhatsApp Image 2021-01-10 at 10.30.26 AM (1).jpeg

 

કોવિડ વ્યવસ્થાપન અને પ્રતિભાવ નીતિના ભાગરૂપે, કેન્દ્ર સરકાર દ્વારા કોવિડના નિયંત્રણ પર જ નહીં બલકે મૃત્યુની સંખ્યામાં ઘટાડો લાવવા પર અને કોવિડની ગંભીર તેમજ તીવ્ર અસર ધરાવતા દર્દીઓને ગુણવત્તાપૂર્ણ સારવાર પૂરી પાડીને જીવન બચાવવા પર તીવ્ર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના સહકારપૂર્ણ પ્રયાસોના પરિણામે સમગ્ર દેશમાં આરોગ્ય સુવિધાઓની સ્થિતિ વધુ મજબૂત થઇ શકી છે.

પ્રત્યેક દસ લાખની વસ્તીએ સૌથી ઓછો મૃત્યુઆંક (109) ધરાવતા દેશોમાં ભારત છે. રશિયા, જર્મની, બ્રાઝિલ, ફ્રાન્સ, યુએસએ, યુકે અને ઇટાલી જેવા દેશોમાં હાલમાં પણ પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુની સંખ્યા ઘણી વધારે છે.

WhatsApp Image 2021-01-10 at 10.16.32 AM.jpeg

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 2,23,335 થઇ ગયું છે જે દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી માત્ર 2.14% છે. છેલ્લા 24 કલાકમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 19,299 નોંધાઇ છે જેના કારણે કુલ સક્રિય કેસના ભારણમાં 855 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.

આકૃતિમાં છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસની સંખ્યામાં થયેલું પરિવર્તન દર્શાવ્યું છે. મહારાષ્ટ્રમાં 1,123 દર્દીઓના ઉમેરા સાથે મહત્તમ પોઝિટીવ પરિવર્તન આવ્યું છે જ્યારે રાજસ્થાનમાં 672 કેસના ઘટાડા સાથે મહત્તમ નેગેટિવ પરિવર્તન નોંધાયું છે.

WhatsApp Image 2021-01-10 at 9.56.57 AM.jpeg

 

ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી સંખ્યા પૈકી છે. ભારતમાં આ આંકડો 162 છે જ્યારે બ્રાઝિલ, રશિયા, જર્મની, ઇટાલી, યુકે અને યુએસએ જેવા દેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ સક્રિય કેસોનું ભારણ ઘણું વધારે છે.

WhatsApp Image 2021-01-10 at 10.14.33 AM.jpeg

 

દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે વધીને 10,075,950 થઇ ગઇ છે. તેના કારણે સાજા થવાનો દર પણ વધીને 96.42% થઇ ગયો છે.

નવા સાજા થયેલા કેસમાંથી 79.12% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,424 દર્દી સાજા થયા છે જ્યારે મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં અનુક્રમે વધુ 2,401 અને 1,167 દર્દી સાજા થયા છે.

WhatsApp Image 2021-01-10 at 9.51.49 AM.jpeg

 

છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમિત થયેલા કેસની સંખ્યા 18,645 નોંધાઇ છે.

નવા પુષ્ટિ થયેલા કેસમાંથી 82.25% દર્દીઓ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 5,528 દર્દી પોઝિટીવ નોંધાયા છે. ત્યારબાદ, મહારાષ્ટ્રમાં ગઇકાલે નવા 3,581 જ્યારે છત્તીસગઢમાં નવા 1,014 કેસ પોઝિટીવ નોંધાયા હતા.

WhatsApp Image 2021-01-10 at 9.49.16 AM.jpeg

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા વધુ 201 દર્દીઓના મૃત્યુમાંથી 73.63% દર્દીઓ સાત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી મૃત્યુ પામ્યા છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ નવા 57 મૃત્યુ નોંધાયા છે જ્યારે કેરળમાં નવા મૃત્યુની સંખ્યા 22 અને પશ્ચિમ બંગાળમાં 20 છે.

 

યુકેમાં મળી આવેલના કોરોના વાયરસના નવા સ્વરૂપના જીનોમના કારણે દેશમાં સંક્રમિત થયેલા કુલ કેસની સંખ્યા 90 સુધી પહોંચી છે.

WhatsApp Image 2021-01-10 at 9.50.25 AM.jpeg

SD/GP/BT



(Release ID: 1687424) Visitor Counter : 213