પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 30 નવેમ્બરના રોજ વારાણસીની મુલાકાત લેશે અને NH -19ના વારાણસી-પ્રયાગરાજ વિભાગના છ માર્ગીય હાઈવેની વિસ્તરણ પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે.


પ્રધાનમંત્રી દેવ દિવાળીના સમારોહમાં હાજર રહેશે અને શ્રી કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પરિયોજનાની સાઇટની મુલાકાત પણ લેશે

प्रविष्टि तिथि: 28 NOV 2020 8:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 30 નવેમ્બર 2020ના રોજ વારાણસીની મુલાકાત લેશે અને રાષ્ટ્રીય ધોરી માર્ગ 19ના હંડિયા (પ્રયાગરાજ) - રજતાલાબ (વારાણસી) વિભાગની છ માર્ગીય વિસ્તરણ પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી દેવ દિવાળીના સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે, કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પરિયોજનાની સાઇટની મુલાકાત લેશે અને સારનાથ પુરાતત્ત્વીય સ્થળની પણ મુલાકાત લેશે.

નવો વિસ્તરણ કરાયેલો છ લેનવાળો NH 19 જે 73 કિલોમીટરના વિસ્તારને આવરી લેતો માર્ગ કુલ રૂ. 2447 કરોડના ખર્ચે બનાવેલો છે, જેનાથી પ્રયાગરાજ અને વારાણસી વચ્ચે મુસાફરીનો સમય એક કલાક જેટલો ઘટી જવાની સંભાવના છે.

વારાણસીમાં પ્રકાશ અને ઉત્સાહનો વિશ્વ વિખ્યાત તહેવાર બનેલી દેવ દીવાળી કાર્તિક મહિનાની દરેક પૂર્ણિમાએ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી વારાણસીના રાજ ઘાટ પર દીવો પ્રગટાવીને મહોત્સવની શરૂઆત કરશે ત્યારબાદ ગંગા નદીના બંને કાંઠે 11 લાખ દીવાઓ પ્રગટાવવામાં આવશે.

આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી કાશી વિશ્વનાથ મંદિર કોરિડોર પરિયોજનાની સાઇટની મુલાકાત લઇ તેની પ્રગતિની સમીક્ષા કરશે. તેઓ સરનાથના પુરાતત્ત્વીય સ્થળ પર લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ જોશે, જેનું ઉદઘાટન આ મહિનાની શરૂઆતમાં તેમના દ્વારા કરવામાં આવ્યું હતું.

SD/GP/BT


(रिलीज़ आईडी: 1676873) आगंतुक पटल : 281
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam