સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યા 3% કરતાં ઓછી, ભારતમાં સક્રિય કેસનું ભારણ 2.89 લાખ થયું અને સતત ઘટાડો થઇ રહ્યો છે
26 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 10,000 કરતાં ઓછી
23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણોની સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશ કરતાં બહેતર
16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો
Posted On:
23 DEC 2020 10:45AM by PIB Ahmedabad
દેશમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં ઘટાડાનું વલણ એકધારું જળવાઇ રહ્યું છે. દેશમાં આજે સક્રિય કેસની કુલ સંખ્યા ઘટીને 2,89,240 થઇ ગઇ છે. આજદિન સુધીમાં દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસની સંખ્યાની ટકાવારી માત્ર 2.86% છે.
રાષ્ટ્રીય વલણના પગલે, 26 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સક્રિય કેસની સંખ્યા 10,000 કરતાં ઓછી નોંધાઇ છે.
દૈનિક નવા સાજા થતા દર્દીઓની સંખ્યા દૈનિક નવા નોંધાતા દર્દીઓ કરતાં વધારે રહેતી હોવાથી કુલ સક્રિય કેસના ભારણમાં ચોખ્ખો ઘટાડો સુનિશ્ચિત થઇ શક્યો છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 23,950 નવા દર્દીઓ પોઝિટીવ હોવાનું નોંધાયું છે જ્યારે સમાન સમયગાળામાં નવા 26,895 દર્દીઓ સાજા થઇ ગયા છે. આથી છેલ્લા 24 કલાકમાં કુલ સક્રિય કેસની સંખ્યામાં 3,278 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે.
ભારતમાં આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 16.5 કરોડની નજીક (16,42,68,721) સુધી પહોંચી ગઇ છે. દરરોજ દસ લાખથી વધારે પરીક્ષણો કરવાની કટિબદ્ધતાને અનુસરીને છેલ્લા 24 કલાકમાં 10,98,164 નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની સંખ્યા વધીને 15 લાખ થઇ ગઇ છે.
ભારતમાં પરીક્ષણના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થયો છે અને હાલમાં સમગ્ર દેશમાં પરીક્ષણોની કુલ 2,276 લેબોરેટરી ઉપલબ્ધ છે.
દૈનિક ધોરણે સરેરાશ દસ લાખથી વધારે નમૂનાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું હોવાથી કુલ પોઝિટીવિટી દર નીચલા સ્તરે જાળવી રાખવાનું સુનિશ્ચિત થઇ શક્યું છે અને હાલમાં આ દર સતત ઘટાડા તરફી છે.
ભારતમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણ (TPM)ની સંખ્યા 1,19,035 છે. 23 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણની સ્થિતિ રાષ્ટ્રીય સરેરાશ કરતાં બહેતર છે.
16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં સાપ્તાહિક પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ ઓછો છે.
15 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકંદરે પોઝિટીવિટી દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે.
પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વિસ્તરણના કારણે, જે રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં રાષ્ટ્રીય સરેરાશની સરખામણીએ વધારે પોઝિટીવિટી દર હતો ત્યાં પણ હવે પોઝિટીવિટી દરમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે.
કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 9,663,382 થઇ ગઇ છે. સાજા થવાનો દર પણ વધીને 95.69% થઇ ગયો છે.
નવા સાજા થયેલા દર્દીઓમાંથી 75.87% દર્દીઓ 10 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી સાજા થયા છે.
કેરળમાં એક દિવસમાં સૌથી વધારે 5,057 દર્દીઓ સાજા થઇ ગયા હોવાનું નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 4,122 દર્દીઓ જ્યારે પશ્ચિમ બંગાળમાં 2,270 દર્દીઓ સાજા થઇ ગયા છે.
નવા નોંધાયેલા પોઝિટીવ કેસમાંથી 77.34% દર્દીઓ 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.
કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,049 નવા દર્દીઓનો વધારો નોંધાયો છે. ત્યારબાદ, સૌથી વધુ નવા નોંધાતા દર્દીઓમાં મહારાષ્ટ્ર છે જ્યાં નવા 3,106 દર્દી એક દિવસમાં નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 333 દર્દીઓના મૃત્યુ નીપજ્યાં છે.
નવા નોંધાયેલા મૃત્યુમાંથી 75.38% મૃત્યુ દસ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધારે 75 દર્દીનાં મૃત્યુ થયાં છે. પશ્ચિમ બંગાળ અને કેરળમાં એક દિવસમાં અનુક્રમે વધુ 38 અને 27 દર્દીના મૃત્યુ નોંધાયા છે.
SD/GP/BT
(Release ID: 1682935)
Visitor Counter : 167
Read this release in:
Telugu
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam