નાણા મંત્રાલય
27 રાજ્યોએ “મૂડીગત ખર્ચ માટે રાજ્યોને વિશેષ સહાય આપવાની યોજના”નો લાભ લીધો
મૂડીગત ખર્ચ સાથે સંબંધિત રૂ. 9,879.61 કરોડના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપી
પ્રથમ હપ્તા સ્વરૂપે રૂ. 4,938.81 કરોડની ફાળવણી કરી
Posted On:
12 DEC 2020 9:08AM by PIB Ahmedabad
તમિલનાડુ સિવાય દેશના તમામ રાજ્યોએ નવી જાહેર થયેલી યોજના “મૂડીગત ખર્ચ માટે રાજ્યોને વિશેષ સહાય”નો લાભ લીધો છે. આ યોજનાની જાહેરાત નાણાં મંત્રાલયે 12 ઓક્ટોબર, 2020ના રોજ આત્મનિર્ભર ભારત પેકેજ અંતર્ગત કરી હતી.
આ યોજનાનો ઉદ્દેશ કોવિડ-19 રોગચાળાને પગલે કરવેરાની આવકમાં ઊભી થયેલી ખેંચને કારણે ચાલુ વર્ષે ઊભી થયેલી જટિલ અને મુશ્કેલ નાણાકીય સ્થિતિનો સામનો કરતી રાજ્ય સરકારો દ્વારા મૂડીગત ખર્ચને પ્રોત્સાહન આપવાનો છે. મૂડીગત ખર્ચ એકથી વધારે સ્તરે અનેકગણી અસર પેદા કરે છે, જેનાથી અર્થતંત્રની ભવિષ્યની ઉત્પાદન ક્ષમતા વધશે અને પરિણામે આર્થિક વૃદ્ધિનો ઊંચો દર હાંસલ થશે. આ કારણે કેન્દ્ર સરકારે મુશ્કેલ નાણાકીય સ્થિતિ વચ્ચે પણ નાણાકીય વર્ષ 2020-21માં મૂડીગત ખર્ચના સંબંધમાં રાજ્ય સરકારોને વિશેષ સહાય આપવાનો નિર્ણય લીધો છે.
આ યોજનાને રાજ્ય સરકારો સારો પ્રતિસાદ આપ્યો છે. અત્યાર સુધી નાણાં મંત્રાલય દ્વારા મંજૂર થયેલી આ યોજના અંતર્ગત 27 રાજ્યોની રૂ. 9,879.21 કરોડની મૂડીગત ખર્ચની દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે. એટલું જ નહીં યોજના અંતર્ગત પ્રથમ હપ્તા તરીકે રાજ્યોને રૂ. 4,939.81 કરોડની રકમ ફાળવવામાં પણ આવી છે. રાજ્ય-મુજબ ફાળવણી, મંજૂર થયેલી સહાય અને આપવામાં આવેલ ફંડની જાણકારી નીચે ટેબલમાં રજૂ કરવામાં આવી છે.
મૂડીગત ખર્ચના વિવિધ પ્રોજેક્ટ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં મંજૂર કરવામાં આવ્યો છે, જેમ કે આરોગ્ય, ગ્રામીણ વિકાસ, પાણી પુરવઠો, સિંચાઈ, વીજળી, પરિવહન, શિક્ષણ, શહેરી વિકાસ.
આ યોજના ત્રણ ભાગ ધરાવે છે. યોજનાનો ભાગ-1 પૂર્વોત્તર રાજ્યોને આવરી લે છે. આ ભાગ અંતર્ગત ઉત્તરપૂર્વના 7 રાજ્યો (અરુણાચલ પ્રદેશ, મેઘાલય, મણિપુર, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ અને ત્રિપુરા)ને રૂ. 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે. વધારે વસ્તી અને ભૌગોલિક વિસ્તારને ધ્યાનમાં રાખીને અસમને આ યોજના અંતર્ગત રૂ. 450 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
યોજનાના ભાગ-2માં ભાગ-1માં સામેલ રાજ્યો સિવાયના અન્ય તમામ રાજ્યો સામેલ છે. આ રાજ્યો માટે રૂ. 7,500 કરોડનું ભંડોળ અંકિત કરવામાં આવ્યું છે. આ તમામ રાજ્યો વચ્ચે આ રકમ ફાળવવામાં આવી છે. રકમની ફાળવણી વર્ષ 2020-21 માટે 15મા નાણાં પંચના વચગાળાની ભલામણ મુજબ કેન્દ્રીય કરવેરાના હિસ્સાને પ્રમાણમાં કરવામાં આવી છે.
યોજનાના ભાગ-3નો ઉદ્દેશ રાજ્યોમાં વિવિધ નાગરિક કેન્દ્રિત સુધારાઓને વેગ આપવાનો છે. આ ભાગ અંતર્ગત રૂ. 2000 કરોડની રકમ અંકિત કરવામાં આવી છે. આ રકમ એ રાજ્યોને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેમણે સુધારા સાથે સંબંધિત વધારાની ઋણની મંજૂરી મેળવવા માટે નાણાં મંત્રાલયે 17 મે, 2020ના રોજ જાહેર કરેલા પત્રમાં નિર્ધારિત કરેલા 4 સુધારામાંથી ઓછામાં ઓછા 3 સુધારા હાથ ધર્યા છે. આ 4 સુધારા છે – એક રાષ્ટ્ર એક રેશન કાર્ડ, વેપારવાણિજ્યને સરળ કરવા માટે સુધારા, શહેરી સ્થાનિક સંસ્થા/યુટિલિટીના સુધારા અને વીજ ક્ષેત્રમાં સુધારા.
મૂડીગત ખર્ચ માટે રાજ્યોને વિશેષ સહાય આપવાની યોજના
|
(રૂ. કરોડમાં)
|
ક્રમ
|
રાજ્ય
|
ફાળવવામાં આવેલી રકમ
|
મંજૂર થયેલી રકમ
|
આપવામાં આવેલી રકમ
|
1
|
આંધ્રપ્રદેશ
|
344.00
|
344.00
|
172.00
|
2
|
અરુણાચલ પ્રદેશ
|
200.00
|
200.00
|
100.00
|
3
|
અસમ
|
450.00
|
450.00
|
225.00
|
4
|
બિહાર
|
843.00
|
843.00
|
421.50
|
5
|
છત્તિસગઢ
|
286.00
|
286.00
|
143.00
|
6
|
ગોવા
|
32.00
|
32.00
|
16.00
|
7
|
ગુજરાત
|
285.00
|
285.00
|
142.50
|
8
|
હરિયાણા
|
91.00
|
91.00
|
45.50
|
9
|
હિમાચલપ્રદેશ
|
450.00
|
450.00
|
225.00
|
10
|
ઝારખંડ
|
277.00
|
277.00
|
138.50
|
11
|
કર્ણાટક
|
305.00
|
305.00
|
152.50
|
12
|
કેરળ
|
163.00
|
163.00
|
81.50
|
13
|
મધ્યપ્રદેશ
|
660.00
|
660.00
|
330.00
|
14
|
મહારાષ્ટ્ર
|
514.00
|
514.00
|
257.00
|
15
|
મણિપુર
|
200.00
|
200.00
|
100.00
|
16
|
મેઘાલય
|
200.00
|
200.00
|
100.00
|
17
|
મિઝોરમ
|
200.00
|
200.00
|
100.00
|
18
|
નાગાલેન્ડ
|
200.00
|
200.00
|
100.00
|
19
|
ઓડિશા
|
388.00
|
388.00
|
194.00
|
20
|
પંજાબ
|
150.00
|
146.50
|
73.25
|
21
|
રાજસ્થાન
|
501.00
|
501.00
|
250.50
|
22
|
સિક્કિમ
|
200.00
|
200.00
|
100.00
|
23
|
તમિલનાડુ
|
351.00
|
0.00
|
0.00
|
24
|
તેલંગાણા
|
179.00
|
179.00
|
89.50
|
25
|
ત્રિપુરા
|
200.00
|
200.00
|
100.00
|
26
|
ઉત્તરપ્રદેશ
|
1501.00
|
1501.00
|
750.50
|
27
|
ઉત્તરાખંડ
|
450.00
|
434.11
|
217.06
|
28
|
પશ્ચિમ બંગાળ
|
630.00
|
630.00
|
315.00
|
|
કુલ
|
10250.00
|
9879.61
|
4939.81
|
SD/GP/BT
(Release ID: 1680199)
Visitor Counter : 273