પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની રસીઓને મંજૂરી મળવા બદલ દેશને અભિનંદન આપ્યાં


પ્રધાનમંત્રીએ કોરોના વોરિયર્સનો આભાર માન્યો

Posted On: 03 JAN 2021 11:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની રસીઓને ડીસીજીઆઈની મંજૂરી મળવા બદલ અભિનંદન આપ્યાં છે અને આ મંજૂરી આ કોરોના સામેની લડાઈને મજબૂત કરવા નિર્ણાયક વળાંક સમાન બનશે એવું જણાવ્યું છે.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે,

 “કોરોના સામેની લડાઈને મજબૂત કરવા નિર્ણાયક વળાંક!

ડીસીજીઆઈએ

@SerumInstIndia and @BharatBiotechની રસીઓને મંજૂરી આપી છે

જેના પગલે સ્વસ્થ અને કોવિડમુક્ત દેશ તરફ અગ્રેસર થવાની પ્રક્રિયાને વેગ મળશે.

ભારતને અભિનંદન.

આપણા મહેનતુ વૈજ્ઞાનિકો અને ઇનોવેટર્સને અભિનંદન.”

દરેક ભારતીયને ગર્વ થશે કે ભારતમાં બનેલી બે રસીઓને તાત્કાલિક ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે! આ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવા માટે આપણા વૈજ્ઞાનિકોની ક્ષમતા પ્રદર્શિત કરે છે, જેના મૂળમાં કાળજી અને કરુણા છે.”

આપણે અતિ પડકારજનક સ્થિતિસંજોગોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ ડૉક્ટરો, મેડિકલ સ્ટાફ, વૈજ્ઞાનિકો, પોલીસ કર્મચારીઓ, સેનિટેશન કામદારો અને તમામ કોરોના વોરિયર્સનો આભાર માનીએ છીએ. આપણે અનેક લોકોનો જીવ બચાવવા બદલ તેમના આભારી રહીશું.

 

SD/GP/BT


(Release ID: 1685851) Visitor Counter : 372