માહિતી અને પ્રસારણ મંત્રાલય

આપણા AVGC નિષ્ણાતોએ ભારતીય સિનેમા માટે કામ કરવાનો સમય આવી ગયો છે: શ્રી જાવડેકર


“ભારતમાં 2021માં વૈશ્વિક મીડિયા અને ફિલ્મ સંમેલન” નું આયોજન થશે

ટૂંક સમયમાં IIT બોમ્બેના સહયોગથી AVGC માટે ઉત્કૃષ્ટતા કેન્દ્રની રચના કરાશે

Posted On: 16 DEC 2020 1:41PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે CII બિગ પિક્ચર સંમેલનમાં સંબોધન કર્યું હતું. પ્રેક્ષકગણને આપેલા સંદેશમાં મંત્રીશ્રીએ બિગ પિક્ચર સંમેલનનું આયોજન કરવા બદલ CIIની પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, “આપણો દેશ એવો છે જ્યાં સંદેશાવ્યવહાર ટેકનોલોજીનો અદભૂત વિકાસ થઇ રહ્યો છે બાબત આંતરરાષ્ટ્રીય મનોરંજન અને મીડિયા ઉદ્યોગો માટે પ્રચંડ તકો હોવાનું દર્શાવે છે.” મંત્રીશ્રીએ ટાંક્યું હતું કે, “એનીમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોસ્મિક (AVGC) ઉદય થઇ રહેલું ક્ષેત્ર છે અને આપણા નિષ્ણાતોએ દુનિયામાં ટોચના ફિલ્મસર્જકોને પૃષ્ઠભૂમિમાં રહીને સહકાર આપી રહ્યાં છે.” તેમણે ઉમેર્યું હતું કે, એક એવો સમય હતો જ્યારે વ્યાવસાયિકોએ આપણી પોતાની ફિલ્મો સિવાય કંઇક વધુ કરવા માટે કામગીરી શરૂ કરી હતી જેથી ભારતીય સિનેમામાં એનિમેશન અને ગ્રાફિક્સના ઉપયોગમાં અનેકગણો વધારો થાય.

શ્રી જાવડેકરે જાહેરાત કરી હતી કે, સરકાર દ્વારા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ બોમ્બેના સહયોગથી એક ઉત્કૃષ્ટતા કેન્દ્રની રચના કરવામાં આવશે જ્યાં AVGCમાં વિવિધ અભ્યાસક્રમો પૂરાં પાડવામાં આવશે.

મંત્રીશ્રીએ તમામ ઉપસ્થિતોને જાન્યુઆરી 2021માં ગોવા ખાતે યોજાનારા 51મા IFFIમાં સહભાગી થવા માટે નિમંત્રણ પાઠવ્યું હતું. મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી કે, 2022માં કાન્સ ફિલ્મ મહોત્સવના 75 વર્ષ પૂરાં થઇ રહ્યાં હોવાથી ભારત કાન્સ ખાતે વિશેષ પેવેલીયન ઉભું કરશે. તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે, ભારતમાં આગામી વર્ષે વૈશ્વિક મીડિયા અને ફિલ્મ સંમેલનનું આયોજન કરવામાં આવશે.

પ્રસંગે સંબોધન આપતા માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ શ્રી અમિત ખરેએ નવેમ્બર મહિનામાં વ્યવસાયની ફાળવણીના નિયમોમાં સુધારાનો સંદર્ભ આપીને ટિપ્પણી કરી હતી કે, પરિવર્તન પાછળનો મૂળ વિચાર, તમામ સામગ્રીને એક જગ્યાએ એટલે કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં લાવવાનો અને સાથે સાથે પ્લેટફોર્મ્સને અન્ય સ્થળ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય પર જાળવી રાખવાનો છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયની ભૂમિકા અંગે બોલતા શ્રી ખરેએ જણાવ્યું હતું કે, ક્ષેત્રમાં સરકારની ભૂમિકા સુવિધાકાર તરીકેની છે. તેમણે ટિપ્પણી કરી હતી કે, માહિતી અને પ્રસારણ મંત્રાલય તમામ મંત્રાલયોમાં સૌથી વધુ પ્રભાવ ધરાવે છે અને તે પ્રભાવ માત્ર ખાનગી ક્ષેત્ર દ્વારા આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં લગભગ તમામ ફિલ્મોનું નિર્માણ ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવ્યું હતું, પ્રસાર ભારતી સિવાય તમામ ચેનલો ખાનગી હતી અને OTT ક્ષેત્ર સંપૂર્ણપણે ખાનગી હતી.

શ્રી ખરેએ એમ પણ જણાવ્યું હતું કે, મીડિયા અને મનોરંજન ઉદ્યોગમાં વિકાસ થયો છે અને આપણે અવશ્યપણે ઉદ્યોગને સુવિધા પૂરી પાડવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, મહામારીના સમયે, શૈક્ષણિક ટેકનોલોજી અને ભારતીય ગેમિંગ જેવા નવા અવકાશ ખોલ્યા છે જેમાં નિકાસની સંભાવનાઓ પણ સમાયેલી છે.

વર્ષ 2022માં ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ થઇ રહ્યાં હોવાથી, દેશમાં અને બહાર અનેક જગ્યાએ ઉજવણી થશે જેથી સચિવશ્રીએ ઉદ્યોગને મીડિયા અને મનોરંજનના માધ્યમથી ભારતના સોફ્ટપાવરને આગળ ધપાવવા માટે આમંત્રણ આપ્યું હતું. શ્રી ખરેએ હાઇબ્રિડ માધ્યમમાં ઉજવણી થનારા 51મા IFFI સંમેલનમાં પણ તમામ ઉપસ્થિતોને આવવા માટે સાદર આમંત્રણ પાઠવ્યું હતું.

પ્રસાર ભારતીના CEO શ્રી શશી શેખર વેમ્પતીએ પ્રસંગે સંબોધન આપતા જણાવ્યું હતું કે, કોવિડ મહામારી દરમિયાન વિશાળ જનસમુદાયમાં જાગૃતિ ફેલાવવા માટે સાર્વજનિક પ્રસારણકર્તા હેઠળ વિવિધ ચેનલોએ વિવિધ સામગ્રીનું સર્જન કર્યું હતું. સમય દરમિયાન સૌથી ટોચના સામાજિક જાહેરાતકર્તાઓમાં દૂરદર્શનની ઉપસ્થિતિ પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. રામાયણ અને મહાભારત જેવી ધારાવાહિકનું પ્રસારણ કરીને દૂરદર્શને બાબતે પ્રકાશ પાડ્યો હતો કે હજુ પણ આખો પરિવાર સાથે બેસીને નિહાળી શકે તેવી સામગ્રી જોનારા પ્રેક્ષકો છે. શ્રી વેમ્પતીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, DD ફ્રી ડિશ જેવા પ્રયાસો સમગ્ર દુનિયામાં નવો ચીલો ચાતરનારી પહેલ છે. સાથે સાથે, 5G જેવી ઉભરતી ટેકનોલોજીઓ પ્રસારણને સ્માર્ટફોન પર લઇ જવાની તક પૂરી પાડે છે અને તકને ભારતમાં સ્ટાર્ટઅપ્સ દ્વારા ઉજાગર કરવામાં આવી રહી છે.

પૃષ્ઠભૂમિ:

બિગ પિક્ચર સંમેલનને મુખ્ય સંમેલનમાનું એક ગણવામાં આવે છે અને M&E ઉદ્યોગનો મોખરાનો મંચ છે અને ડિજિટલ પરિવર્તન, ટેકનોલોજીના સંપાત અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જ્યારે સમગ્ર પરિદૃશ્યમાં પરિવર્તન લાવી રહ્યાં છે ત્યારે સફળ વિકાસના માર્ગ તરફ દિશાસૂચિત કરવા માટે ભારત સરકાર, ઉદ્યોગજગતના M&E હિતધારકો તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત નિષ્ણાતોને એક મંચ પર લાવવાનું કામ કરે છે.

CII દ્વારા ડિજિટલ માધ્યમ પર 16-18 ડિસેમ્બર 2020 દરમિયાન CII બિગ પિક્ચર સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં સમગ્ર મીડિયા અને મનોરંજન ક્ષેત્રમાંથી સામગ્રી સર્જકો, પ્રસારણકર્તાઓ, ખરીદદારો, સ્ટુડિયો, નિર્માતા કંપનીઓ, પ્રકાશકો, વિતરકો અને વિકાસકર્તાઓ અહીં સમાવી લેવામાં આવેલા વિવિધ સત્રોમાં ભાગ લેશે.

 

SD/GP/BT(Release ID: 1681038) Visitor Counter : 147