સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19ની રસીકરણ વ્યવસ્થા


દિલ્હીમાં કોવિડ-19ની રસીકરણના સ્થળોએ ટ્રાયલ રનની તૈયારી અંગે ડો. હર્ષવર્ધનના અધ્યક્ષપદે મળેલી બેઠકમાં સમીક્ષા કરવામાં આવી


તેમણે વહિવટી તંત્ર અને તબીબી અધિકારીઓ વચ્ચે સંપૂર્ણ અને અસરકારક ચોકસાઈ ઉપર ભાર મૂક્યો

“આપણે નાનામાં નાની વિગત ઉપર ધ્યાન આપીને તેનો વાસ્તવિક કવાયત તરીકે અમલ કરવા પ્રયાસ કરીશું”

Posted On: 01 JAN 2021 5:14PM by PIB Ahmedabad

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધને દેશભરમાં જ્યાં રસી અપાવાની છે તે સ્થળોએ રસીકરણના તા. 2 જાન્યુઆરી, 2021ના રોજ (આવતી કાલે) યોજાનાર ટ્રાયલ રન માટેની તૈયારીઓ અંગે સમીક્ષા કરવા આજે બેઠક યોજી હતી.

મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ, આવતી કાલે યોજાનાર દેશ વ્યાપી ડ્રાય-રન અવરોધમુક્ત બની રહે અને જે તે સ્થળે ડ્રાય રન હાથ ધરતી ટુકડીઓ બાબતે ઉભા થઈ શકે તેવા દરેક સંભવિત સવાલનો જવાબ મળી રહે તે માટે ટેલિફોન ઓપરેટરોની સંખ્યામાં વધારો તેમજ બ્લોક લેવલે વિવિધ સ્થળે ભૌતિક ચકાસણી માટે ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે. દરેક કાર્યકરને રસીના હેતુ અંગે અવાર-નવાર પૂછવામાં આવી શકે તેવા સવાલો (FAQ) અંગે માહિતગાર કરવાના તથા અન્ય મુદ્દાઓ અંગેની જાણકારી આપતા વિવિધ સુધારા અંગે મંત્રીશ્રીને માહિતગાર કરાયા હતા.

દરેક અધિકારીને જણાવવામાં આવ્યું હતું કે કેન્દ્રના આરોગ્ય મંત્રાલયે તૈયાર કરેલા અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો, વેક્સીનના સ્થળો અને ઈન્ચાર્જ અધિકારી વિસ્તૃત ચેકલીસ્ટ અને એસઓપીનું પાલન કરે તે અંગે ખાતરી રાખે અને માર્ગદર્શન આપે. ડો. હર્ષવર્ધને વહિવટી તંત્ર અને તબીબી અધિકારીઓ વચ્ચે સંપૂર્ણ ચોકસાઈનો આગ્રહ રાખ્યો હતો અને રસી આપતાં પહેલા હાથ ધરવામાં આવેલી આ કવાયત હવે પછી યોજાનાર વ્યાપક સ્તરના રસીકરણની ઝૂંબેશ શક્ય બનાવશે તેમ જણાવ્યું હતું.

આ પ્રકારના પ્રસંગના મહત્વ ઉપર ભાર મૂકતાં તેમણે જણાવ્યું હતું કે તેમાં ચૂંટણીની જેમજ ડ્રાય રનમાં પણ વ્યાપક સહયોગ આવશ્યક બની રહે છે. તેમણે કહ્યું કે આપણે તેને સાચી કવાયત હોય તે પ્રમાણે અમલમાં મૂકવા પ્રયાસ કરીશું અને ઝીણામાં ઝીણી વિગતોનું ધ્યાન રાખીશું. યોગ્ય સંકલન પરસ્પર સમજ ઉભી કરવામાં ખૂબ જ ઉપયોગ નિવડશે અને હવે પછી યોજાનારા રસીકરણની ઝૂંબેશ કોઈપણ અવરોધ વગર આગળ ધપાવી શકાશે.

1994માં દિલ્હીમાં યોજાયેલી પલ્સ પોલિયો રસીકરણ ઝૂંબેશ અંગે ઉદાહરણ આપતાં ડો. હર્ષ વર્ધને જણાવ્યું હતું કે આ કવાયત લોકો, સંબંધિત સહયોગીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, નાગરિક સમાજના સંગઠનો અને અન્ય લોકો સાથે પરામર્શ અને સામેલગિરી આધારીત છે અને આ કામગીરીને વેગ આપવો જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સેશનના સ્થળે, કોલ્ડચેઈન પોઈન્ટ અને રસીના પરિવહન દરમિયાન પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે તે આવશ્યક છે.

ડો. વર્ધને દિલ્હીના અધિકારીઓઃ શ્રી અમિત સિંગલા- સચિવ (આરોગ્ય), જીલ્લા મેજીસ્ટ્રેટ અને દિલ્હીના સહાદરા, મધ્ય અને દક્ષિણ- પશ્ચિમ જીલ્લાઓ અને જ્યાં ત્રણ સાઈટસ- ગુરૂ તેગ બહાદુર હોસ્પિટલ સહાદરા, અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર દરિયાગંજ અને વેંક્ટેશ્વર હોસ્પિટલ દ્વારકા સહિત આવેલી છે ત્યાંના ડિસ્ટ્રીક્ટ ઈમ્યુનાઈઝેશન ઓફિસરો સાથે વાત કરી હતી.

અધિકારીઓએ એવો પ્રતિભાવ આપ્યો હતો કે જેને કામગીરી સોંપવામાં આવી છે તે ટીમને ઉદ્દેશ અંગે પૂરતી તાલિમ આપવામાં આવી છે અને આ પ્રક્રિયાના દરેકે દરેક પાસાં અંગે વ્યક્તિગત મોનિટરીંગ કરશે અને તેમાં જો કોઈ ઊણપ જણાશે તો તે અંગે અહેવાલ આપશે. તેમણે મંત્રીશ્રીને સેશન સાઈટની સ્થાપના, અપડેશનની પ્રક્રિયા સંકલન તેમજ તેને કોવિન (CoWIN) ડેટાના અપડેશન, રસીકરણ માટેની તાલિમ, રસીકરણ પછી જો કોઈ વિપરીત ઘટના બને તો તે અંગેની તૈયારી, કોલ્ડચેઈન મેનેજમેન્ટ, સેશનના સ્થળની સલામતિ અને રસીના સંગ્રહ સ્થળો વગેરે બાબતે વિગતો આપી હતી.

તેમણે મોકડ્રીલ અંગેની તૈયારીઓ બાબતે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કેન્દ્રિય મંત્રીશ્રીને ખાત્રી આપી હતી કે નક્કી કરાયેલા લાભાર્થીઓને વાસ્તવિક રસીકરણ આપવાની તૈયારી માટે સંપૂર્ણ સજ્જ છે.

ડો. વર્ધને, અધિકારીઓને બે અગ્રણી વેક્સીન કેન્ડીડેટસ કે જેમનો ડેટા ચોકસાઈથી ડીજીસીઆઈની નિષ્ણાંત કમિટી દ્વારા મોનિટર કરવામાં આવી રહ્યો છે તે અંગે વિગત આપી હતી. તેમણે ફ્રન્ટલાઈન વર્કર્સના પ્રયાસોની કદર કરી હતી અને અન્ય લોકોનો જીવ બચાવવા માટે પોતાના જાનની આહુતિ આપનાર કોરોના વૉરિયર્સને શ્રધ્ધાંજલિ આપી હતી.

કેન્દ્રના આરોગ્ય સચિવ, દિલ્હી શ્રી રાજેશ ભૂષણ, કુ. વંદના ગુરનાની- એએસએન્ડએમડી (એનએચએમ), ડો. મનોહર અગનાની, અધિક સચિવ (આરોગ્ય), શ્રી લવ અગરવાલ, જેએસ અને મંત્રાલયના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ બેઠકમાં હાજરી આપી હતી.

 

 


(Release ID: 1685454) Visitor Counter : 244