આર્થિક બાબતો પર મંત્રીમંડળીય સમિતિ

મંત્રીમંડળે પારાદીપ બંદર ખાતે મોટા કદના જહાજોનું સંચાલન કરવા માટે પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશીપ PPP માધ્યમ હેઠળ નિર્માણ, પરિચાલન અને ટ્રાન્સફર (BOT) આધારે વેસ્ટર્ન ડૉકના વિકાસ સહિત આંતરિક બંદર સુવિધાઓ વઘુ સઘન અને શ્રેષ્ઠતમ બનાવવા માટે મંજૂરી આપી

Posted On: 30 DEC 2020 3:51PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ 'પારાદીપ બંદર ખાતે મોટા કદના જહાજોનું સંચાલન કરવા માટે પબ્લિક- પ્રાઇવેટ પાર્ટનરશીપ PPP માધ્યમ હેઠળ નિર્માણ, પરિચાલન અને ટ્રાન્સફર (BOT) આધારે વેસ્ટર્ન ડૉકના વિકાસ સહિત આંતરિક બંદર સુવિધાઓ વધુ સઘન અને શ્રેષ્ઠતમ બનાવવા' માટેની પરિયોજનાને મંજૂરી આપી છે.

નાણાકીય અસરો:

પરિયોજનાનો અંદાજિત ખર્ચ રૂ. 3,004.63 કરોડ રહેશે. આમાં BOT આધારે નવા વેસ્ટર્ન ડૉકનું વિકાસ કાર્ય પણ સામેલ છે અને જેમાં પસંદ કરાયેલા ઇજારેદારો દ્વારા અનુક્રમે રૂ. 2,040 કરોડ અને રૂ. 352.13 કરોડોનો મૂડી ખર્ચ કરવામાં આવશે; અને પારાદીપ બંદરનું રૂપિયા 612.50 કરોડનું રોકાણ રહેશે જેનાથી સામાન્ય સહાયક પરિયોજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે.

વિગતો:

સૂચિત પરિયોજના અંતર્ગત મોટા કદના જહાજોનું સંચાલન કરવાની સુવિધાઓ સાથે પસંદ કરવામાં આવેલા BOT ઇજારેદારો દ્વારા વેસ્ટર્ન ડૉકનું બાંધકામ કરવામાં આવશે જ્યાં કુલ 25 MTPA (મિલિયન ટન પ્રતિ વર્ષ)ની ક્ષમતા રહેશે. કામ 12.50 MTPAનો એક એવા બે તબક્કામાં કરવામાં આવશે.

ઇજારાનો સમય જ્યારથી ઇજારો આપવામાં આવે તે તારીખથી 30 વર્ષ સુધી રહેશે. મોટા કદના જહાજોનું સંચાલન કરવાની સુવિધા પૂરી પાડવા માટે પારાદીપ બંદર ટ્રસ્ટ (ઇજારો આપનાર સત્તામંડળ) દ્વારા  બ્રેક-વોટર વિસ્તરણ તેમજ અન્ય આનુષંગિક કાર્યો જેવું સામાન્ય સહાયક પરિયોજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવશે.

અમલીકરણ વ્યૂહનીતિ અને લક્ષ્યો:

પરિયોજના પસંદ કરવામાં આવેલા ઇજારેદારો દ્વારા BOT ધોરણે વિકસાવવામાં આવશે. જોકે, સામાન્ય સહાયક પરિયોજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર બંદર દ્વારા પૂરું પાડવામાં આવશે.

અસર:

પરિયોજનાના પ્રારંભથી, કોલસા અને ચૂનાના પથ્થરોની આયાત ઉપરાંત દાણો કરવામાં આવેલી ખનીજો અને સ્ટીલના તૈયાર ઉત્પાદનોની નિકાસ માટેની જરૂરિયાતોને સંતોષી શકાશે. પારાદીપ બંદર સાથે સંકળાયેલા આસપાસના વિસ્તારોમાં ખૂબ મોટી સંખ્યામાં સ્ટીલના પ્લાન્ટ્સ સ્થાપિત હોવાથી જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવી છે. પરિયોજનાથી (i) બંદર પરની ગીચતાને દૂર કરવી (ii) સમુદ્રી માર્ગે કોલસાની આયાત માટેની હેરફેરને સસ્તી કરવી (iii) બંદરની આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક અર્થતંત્રને વેગ આપવો વગેરે સુવિધા પણ પ્રાપ્ત થશે અને તેના પરિણામરૂપે અહીં નવી રોજગારીની તકોનું સર્જન પણ થશે.

પૃષ્ઠભૂમિ:

પારાદીપ પોર્ટ ટ્રસ્ટ (PPT) ભારત સરકાર અંતર્ગત આવતું એક મોટું બંદર છે અને મુખ્ય બંદર પોર્ટ્સ અધિનિયમ, 1963 હેઠળ તેનું સંચાલન કરવામાં આવે છે. કાચા લોખંડની નિકાસ માટે મોનો કોમોડિટી બંદર તરીકે 1966માં તેનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. છેલ્લા 54 વર્ષમાં, બંદર અનેકવિધ પ્રકારના માલવાહક જહાજો જેમ કે, કાચુ લોખંડ, કાચુ ક્રોમ, એલ્યુમિનિયમની પાટો, કોલસો, POL, ખાતરનો કાચોમાલ, ચુનાના પથ્થરો, ક્લિન્કર (અતિ પકવેલી ઇંટો), સ્ટીલના તૈયાર ઉત્પાદનો, કન્ટેઇનર્સ વગેરેનું સંચાલન કરી શકે તે પ્રકારે પરિવર્તિત થઇ ગયું છે.

ખાસ કરીને, રસોઇના કોલસા અને ફ્લક્સની આયાત અને બંદરની આસપાસના વિસ્તારોમાં ઘણી મોટી સંખ્યામાં સ્ટીલના પ્લાન્ટ સ્થાપિત થયેલા હોવાથી સ્ટીલના તૈયાર ઉત્પાદનોની નિકાસ માટેની માંગમાં એકધારો વધારો થઇ રહ્યો છે જેથી બંદરની આસપાસના વિસ્તારોની જરૂરિયાતોને પૂરી કરવા માટે બંદરની ક્ષમતામાં વધારો કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.


(Release ID: 1684663) Visitor Counter : 247